થિરુવનંતપુરમ : ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલે પાંચ વન મેચોની શ્રેણીની અંતિમ વનડે મેચ રમાનાર છે. ઇતિહાસ પર નજર કરવામાં તો બંને ટીમો આંકડાની દ્રષ્ટિએ ખુબ નજીક છે. ભારતીય ટીમ છેલ્લા કેટલાક વર્ષોમાં વિન્ડીઝની સામે જારદાર દેખાવ કરી રહી છે. વર્તમાન શ્રેણીમાં પણ ભારતીય ટીમ જારદાર દેખાવ દેખાવ કરી રહી છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ પહેલા ભારતીય ટીમ પર પ્રભુત્વ ધરાવતી હતી. જ્યારે ક્લાઇવ લોઇડના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ હતી ત્યારે તેમની ટીમ ખુબ શક્તિશાળી હતી. એ વખતે ભારતીય ટીમ પ્રમાણમાં નબળી હતી.
વેસ્ટ ઇન્ડિઝના બોલરોનુ પ્રભુત્વ રહેલુ હતુ.વિન્ડીઝની ટીમમાં માલ્કમ માર્શલ, માઇકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટસ અને અન્ય બોલરો હતા. જે શક્તિશાળી હતા. તેમની સામે રમવામાં તો દરેક બોલરોને તકલીફ પડતી હતી. તેમની વચ્ચે રમાયેલી મેચોના ઇતિહાસ પર નજર કરવામા આવે તો વેસ્ટ ઇન્ડિઝનો દેખાવ ભારત કરતા હજુ પણ પ્રમાણમાં સારો રહ્યો છે. જા કે વિન્ડીઝનો સુવર્ણ યુગ હતો ત્યારે વિન્ડીઝે મોટા ભાગની મેચોમાં ભારત સામે જીત મેળવી હતી. જા કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિન્ડીઝની ટીમ મોટા ભાગે ભારતની સામે હારી છે. તેમની વચ્ચે હજુ સુધી કુલ ૧૨૫ મેચો રમાઇ રહી છે. જે પૈકી ૬૨માં વેસ્ટ ઇન્ડિઝની જીત થઇ છે. ભારતની ૫૮ મેચોમાં જીત થઇ છે. બે મેચ ટાઇ અને ત્રણ મેચો પરિણામવગરની રહી છે. તેમની વચ્ચે પ્રથમ મેચ પ્રુડેÂન્શયલ વર્લ્ડ કપમાં રમાઇ હતી. નવમી જુન ૧૯૭૯માં આ મેચ રમાઇ હતી. એજબેસ્ટન ખાતે રમાયેલી આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ગ્રુપ બીની મેચમાં નવ વિકેટે જીત મેળવી
હતી. તેમની વચ્ચે છેલ્લી મેચ ૨૯મી ઓક્ટોબરના દિવસે રમાઇ હતી. જેમાં ભારતની ૨૨૪ રને જીત થઇ હતી. જા કે છેલ્લા ૧૬ વર્ષમાં સ્થિતી બદલાઇ ગઇ છે અને આ વર્ષોમાં ભારતનુ પ્રભુત્વ રહ્યુ છે. ટેસ્ટ ક્રિકેટની વાત કરવામાં આવે તો બંને દેશો વચ્ચે હજુ સુધી કુલ ૯૬ ટેસ્ટ મેચ રમાઇ ચુકી છે. જે પૈકી ભારતે ૨૦ અને વેસ્ટ ઇન્ડિઝે ૩૦ ટેસ્ટ મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે ૪૬ ટેસ્ટ મેચ ્ ડ્રો રહી છે. હેડ ટુ હેડમાં વિન્ડીઝ આગળ દેખાય છે. આંકડાન દ્રષ્ટિએ તે મજબુત છે. પાંચમી મેચ જીતી ભારત વિન્ડીઝના આંકડાન વધુ નજીક પહોંચવા માટે ઇચ્છુક છે.