OPPO ઇન્ડિયાએ જેની લાંબાગાળાથી પ્રતીક્ષા કરવામાં આવી રહી હતી તેવી Reno13 સિરીઝ 5G લોન્ચ કરી છે, જેની ડિઝાઇન સ્માર્ટફોન અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે કરવામાં આવી છે. ઇનેજિંગ અને પ્રોડક્ટિવીટી એમ બન્ને માટે ફ્લેગશિપ લેવલ કેમેરા સિસ્ટમ ધરાવતા, MediaTek Dimensity 8350 SoC અને અદ્યતન AI ફીચર્સથી સજ્જ Reno13 સિરીઝની રચના અપવાદરૂપ પ્રદર્શન આપવા માટે કરવામાં આવી છે.
Reno13 અને Reno13 Pro તેની અત્યંત ટકાઉ ડિઝાઇન સાથે આ સિરીઝમાં પાણી અને ડસ્ટ અનુભવ માટે Reno13 and Reno13 Pro IP66, IP68, અને IP69 સર્ટિફિકેશન્સનો પણ સમાવેશ થાય છે જે તેને જે લોકો સ્ટાઇલ અને ટકાઉતા એમ બન્નેનું મૂલ્ય આંકે છે તેમના માટે એક યોગ્ય ડિવાઇસ બનાવે છે. વધુમાં Reno13 સિરીઝ 80W SUPERVOOC ઝડપી-ચાર્જીગ પ્રદાન કરે છે, જે વિસ્તૃત વપરાશ માટે ઇષ્ટતમ પાવરની ખાતરી આપે છે.
OPPO Reno13 5G બે વેરિયાન્ટમાં ઉપલબ્ધ થશે, જેની ચોખ્ખી અસરકારક કિંમત 8GB + 128GB માટે રૂ. 34,199 અને 8GB + 256GB વેરિયાન્ટ માટે રૂ. 35,999 છે. જ્યારે Reno13 Pro 5G બે વેરિયાન્ટમાં ચોખ્ખી કિંમત 12GB + 256GB માટે રૂ. 44,999 અને 12GB + 512GB વર્શન માટે રૂ. 49,499 માં ઉપલબ્ધ થશે. OPPO Reno13 પર 6 મહિનાનું લિક્વિડ ડેમેજ પ્રોટેક્શન અને રૂ.3,000 નું એક્સચેન્જ બોનસ, જે મેઇનલાઇન રિટેલ આઉટલેટ્સ, OPPO ઇ-સ્ટોર અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે.