ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલે પાંચ વનડે મેચોની શ્રેણીની પાંચમી મેચ થિરવનંતપુરમ ખાતે રમાનાર છે. ભારતીય ટીમ શ્રેણીમાં હાલમાં ૨-૧ની લીડ ધરાવે છે. શ્રેણીમાં હજ સુધી ભારતે બે અને વેસ્ટ ઇન્ડિઝે એક મેચ જીતી છે. એક મેચ રોમાંચક તબક્કામાં પહોંચી ગયા બાદ છેલ્લા બોલે ટાઇ પડી હતી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શ્રેણી ૩-૧થી જીતી લેવા માટે તૈયાર છે. થિરુવનંતપુર ખાતે રમાનારી મેચની સાથે સાથે નીચે મુજબ છે.
- ભારત-વિન્ડિઝ આવતીકાલે થિરુવનંતપુરમ ખાતે પાંચમી વનડે મેચ રમાનાર છે. જેને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે
- આવતીકાલે મેચનુ પ્રસારણ આવતીકાલે બપોરે ૧.૩૦ વાગ્યાથી કરવામાં આવનાર છે
- ભારતીય ટીમ શ્રેણી ૩-૧થી જીતી લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે
- બંને દેશો વચ્ચે હજુ સુધી ૧૨૫ મેચો રમાઇ છે જે પૈક વિન્ડીઝે ૬૨ અને ભારતે ૫૮ મેચો જીતી છે
- બંને દેશો વચ્ચે પ્રથમ વન ડે નવમી જૂન ૧૯૭૯ના દિવસે રમાઈ હતી. જેમાં વિન્ડિઝે નવ વિકેટે જીત મેળવી હતી
- વિરાટ કોહલીએ દસ હજાર રનની સિદ્ધી પહેલાથી જ હાંસલ કરી લીધી છે
- થિરુવનંતપુરમ મેદાન ખાતે રમાયેલ મેચને લઈને તમામ તૈયારીઓ કરાઈ
- મેચ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તમામ તૈયારીઓ કરાઈ
- ભારતીય ક્રિકેટ ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા, ટીમમાં ભુવનેશ્વર અને બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો
- ભારતીય ટીમ કોહલીના નેતૃત્વમાં અને વિન્ડિઝની ટીમ હોલ્ડરના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે
- બે ટેસ્ટ મેચોની શ્રેણી ભારતે ૨-૦થી જીતી લીધા બાદ ટીમ ઈન્ડિયા વન ડે શ્રેણી પણ જીતવા ઉત્સુક
- ડે નાઈટ મેચને લઈને ભારે રોમાંચ
- કરોડો ક્રિકેટ ચાહકો અંતિમ મેચને લઇને ભારે રોમાંચ
- કોહલી, શિખર ધવન, રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોની ઉપર તમામની નજર
- વેસ્ટ ઇન્ડિઝની ટીમ લડાયક દેખાવ કરવા માટે તૈયાર છે.