પાકિસ્તાન અને પાકિસ્તાનનુ સમર્થન ધરાવતા ત્રાસવાદીઓનો ખાતમો કરવા માટે ભારતે પાકિસ્તાનની સામે હજુ સુધી પાંચ મોટા ઓપરેશન હાથ ધર્યા છે. જે પૈકી છેલ્લુ ઓપરેસન પાકિસ્તાનના બાલાકોટમાં હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં સેંકડો ત્રાસવાદીઓનો ખાતમો કરી દેવામા ંઆવ્યો હતો. આ ઓપરેશન આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં હાથ ધરવામાં આવ્યુ હતુ. ભારતીય હવાઇ દળે ફેબ્રુઆપી ૨૦૧૯માં બાલાકોટમાં ઘુસીને જેશના અડ્ડાઓ પર બોંબ વર્ષા કરવામાં આવી હતી. આ હુમલામાં જેશના લીડર મસુદ અઝહરના મોતના સમાચાર પણ આવ્યા હતા. હવે ખુબ ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. આ ઓપરેશનને ગુપ્ત રાખવા માટે એક ઓપરેશન કોડનેમથી હાથ ધરવામાં આવ્યુ હતુ. આ કોડનેમનુ નામ ઓપરેશન બંદર રાખવામા આવ્યુ હતુ.
આ નામ રામ રાવણના યુદ્ધમાં વાનરોની ભૂમિકાથી પ્રેરિત થઇને હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો. હવાઇ હુમલાના ૧૨ દિવસ પહેલા જ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે જમ્મુ કાશ્મીરમાં પુલવામા ખાતે આત્મઘાતી હુમલો સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને કરવામાં આવ્યો હતો. જેમાં ૪૦ જવાન શહીદ થયા હતા.૨૬મી ફેબ્રુઆરીના દિવસે હુમલા બાદ ૨૭મીએ પાકિસ્તાની સેનાએ કાશ્મીરમાં ઘુસણખોરી કરીને ભારતીય સેન્ય સ્થળોને ટાર્ગેટ બનાવવાના પ્રયાસ કર્યા હતા. પાકિસ્તાનમાં ભારતના આ હુમલાથી પાકિસ્તાન હચમચી ઉઠ્યુ હતુ. હજુ પણ પાકિસ્તાની સેના ભારતના આ હુમલાના કારણે ભયભીત થયેલી છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવાના આ ઓપરેશન ઉપરાંત પણ કેટલાક ઓપરેશન હાથ ધર્યા છે. જેની આજે અમે ચર્ચા કરવા જઇ રહ્યા છે. ભારતે વર્ષ ૨૦૧૬માં પાકિસ્તાનમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. જેની ગુંજ આજે પણ સાંભળવા મળે છે. વર્ષ ૨૦૧૬માં ઉરીમાં ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભારતે કાર્યવાહી કરી હતી. સરહદ પાર જઇને ભારતીય સેનાએ આ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી.
આ હુમલાના ભાગબનેલા જવાનો અને કમાન્ડોને પેરાશુટ મારફતે પાકિસ્તાનમાં ઉતારી દેવામા આવ્યા હતા. ત્યારબાદ દિલધડક ઓપરેશનને અંજામ આપવામાં આવ્યુ હતુ. તે પહેલા ઓપરેશન બ્લેક ટોરનેડો હેઠળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. વર્ષ ૨૦૦૮માં પાકિસ્તાનથી આવેલા ત્રાસવાદીઓએ મુંબઇમાં ભારે રક્તપાત સર્જયો હતો. ત્રાસવાદીઓએ મુંબઇમાં જુદી જુદી જગ્યાએ લોકોને બાનમાં પકડીને અંધાધુંઘ ગોળીબાર કર્યો હતો. આ હુમલાનો સામનો કરવા અને ત્રાસવાદીઓનો ખાતમો કરવાની જવાબદારી એનએસજી કમાન્ડોને સોંપવામાં આવી હતી. પહેલા દિવસે આ લોકોએ નવ બંધકોને છોડાવી લીધા હતા. બીજીબાજુ તાજ અને ઓબેરોય હોટેલમાં કમાન્ડો અને ત્રાસવાદીઓ વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયો હતો. ત્યારબાદ તાજમાંથી આશરે ૩૦૦ અને ઓબેરોયમાંથી ૨૫૦ લોકોને છોડાવી લીધા હતા. વર્ષ ૧૯૯૯ના ગરમીના દિવસોમાં પાકિસ્તાની સેનાએ ઘુસણખોરી કરી લીધી હતી. ત્યારબાદ માહિતી મળતાની સાથે જ કાર્યવાહી કરવામાં આવી હતી. ઓપરેશન વિજય ૧૯૯૯માં હાથ ધરવામાં આવ્યુ હતુ. આ ઓપરેસન ખુબ મોટુ હતુ. આ ઓપરેશનમાં ૩૫૦૦૦ જવાનો હતા.
વતનની સુરક્ષા કરતી વેળા અનેક જવાનોએ પ્રાણોની આહુતિ આપી હતી. જેમાં અનુજ નય્યર અને મનોજ કુમાર પાન્ડે તેમજ વિક્રમ બત્રા પણ શહીદ થયા હતા. આ ઓપરેશ એ વખતે હાથ ધરવામાં આવ્યુ હતુ જ્યારે કારગીલના કેટલાક વિસ્તારમાં પાકિસ્તાનના જવાનોએ અને ત્રાસવાદીઓએ અંકુશ મેળવી લીધો હતો. ઘણા દિવસ સુધી આ ઓપરેશન ચાલ્યુ હતુ. વર્ષ ૧૯૮૪માં પણ ઓપરેશન મેઘદુત હાથ ધરવામાં આવ્યુ હતુ. પાકિસ્તાને દુસાહસ કરતા ઓપરેસન હાથ ધરાયુ હતુ. સિચાચીન ગ્લેશિયર પર કબજા જમાવવા માટે પાકિસ્તાને સેના મોકલી દીધી હતી. ત્યારબાદ ઓપરેશન મેઘદુત હાથ ધરવામાં આવ્યુ હતુ. ભારતીય સેનાએ જારદાર ઓપરેશન ચલાવીને પાકિસ્તાનના કબજામાંથી તમામ વિસ્તાર છોડાવી લીધા હતા. તમામ પોસ્ટ પર ફરી કબજા જમાવી લેવામાં આવ્યોહતો. સિયાચીન ગ્લેશિયર દુનિયાના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર તરીકે છે. હવે તે સંપૂર્ણરરીતે ભારતીય સેનાના કબજામાં છે. જટિલ પરિÂસ્થતી અને ભીષણ ઠંડી હોવા છતાં ભારતીય સેના ત્યાં ફરજ બજાવે છે. ભારતીય સેનાએ હમેંશા પાકિસ્તાનની સેના અને ત્રાસવાદીઓને જારદાર કાર્યવાહી કરીને જડબાતોડ જવાબ આપ્યા છે. હવે ભારતીય જવાનોનો નેતિક જુસ્સો આસમાને છે.