નવી દિલ્હી : સ્વર્ણ મંદિર સંકુલમાં આર્મીના ઓપરેશન બ્લુસ્ટારની ફરી યાદ તાજી થઇ છે. પહેલીથી આઠ જુન વચ્ચેના ગાળામાં આ ઓપરેશન ચાલ્યુ હતુ. ઓપરેશન બ્લુસ્ટારની ઘટનાને જુનના પ્રથમ સપ્તાહમાં હમેંશા યાદ કરવામાં આવે છે. ઓપરેશન બ્લુસ્ટાર ખૂબ જ દિલધડક ઘટના હતી. શિખ ધર્મના સૌથી પવિત્ર ગણાતા સુવર્ણ મંદિર સંકુલમાં જુન ૧૯૮૪ના દિવસે ભારતીય સેનાએ જે કાર્યવાહી કરી હતી તેને ઓપરેશન બ્લુ સ્ટાર નામ આપવામાં આવ્યુ હતુ. હકીકતમાં સુવર્ણ મંદિરની ણંદર છુપાયેલા ખાલિસ્તાન સમર્થક ત્રાસવાદીઓને બહાર કાઢવા માટે ભારતીય સેનાએ ઓપરેશન હાથ ધર્યુ હતુ. ભારતીય સેના સુવર્ણ મંદિરમાં પ્રવેશી હતી.૧૯૮૪ના દિવસે આ ઓપરેશન બ્લુસ્ટાર ચાલ્યું હતું.
ભારત સરકારના શ્વેત પત્ર મુજબ આ ઓપરેશનમાં ૮૩ જવાન શહીદ થયા હતા. જ્યારે ૨૪૯ ઘાયલ થયા હતા. શ્વેત પત્ર મુજબ ૪૯૩ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ૮૬ ઘાયલ થયા હતા. ૧૫૯૨ની ધરપકડ કરવામાં આવી હતી. તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરાગાંધીએ ઓપરેશન બ્લુસ્ટાર માટેનો આદેશ કર્યો હતો. અમૃતસરમાં હરમીન્દર સાહિબ ઉપર અંકુશ મુકવાના હેતુસર આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જરનેલસિંહ ભીન્ડ્રાનવાલાને દૂર કરી દેવામાં આવ્યા હતા. સંકુલ ઈમારતમાંથી ભીન્ડરાનવાલા ઉપરાંત તેમના સશસ્ત્ર હુમલાખોરોને પણ દૂર કરવામાં આવ્યા હતા. ભીન્ડરાનનવાલાએ અગાઉ હરમીન્દર સાહિબમાં અંકુશ મેળવ્યો હતો અને એપ્રિલ ૧૯૮૦માં તેમાંથી હેડક્વાટરની જવાબદારી અદા કરી હતી. ઓપરેશન બે ભાગમા હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય સેના દ્વારા આ ઓપરેશન હાથ ધરાયું હતું. આમાં ટેન્ક, હેલીકોપ્ટરો, રસાયણિક હથિયારો પણ લઈ જવામાં આવ્યા હતા. ભારતીય સૈનિકોના પક્ષોએ પણ આમા મોટી ખુવારી થઈ હતી. આંકડો ખૂબ મોટો નિકળ્યો હતો. ૮૩ના મોત અને ૨૨૦ ઘાયલોનો આંકડો આવ્યો હતો. ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડામાં ૪૯૨ નાગરીકોના મોત દર્શાવવામાં આવ્યા હતા. જ્યારે બિનસત્તાવાર રીતે ૫ હજાર મોતનો આંકડો મુકાયો હતો. ઓપરેશનના ચાર મહીના બાદ ૩૧મી ઓક્ટોબર ૧૯૮૪ના દિવસે ઈન્દિરાગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી.
દર વર્ષે ઓપરેશન બ્લુસ્ટારની વરસીએ તેને યાદ કરવામાં આવે છે. ઇન્દિરા ગાંધીએ આ આદેશ આપ્યો હતો. જેના કારણે શિખ સમુદાયના લોકોમાં તેમના પ્રત્યે ભારે નારાજગી ફેલાઇ ગઇ હતી. ઓપરેશન બ્લુ સ્ટારના પાંચ મહિના બાદ ૩૧મી ઓક્ટોબર ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી.