ઓઇલ એન્ડ નેચરલ ગેસ (ઓએનજીસી) હિંદુસ્તાન પ્રેટ્રોલિયમ કોર્પોરેશન (એચપીસીએલ) (બીએસઇ/એનએસઇઃ ૫૦૦૧૦૪) માં સરકારના તમામ ૫૧.૧૧ ટકા શેરની ખરીદી કરશે. આ ખરીદીને કારણે ભારત સરકાર દ્વારા ઓઇલ મેજર બનવા તરફ પ્રોત્સાહન મળી રહેશે. જે આંતરરાષ્ટ્રીય અને ખાનગી ક્ષેત્રની ઓઇલ એન્ડ ગેસ કંપનીઓ સામે ઉમદા પ્રદર્શન આપવા સક્ષમ બનાવશે. આ વિશે નાણા મંત્રી અરૂણ જેટલીએ પોતાના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી. ઓએનજીસી સરકારને શેર દીઠ ૪૭૩.૯૭ રૂપિયાની ચૂકવણી કરશે.