બેઈઝીંગની સ્પર્મ બેંક પેકિંગ યુનિવર્સિટીએ એક અજીબોગરીબ શરત મૂકી છે જે મુજબ સ્પર્મ બેંકમાં એ જ લોકો સ્પર્મ ડોનેટ કરી શકશે જે સત્તારૂઢ કોમ્પ્યુનિસ્ટ પાર્ટી પ્રત્યે શ્રધ્ધા અને વિશ્વાસ હશે.
આ શરતો કમ્યુનિસ્ટ પાર્ટી અને તેમના પ્રમુખ શી જિનપિંગને ખુશ કરવા માટે મૂકી છે. આ સિવાય પણ કેટલીક શરતો મૂકી છે. આ ફરમાન શુક્રાણુ ડોનેશનના અંતર્ગત એક અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ જેના ભાગ રૂપે સ્પર્મ બેંકે બુધવારે આ અભિયાન શરૂ કર્યુ હતુ અને સ્પર્મ બેંકે વીચેટ ઉપર આ અંગે એક નોટીસ જાહરે કરી હતી. જેમાં ડોનર્સ અંગેની શરતો પણ મૂકવામાં આવી હતી.
ચીનના નેશનલ હેલ્થ કમિશનના જણાવ્યાનુસાર ચીનમાં 23 સ્પર્મ બેંક છે પરંતુ સ્પર્મ ડોનરની ખૂબ અછત છે. સ્પર્મ બેંકની શરતોમાં – ડોનરને પોતાની માતૃભૂમિ સાથે પ્રેમ હોવો જોઈએ – કમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વનો સ્વીકાર હોવો જોઈએ – પાર્ટીના સિધ્ધાંતો પ્રત્યે નિષ્ઠા હોવી જોઈએ – કોઈ પણ પ્રકારની રાજનૈતિક સમસ્યા ન હોવી જોઈએ.