પંજાબ નેશનલ બેંક ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક છે અને સમગ્ર દેશમાં લગભગ 18 કરોડ ગૌરવપૂર્ણ ગ્રાહકોને સેવા આપી રહી છે. હવે બેંકે જાહેર જનતા માટે એક અનોખી પહેલ હાથ ધરી છે અને આ માટે PNB HOME LOAN EXPO – 2025 નું આયોજન 07 અને 08 ફેબ્રુઆરી 2025 ના રોજ PNB ઝોનલ ઓફિસ, અમદાવાદ દ્વારા ગુજરાતના વિવિધ સ્થળોએ કરવામાં આવી રહ્યું છે.
જાણો ક્યારે કરાયું આયોજન?
1 ) વ્હાઇટ હાઉસ, બાપુનગર, અમદાવાદ
2 ) PNB સેક્ટર 16, ગાંધીનગર
રાજકોટ:
3 ) PNB મહિલા શાખા, નાના મવા સર્કલ, રાજકોટ
સુરત:
4 ) અમીધારા, કડવા પટેલ સમાજ, ન્યુ રાંદર રોડ, સુરત
વડોદરા:
5 ) AMC ગ્રાઉન્ડ, અકોટા, વડોદરા
આ પ્રસંગે પંજાબ નેશનલ બેંક, પ્રધાન કાર્યાલય થી પધારેલા મુખ્ય મહાપ્રબંધક સુનિલ ગોયલ સાહેબે કહ્યું કે આ એક્સ્પો તમારા સપનાનું ઘર તમારી મનપસંદ જગ્યાએ ખરીદવા માટે અમારી બેંક તરફથી ડીલ મેળવવાની શ્રેષ્ઠ તક છે. અમે આપણા તમામ મૂલ્યવાન ગ્રાહકોને આ હોમ લોન એક્સ્પો માં ભાગ લેવા આમંત્રિત કરીએ છીએ, જ્યાં તમે આદરણીય બિલ્ડરો, રીયલ એસ્ટેટ એજન્ટો વગેરેને એક જ છત હેઠળ મળી શકો છો અને આકર્ષક હોમ લોન વ્યાજ દર 8.40%* (શરતો અને નિયમો લાગુ) થી શરૂ થતા શ્રેષ્ઠ ડીલ મેળવી શકો છો.
વધુમાં, એકસ્પો દરમિયાન તરત જ લોન મંજૂરી મેળવવાનો અવસર મળશે, અને બેંકની માર્ગદર્શિકા અનુસાર ગ્રાહકની પાત્રતા મુજબ ડિજિટલ મોડ દ્વારા સરળતાથી તરત જ લોન મંજૂરી પણ મેળવી શકાશે.