ભારતીય યુવાનોમાં હાર્ટ અટેકની સમસ્યા હાલના વર્ષોમાં રોકેટ ગતિથી વધી છે. જે તમામ માટે ચિંતાજનક બાબત છે. નિષ્ણાંત તબીબો કહે છે કે જો આ સમસ્યા પર અંકુશ મુકવામાં નહીં આવે તો આ મહામારીના સ્વરૂપમાં આવી શકે છે. હાર્ટ સાથે સંબંધિત નિષ્ણાંત દ્વારા આ મુજબની ચેતવણી આપવામાં આવી છે. મેક્સ સુપર સ્પેશયાલિસ્ટ હોસ્પટલના તબીબ નિત્યાનંદ ત્રિપાઠીએ કહ્યુ છે કે ભારતમાં હાર્ટ અટેકની મહામારીને રોકવા માટે સૌથી જરૂરી બાબત લોકોને જાગૃત કરવાની રહેલી છે. જા એમ કરવામાં નહીં આવે તો વર્ષ ૨૦૨દ સુધી સૌથી વધારે સંખ્યામાં લોકો આ બિમારીથી મૃત્યુ પામશે. ડોક્ટર ત્રિપાઠી કહે છે કે વધતા જતા ટેન્શનના કારણે હાર્ટની તકલીફનો ખતરો સતત વધી રહ્યો છે. પહેલા એમ માનવામાં આવતુ હતુ કે વધતી વયની સાથે આ બિમારી લાગે છે પરંતુ હવે સ્થિતી બદલાઇ ગઇ છે.
હવે નાની વયમાં યુવાનો હાર્ટ અટેકનો શિકાર થઇ રહ્યા છે. હવે મોટા ભાગના લોકો વયના બીજા તબક્કામાં અને ત્રીજા તબક્કામાં હાર્ટની બિમારીથી ગ્રસ્ત બની રહ્યા છે. આધુનિક જીવન શેલીના કારણે ટેન્શનમાં સતત વધારો થઇ રહ્યો છે. વધતા જતા ટેન્શનના કારણે આ બિમારીના સકંજામાં લોકો વધારે આવી રહ્યા છે. જો કે આનુવાંશિક અને પરિવારિક ઇતહાસ હજુ પણ મુખ્ય કારણો પૈકી એક કારણ છે. જો કે યુવા પેઢીમાં મોટા ભાગે મુખ્ય કારણ ટેન્શન અને સતત લાંબા સમય સુધી કામ કરવાની બાબત છે. આ બે કારણ ઉપરાંત લાંબા સમય સુધી સતત કામ અને પુરતી ઉંઘ નહીં માણવાની બાબત પણ આની સાથે જોડાયેલી છે. ધુમ્રપાન અને આરામ કરવાની જીવન પણ ૨૦થી ૩૦ વર્ષની વયમાં લોકોમાં હાર્ટ અટેક માટેના જોખમને વધારી દે છે. દેશની હાર્ટ હોÂસ્પટલોમાં બે લાખથી વધારે ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવે છે.
તેમાં વાર્ષિક ૨૫ ટકાનો વધારો થઇ રહ્યો છે. જો કે આ સર્જરી માત્ર તાત્કાલિક લાભ માટે કરવામાં આવે છે. હાર્ટ રોગના કારણે થનાર મોત અને તેને રોકવા માટે તેના જાખમ અંગે માહિતી આપવામાં આવે તે જરૂરી છે. જોખમી પરિબળો અંગે માહિતી આપીને ગંભીરતાથી બચાવી શકાય છે. ડોક્ટર ત્રિપાઠીના કહેવા મુજબ કોરોનરી હાર્ટ ડીસિઝ ઠિક થઇ શકે તેમ નથી. પંરતુ તેની સારવારથી લક્ષણોને રોકી શકાય છે. હાર્ટની કાર્યપ્રણાલીમાં સુધારો કરી શકાય છે. આના કારણે હાર્ટ અટેકના ખતરાને ઘટાડી શકાય છે. સમસ્યાને ઘટાડી દેવામાં મદદ મળે છે. આના માટે જીવનશેલીમાં પરિવર્તન જરૂરી છે. દવા અને નોન ઇન્વેન્સિવ સારવાર પણ સામેલ છે. વધારે પડતા ગંભીર મામલામાં સર્જરીની જરૂર પડે છે. ત્રિપાઠીના કહેવા મુજબ તમામ હાર્ટ રોગીમાં લક્ષણ એક સમાન રહેતા નથી. સાથે સાથે છાતીમાં દુખાવો સામાન્ય લક્ષણ નથી. કેટલાક લોકોને અપચની જેમ અસહજ અનુભવ તઇ શકે છે. કેટલાક મામલામાં ગંભીર પિડા થાય છે. સામાન્ય રીતે પિડા છાતીની વચ્ચે થાય છે. જે હાથ, ગરદન અને જડબામાં થાય છે. સાથે સાથે હાર્ટ બીટમાં ફેરફાર જાવા મળે છે. ધમની સંપૂર્ણપણે રોકાઇ જાય છે. જો આવુ થાય તો અટેક થાય છે. જે હાર્ટની માંસપેશીને નુકસાન કરે છે. હાર્ટના રોગમાં પરસેવા આવે છે. ચક્કર આવે છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જુદા જુદા પ્રકારના પોષક તત્વો ધરાવતાં ફ્રૂટ આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી રહે છે.
હવે ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સફરજન હાર્ટ સાથે સંબંધિત તકલીફોને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. હાર્ટના આરોગ્યને જાળવી રાખવામાં તે ઉપયોગી છે. કાર્દિયો હેલ્થ સાથે સફરજનના સીધા સંબંધો રહેલા છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટન ઓસ્ટ્રેલિયામાં ફાર્મા કોલોજીમાં તબીબી વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સફરજનમાં ઘણા પોષક તત્વો રહેલા છે.
નાઈટ્રીક ઓક્સાઈડ (એનઓ) ઉત્પાદન પર સફરજનની અસરમાં અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. આ તમામ પ્રકારના પોષક તત્વો હાર્ટ માટે ઉપયોગી સાબિત થાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઇન્ડોથેલિયમના નાઈટ્રીક ઓક્સાઈડ ઉત્પાદન કરવામાં તથા બ્લડ વિસલ સાથે સંબંધ રહેલા છે. વિટામીન પી અને સીલટ્રીન તરીકે જાણીતા ફ્લેવોનોઈડ સફરજનના સ્કીન ઉપર અસરમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. નાઈટ્રીક ઓક્સાઈડ નજીકના સ્નાયુઓને આરામદાયક સ્થિતિમાં રાખવામાં તથા તેમને મજબૂત બનાવવામાં ચાવીરૂપ અને નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આરામના પરિણામ સ્વરૂપે બ્લડ વિસલના કારણે લોહીના પ્રવાહમાં સ્થિરતા જળવાય છે.