ઉડાન પહેલાં આરજે બનવાની તક: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને રેડિયો મિર્ચીની અનોખી પહેલ

Rudra
By Rudra 2 Min Read

રેડિયો મિર્ચી સાથેના સહયોગમાં અદાણી જૂથે મિર્ચીના ‘નો આરજે સ્ટુડિયો’ મારફતે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને એક લાઈવ અને ભાગીદારીભર્યા રેડિયો હબમાં પરિવર્તિત કરી દીધું છે. અદાણી જૂથના ‘હર સફર કે હમસફર’ અભિયાન અંતર્ગત મુસાફરોને માઈક સુધી લાવવા અને ઉડાન પહેલાં જ આર.જે. (રેડિયોજોકી) બનવાનો અનોખો અનુભવ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

ફ્લાઇટની રાહ જોઈ રહેલા મુસાફરોએ પોતાની વ્યક્તિગત મુસાફરીની વાર્તાઓ શેર કરી, જે સ્થળ સુધી પહોંચવાની તેમની ઉત્સુકતા હતી તેના વિશે વાત કરી, મુસાફરી સંબંધિત ઉપયોગી ટીપ્સ આપી, પોતાના મનપસંદ ગીતોની માંગણી કરી અને અન્ય મુસાફરો સાથે ખુલ્લા દિલથી સ્ક્રિપ્ટ વિના સંવાદ સાધ્યો હતો.

આ પળોએ ટર્મિનલની રીધમમાં નવો પ્રાણ પૂર્યો. સામાન્ય રીતે સમયપત્રક અને અવરજવરથી ઓળખાતી આ જગ્યા હવે વાતચીત, સ્મિત, હાસ્ય અને સંયુક્ત અનુભવોથી જીવંત બની ગઈ. રેડિયો હવે માત્ર સાંભળવાનું માધ્યમ રહ્યું નહીં, તે એક એવું મંચ બની ગયું, જ્યાં લોકો સક્રિય રીતે જોડાવા લાગ્યા.

નો આરજે સ્ટુડિયોએ ‘હર સફર કે હમસફર’ના સાચા અર્થને જીવંત કર્યો. આ દર્શાવતા કે અદાણી એરપોર્ટ્સ માત્ર ઇન્ફ્રસ્ટ્રક્ચર અને સંચાલન સુધી સીમિત ન રહી, તેનાથી આગળ વધી અર્થસભર અનુભવો સર્જે છે. આ પહેલ અદાણી જૂથની ‘હમ કરકે દિખાતે હૈં’ ભાવનાનું પણ પ્રતિબિંબ છે, જ્યાં ગ્રાઉન્ડ રીયાલિટી દ્વારા અનુભવ આધારિત કહાની રજૂ કરવામાં આવે છે.

રેડિયો, લાઈવ ઇન્ટ્રેક્શન અને ડિજિટલ સ્ટોરીટેલિંગના સહજ સંકલન દ્વારા રેડિયો મિર્ચી અને અદાણી જૂથે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, અમદાવાદ ખાતે એક અસરકારક અને યાદગાર અનુભવની સહ-રચના કરી. આ એવો અનુભવ, જે મુસાફરોની મુસાફરી શરૂ થયા પછી પણ લાંબા સમય સુધી તેમની સાથે રહ્યો હતો.

Share This Article