પુણે: વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી બીજી મેચ ટાઇમાં રહ્યા બાદ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પાંચ વન ડે મેચોની શ્રેણીની ત્રીજી ડે નાઇટ વનડે આવતીકાલે પુણેમાં રમાનાર છે. આ મેચ નિર્ણાયક સાબિત થઇ શકે છે. જેથી ભારતીય ટીમ કોઇ પણ કિંમતે આ મેચ જીતવા માટેના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. પુણેમાં અનેક રેકોર્ડ રહેલા છે. બીજી બાજુ વેસ્ટ ઇન્ડીઝના પ્રભુત્વને તોડીને હવે ભારતીય ટીમ પર એકંદરે જીતના મામલે તેની નજીક પહોંચી રહી છે. ભારતીય ટીમ છેલ્લા કેટલાક વર્ષોમાં વિન્ડીઝની સામે જારદાર દેખાવ કરી રહી છે. પ્રથમ મેચમાં પણ આ દેખાવ જારી રહ્યો હતો.
ગુવાહાટી મેચમાં જંગી જુમલો વિન્ડીઝે ખડક્યો હોવા છતાં ભારતે સરળતાથી મેચ જીતી લઇને પોતાની સર્વોપરિતા સાબિત કરી હતી. જા કે બીજી મેચ ટાઇ રહી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમ પહેલા ભારતીય ટીમ પર પ્રભુત્વ ધરાવતી હતી. જ્યારે ક્લાઇવ લોઇડના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ હતી ત્યારે તેમની ટીમ ખુબ શક્તિશાળી હતી. એ વખતે ભારતીય ટીમ પ્રમાણમાં નબળી હતી. વેસ્ટ ઇન્ડિઝના બોલરોનુ પ્રભુત્વ રહેલુ હતુ.વિન્ડીઝની ટીમમાં માલ્કમ માર્શલ, માઇકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટસ અને અન્ય બોલરો હતા. જે શક્તિશાળી હતા. તેમની સામે રમવામાં તો દરેક બોલરોને તકલીફ પડતી હતી. તેમની વચ્ચે રમાયેલી મેચોના ઇતિહાસ પર નજર કરવામા આવે તો વેસ્ટ ઇન્ડીઝનો દેખાવ ભારત કરતા હજુ પણ પ્રમાણમાં સારો રહ્યો છે. જા કે વિન્ડીઝનો સુવર્ણ યુગ હતો ત્યારે વિન્ડીઝે મોટા ભાગની મેચોમાં ભારત સામે જીત મેળવી હતી.
જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિન્ડીઝની ટીમ મોટા ભાગે ભારતની સામે હારી છે. તેમની વચ્ચે હજુ સુધી કુલ ૧૨૩ મેચો રમાઇ રહી છે. જે પૈકી ૬૧માં વેસ્ટ ઇન્ડિઝની જીત થઇ છે. ભારતની ૫૭ મેચોમાં જીત થઇ છે. બે મેચ ટાઇ અને ત્રણ મેચો પરિણામવગરની રહી છે. તેમની વચ્ચે પ્રથમ મેચ પ્રુડેÂન્શયલ વર્લ્ડ કપમાં રમાઇ હતી. નવમી જુન ૧૯૭૯માં આ મેચ રમાઇ હતી. એજબેસ્ટન ખાતે રમાયેલી આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ગ્રુપ બીની મેચમાં નવ વિકેટે જીત મેળવી હતી. તેમની વચ્ચે છેલ્લી મેચ વિશાખાપટ્ટનમ ખાતે રમાઇ હતી. જે રોમાંચક તબક્કામાં પહોંચી ગયા બાદ અંતે ટાઇ રહી હતી. છેલ્લે શ્રેણીમાં ભારતે જીત મેળવી હતી.
જો કે છેલ્લા ૧૬ વર્ષમાં સ્થિતી બદલાઇ ગઇ છે અને આ વર્ષોમાં ભારતનુ પ્રભુત્વ રહ્યુ છે. ટેસ્ટ ક્રિકેટની વાત કરવામાં આવે તો બંને દેશો વચ્ચે હજુ સુધી કુલ ૯૬ ટેસ્ટ મેચ રમાઇ ચુકી છે. જે પૈકી ભારતે ૨૦ અને વેસ્ટ ઇન્ડિઝે ૩૦ ટેસ્ટ મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે ૪૬ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. હેડ ટુ હેડમાં વિન્ડીઝ આગળ દેખાય છે. આંકડાન દ્રષ્ટિએ તે મજબુત છે. આંકડાની દ્રષ્ટિએ પણ ભારત હવે વિન્ડીઝને પાછળ છોડી શકે છે.