અમદાવાદ: પંજાબ એન્ડ સિંધ બેંક આજે ગર્વ થી તેના ૧૫૫૪મુ અને ૧૫૫૫મુ શાખાનું ઉદ્ઘાટનની ઉજવણી કરે છે જેને ચાંદખેડા અને વટવા અમદાવાદ ખાતે એક ગૌરવપૂર્ણ પ્રસંગ અને હૃદયપૂર્વકની અરદાસ અને શબદ કીર્તન દ્વારા રિબન કટીંગ સેરેમની પછી ખોલવામાં આવી હતી. ગુરુદ્વારા જ્ઞાની જી,એ આ નવી શાખાઓની સમૃદ્ધિ માટે આધ્યાત્મિક આહવાન અને આશીર્વાદ માંગ્યા હતા

રિબન કાપવાની વિધિ શ્રી સ્વરૂપ કુમાર સાહા, પંજાબ એન્ડ સિંધ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ.દ્વારા કરવામાં આવી હતી. શ્રી સાહા સાહેબ ને પ્રેરક હાજરી એક મજબૂત સમુદાય સંબંધોને પ્રોત્સાહન આપવા અને અસાધારણ બેંકિંગ સેવાઓ પ્રદાન કરવા માટે બેંકનું સમર્પણ.નું ઉદાહરણ આપે છે. શ્રી. સાહા સાથે . શ્રી અમિત નાગર, ગાંધીનગર ઝોનના ઝોનલ મેનેજર શ્રી. દિપક કુમાર શર્મા, બ્રાન્ચ મેનેજર (ચાંદખેડા) અને શ્રી. શશી ભૂષણ, બ્રાન્ચ મેનેજર (વટવા). હાજર રહ્યા હતા. એમના હાજરી ગ્રાહક સેવામાં અખંડિતતા અને શ્રેષ્ઠતા માટે પંજાબ અને સિંધ બેંકની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

શ્રી સ્વરૂપ કુમાર સાહા, પંજાબ એન્ડ સિંધ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ એ જણવ્યું હતું કે, ” અમારા બેંક ગુજરાત રાજ્યમાં તેના પદચિહ્નને વધુ વિસ્તારવા માટે વ્યૂહાત્મક યોજનાઓ તૈયાર કર્યા છે .આ દ્રષ્ટિને અનુરૂપ,
અમારા બેંક કચ્છ, રાજકોટ, વલસાડ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાઓસહિત ગુજરાતમાં આઠ વધારાની શાખાઓ ખોલશે.”

વધુમાં, એમડી શ્રી. સ્વરૂપ કુમાર સાહાજીએ ખાતરી આપી હતી કે 31 માર્ચ 2025 સુધીમાં સમગ્ર ગુજરાતમાં 50 શાખાઓ ખોલવામાં આવશે . બેંક તેના ડિજિટલ ઉત્પાદનોને સુધારવા માટે પણ રોકાણ કરી રહી છે. બેંકની ડિજિટલ બેંકિંગ એપ્લિકેશન PSB UIC સહિત 12 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે