માત્ર લીડ અભિનેત્રીના રોલ  કરશે :પ્રિયંકાની સ્પષ્ટ વાત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડ અને હોલિવુડની  ફિલ્મોમાં પોતાની કુશળતાના કારણે લોકપ્રિયતા મેળવી લેનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ સાફ શબ્દોમાં કહ્યુ છે કે તે લીડ અભિનેત્રીવાળા રોલ જ કરશે. તે સિવાય તે કોઇ ફિલ્મમાં કામ કરવાની યોજના ધરાવતી નથી. તેનુ કહેવુ છે કે તે સહાયક અભિનેત્રી અને આ પ્રકારના અન્ય રોલ કરવા માટેની ઇચ્છા ધરાવતી નથી. ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પોતાની અલગ ઓળખ ઉભી કરી ચુકેલી પ્રિયંકા  ચોપડાએ કહ્યુ છે કે તે ઘણા સમયથી હિન્દી ફિલ્મોથી દુર રહી છે.

હાલમાં તેને સલમાન ખાનની સાથે ભારત ફિલ્મ મળી જતા ચાહકો ભારે ઉત્સુક અને ખુશ હતા. આ બંનેની જાડીને જાવા માટે ચાહકો આશાવાદી બનેલા હતા. જા કે હવે પ્રિયંકા ચોપડા ફિલ્મમાંથી નિકળી જતા ચાહકો નિરાશ થયા છે. તે અંગત કારણોસર ફિલ્મમાંથી નિકળી ગઇ છે. ફિલ્મમાંથી નિકળી ગયા બાદ અટકળોનો દોર ચાલી રહ્યો હતો. હવે પ્રિયંકા ચોપડાએ સંકેત આપ્યો છે કે ફિલ્મમાં તે લીડ રોલમાં દેખાઇ રહી ન હતી. પ્રિયંકા ભારતમાં પોતાની સહ અભિનેત્રી દિશા પટનીની સાથે ફિલ્મના પોસ્ટર્સ શેયર કરવા માટે ઇચ્છુક ન હતી. જેથી તે હવે ફિલ્મ કરવા માટે ઇન્કાર કરી ચુકી છે. જેથી તે ફિલ્મ સાવધાનીપૂર્વક હાથ ધરી રહી છે.

પ્રિયંકા ચોપડાએ કહ્યુ છે કે તે હવે જે ફિલ્મ અને ટીવી શોની પસંદગી કરશે તેમાં જા લીડ રોલ હશે તો જ સ્વીકાર કરશે. તે રોલ સાથે કોઇ બાંધછોડ કરવા માટે તૈયાર નથી. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તે જે રોલ કરી રહી છે તેને તેની જાતિ સાથે કોઇ લેવાદેવા નથી. જેથી તે કોઇ પણ દેશની ફિલ્મ કરી રહી છે. લીડિંગ રોલને લઇને તે કોઇ બાંધછોડ કરવા માટે તૈયાર નથી. પ્રિયંકા હાલમાં ઇન્ટરનેશનલ સ્ટાર તરીકે છે.

Share This Article