લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા એકબીજા પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. લોકશાહીમાં આક્ષેપબાજી યોગ્ય છે પરંતુ આક્ષેપબાજી મુદ્દા આધારિત રહે તે જરૂરી છે. અંગત પ્રહારો કરીને હવે રાજકીય તંગદીલી વધારી દેવામાં આવી રહી છે. આવી સ્થિતીમાં ચૂંટણી આચારસંહિતાનો ખુલ્લો ભંગ થઇ રહ્યો છે. આચારસંહિતાના ખુલ્લા ભંગના કારણે નિવેદનબાજી નીચલા સ્તર પર પહોંચી ગઇ છે. ચૂંટણી પંચના અધિકારોને લઇને પ્રશ્ન થઇ રહ્યા છે. નિવેદબાજી એટલી નીચલા સ્તરની કરવામા આવી રહી છે કે મામલા હવે સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ગયા છે.
હાલમાં મામલામાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા બાદ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરીને આચારસંહિતાનો ભંગ કરનાર નેતાઓ સામે કાર્યવાહી કરવા માટે પંચને સાફ આદેશ કર્યો હતો. પંચ દ્વારા ત્યારબાદ પગલા લેવાની શરૂઆત કરવામાં આવી હતી. આની શરૂઆત ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને બસપના વડા માયાવતી સામે પગલા લઇને કરવામાં આવી હતી. ત્યારબાદ અનેક ટોપના નેતાઓને નોટીસ ફટકારી દેવામાં આવી હતી. હાલમાં ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે તેને લઇને રાજકીય પંડિતોમાં ચર્ચા છે. જે રીતની ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેવી ભાષાનો ઉપયોગ કરવો જોઇએ નહીં. ચોક્કસપણે આ પ્રકારની ભાષાનો ભારતીય લોકશાહીમાં કોઇ સ્થાન નથી. જો કે આવી Âસ્થતી પહેલી વખત સર્જાઇ નથી. દરેક ચૂંટણીમાં આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે.
નેતાઓના વાંધાજનક નિવેદન બાદ પંચ દ્વારા આવા નિવેદન કરનાર નેતાઓને નોટીસ જારી કરે છે અને તેમની પાસેથી જવાબની માંગ કરે છે. કેટલીક વખત આવા નીચલા સ્તરના નિવેદન કરનાર સામે કાર્યવાહી કરીને તેમને ચોક્કસ સમય અવધિ માટે પ્રતિબંધિત કરવામાં આવે છે. કેટલાક કેસ પણ કરવામા આવે છે. કેટલાકને થોડાક સમય માટે પ્રચારને રોકવામાં આવે છે. માયાવતી, યોગી આદિત્યનાથ, આઝમ ખાન સહિતના કેટલાક નામો પર હાલમાં ચર્ચા રહી છે. ભાજપના નેતા મેનકા ગાંધી, કોંગ્રેસી નેતા નવજાત સિદ્ધુ પણ કેટલાક સમય માટે પ્રચાર પ્રતિબંધનો સામનો કરી ચુક્યા છે. આઝમ ખાન અને નવજાત સિદ્ધુની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જો કે પહેલા ચૂંટણી પંચ દ્વારા માત્ર નોટીસ જારી કરવામાં આવતી હતી. હવે પંચ વધારે આક્રમક બની રહ્યુ છે. કેટલાક લોકો કોર્ટમાં જતા હતા. આ વખતે મામલો કોર્ટમાં પહોંચી ગયા બાદ કોર્ટે લાલ આંખ કરીને આવા લોકો સામે કેવી કાર્યવાહી કરવામાં આવી છે તેવા પ્રશ્ન કર્યા છે. ચૂંટણી પંચની ભૂમિકા અને તેના અધિકારને લઇને પણ હવે ચર્ચા રહી છે.
અમે ચૂંટણી પંચના અધિકાર અને કર્તવ્યોની જાગવાઇને સમજી લીધા વગર તેમની સામે આગળી ઉઠાવી શકીએ નહીં. ચૂંટણી પંચ દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમ અમે કોઇ વાત પર ધ્યાન આપ્યા વગર ટિપ્પણી કરી નાંખીએ છીએ. બંધારણમાં ચૂંટણી પંચને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે અધિકાર આપે છે. વિસ્તૃત જન પ્રતિનિધી કાનુન પણ છે. છતાં પણ ચૂંટણી પંચની કેટલીક મર્યાદા છે. પંચને જે નેતાઓ અને પાર્ટીની સામે જે કલમ હેઠળ ધારાધોરણના ભંગની ફરિયાદ મળે છે તે હેઠળ તે કેસ દાખલ કરી શકે છે. ત્યારબાદ તમામ બાબતો કોર્ટ પર આધારિત રહે છે. જેને અમે ચૂંટણી આચારસંહિત તરીકે ગણીએ છે તેની ચર્ચા સૌથી વધારે જોવા મળે છે. જેનો ભય ચૂંટણી દરમિયાન તમામને સતાવે છે. તેને લઇને કોઇ આધાર નથી. જો કોઇ ઉમેદવાર ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરે છે તો પંચ તેને નોટીસ આપીને જવાબની માંગ કરે છે.
જો કે નોટીસની અસર હોય છે. કેટલાક નેતાઓ તો નોટીસ મળ્યા બાદ જ પોતાના આંચરણમાં ફેરફાર કરી નાંખે છે. કોઇ ઉમેદવાર આને માનવા માટે તૈયાર ન હોય તો કેસ દાખલ કરવામાં આવે છે. દરેક ચૂંટણીમાં આવી ફરિયાદ પોલીસ સમક્ષ દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ શુ થાય છે તેની કોઇની પાસે માહિતી નથી. આ દિશામાં હવે વધારે આક્રમક રીતે ધ્યાન આપવાની જરૂર છે. મોટા નેતાઓની સામે કેસ દાખલ કરવામાં આવે છે પરંતુ તેઓ પ્રચાર કરતા નજરે પડે છે અને સક્રિય પણ જોવા મળે છે. ચૂંટણી પંચ અને કાયદાની પોત પોતાની મર્યાદા રહેલી છે. આવી સ્થિતીમાં કેટલીક બાબતો પણ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. પંચ રાજકીય વાતાવરણને બદલી શકે તેમ નથી. વિવિધ પગલા લેવાની જરૂર છે.