Operation Sindoor: ગુરુવારે સાંજે પાકિસ્તાન દ્વારા જમ્મુ, પઠાનકોટ અને ઉધમપુરમાં સૈન્ય છાવણીઓને નિશાન બનાવ્યાં બાદ, ભારતીય સેનાએ તેનો વળતો જવાબ આપી તેને તમામ પ્રયાસો નિષ્ફળ બનાવી દીધા છે. ફરી એકવાર આપણા સૈનિકોએ રાષ્ટ્રની સુરક્ષા માટે પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી. તેની સાથે જ બોલીવુડના તમામ સેલેબ્સ એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ઇન્ડિયન આર્મીની બહાદુરી સમર્પણની સરાહના કરી છે.
અમને અમારા રક્ષકો પર ગર્વ છે – શ્રદ્ધા કપૂર
સ્ત્રી 2 એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે ભારતીય સેનાના વખાણ કર્યા છે. એક્ટ્રેસે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર રાષ્ટ્રીય ધ્વજ પકડેલા એક સિપાહીની તસવીર પોસ્ટ કરતા ભારતીય સેનાને સેલ્યૂટ કર્યું અને લખ્યું છે. “અમને આપણા રક્ષકો પર ગર્વ છે. જય હિંદ.”
રકુલે ભારતીય સેનાની પ્રસંશા કરી
બોલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે ભારતીય સેનાની સરાહના કરતા લખ્યું, “ભારતીય સશસ્ત્ર દળો માટે તમામ પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ… આપણી રક્ષા કરનાર પુરુષો અને મહિલાઓ પર ગર્વ છે… જય હિંદ.”
માનુષી છિલ્લરે ભારતીય સેનાને થેક્યૂં કહ્યું
આર્મી પરિવાર સાથે સંબંધ ધરાવતી એક્ટ્રેસ માનુષી છિલ્લરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ઇમોશનલ નોટ શેર કરી છે. એક્ટ્રેસે લખ્યું હતુ, “એક ડોક્ટરની દીકરી હોવાના નાતે, જેણે રક્ષા મંત્રાલયમાં 3 વર્ષ, વીતાવ્યા છે અને એક સેના અધિકારીની ભત્રીજી હોવાના નાતે, હું દેશની સેવા માટે અમારા સશસ્ત્ર દળો દ્વારા આપવામાં આવેલા બલિદાન માટે ખૂબ જ સન્માન ધરાવું છું. હંમેશા અમારુ રક્ષણ કરવા માટે થેંક્યૂ. જય હિન્દ.”
વામિકા ગબ્બી એ લખ્યું – હાઉ ઇઝ ધ જોશ
ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇકની ફેમસ લાઇન દ્વારા અભિનેત્રી વામિકા ગબ્બીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું, “હાઉ ઈઝ ધ જોશ!” જ્યારે મલાઈકા અરોડા, સોનલ ચૌહાણ અને ઘણી અન્ય બોલીવુડ હસ્તિઓએ ભારતીય સૈન્ય દળો માટે પોસ્ટ શરે કરી છે.