વનડે શ્રેણી : ટીમ ઇન્ડિયાની ઘોષણા, ધોની ફરીથી સામેલ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નવી દિલ્હી :  આગામી વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાનારી બે અલગ અલગ વનડે શ્રેણી માટે બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાની જાહેરાત આજે કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયાની સામે ટી-૨૦ શ્રેણીમાં ધોનીને આરામ આપવામાં આવ્યો હતો. હવે ધોનીને આરામ અપાયા બાદ વનડે શ્રેણીમાં ફરી સામેલ કરી લેવામાં આવ્યો છે. ધોની ઉપરાંત એશિયા કપમાં ઇજાગ્રસ્ત થયા બાદ ટીમની બહાર થયેલા હાર્દિક પંડ્યા અને મોહમ્મદ સામીને પણ ફરી સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ૧૨મી જાન્યુઆરીથી ત્રમ વનડે મેચોની શ્રેણી અને ૨૩મી જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડમાં પાંચ વનડે મેચોની શ્રેણી રમશે. ભારતે પોતાની છેલ્લી વનડે શ્રેણી વેસ્ટઇન્ડિઝની સામે રમી હતી.

કેરેબિયન ટીમની સામે પહેલી બે વનડે બાદ સમીને બહાર કરવામાં આવ્યો હતો. ટીમમાં પંત, મનિષ પાંડે અને ઉમેશ યાદવને સામેલ કરવામાં આવ્યા નથી. પસંદગીકારોએ વનડે શ્રેણીની સાથે સાથે ન્યુઝીલેન્ડમાં રમાનારી ટી-૨૦ શ્રેણી માટે પણ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. છઠ્ઠી ફેબ્રુઆરીથી ત્રણ મેચોની શ્રેણી રમાશે. ટીમ ઇન્ડિયા ૧૨મી જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રણ મેચોની શ્રેણી રમશે. ત્યારબાદ એડિલેડમાં ૧૫મી જાન્યુઆરી અને ૧૮મીએ મેલબોર્નમાં રમશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા બાદ ન્યુઝીલેન્ડ માટે રવાના થશે. જ્યાં પ્રવાસની શરૂઆત પાંચ વનડે મેચોની શ્રેણી સાથે કરશે.

ભારતીય ટીમ ન્યુઝીલેન્ડની સામે ૨૩મી જાન્યુઆરીના દિવસે નેપિયરમાં રમશે. ત્યારબાદ શ્રેણીની બીજી વનડે ૨૬મી જાન્યુઆરીના દિવસે રમાશે. આ બંને દેશોમાં રમાનાર વનડે શ્રેણીમાં સ્થાન નહીં મેળવનાર પંત ભારત પરત ફરીને ભારત એ તરફથી ઇંગ્લેન્ડ લોયન્સની સામે પાંચ વનડે મેચોની શ્રેણીમાં રમશે. જા કે તે ન્યુઝીલેન્ડમાં રમાનારી ટી-૨૦માં રમશે. ટી-૨૦ ટીમમાં પહેલાથી જ બે વિકેટકીપર ધોની અને દિનેશ કાર્તિક છે. આ પહેલા ધોની ભારતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં રમાયેલી ટી-૨૦ શ્રેણીનો હિસ્સો ન હતો. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાનારી વનડે મેચ માટે ટીમ ઇન્ડિયા નીચે મુજબ છે.

ભારતીય વનડે ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, રાહુલ, ધવન, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, ધોની, હાર્દિક પંડ્યા, કુલદીપ, યુજવેન્દ્ર, જાડેજા, ભુવનેશ્વર, બુમરાહ, ખલીલ, સમી.

ન્યુઝીલેન્ડ સામેની ભારતીય ટ્‌વેન્ટી ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, ઋષભ પંત, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, ધોની, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કુલદીપ, યુજવેન્દ્ર, ભુવનેશ્વર, બુમરાહ, ખલીલ અહેમદ.

Share This Article