નોટિગ્હામ : નોટિગ્હામના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે આઇસીસી વર્લ્ડ કપની મેચમાં ભારતની ટક્કર ન્યુઝીલેન્ડ સામે થનાર છે. જો વરસાદ વિલન નહીં બને તો ચાહકોને એક રોમાંચક મેચ જાવા મળી શકે છે. કારણ કે વર્તમાન વર્લ્ડ કપમાં બંને ટીમોએ પોત પોતાની તમામ મેચો જીતી છે. ભારતીય ટીમ હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. ભારતે પોતાની મેચો જીતીને પોતાની તાકાતનો પરિચય આપી દીધો છે. નોટિગ્હામમાં રમાનારી મેચમાં ભારત તરફથી શિખર ધવન રમનાર નથી. તે ઇજાગ્રસ્ત થયો છે. જેથી તેની જગ્યાએ આવતીકાલની મેચમાં ઓપનિંગ કોણ કરશે તે મોટો પ્રશ્ન થઇ ગયો છે. વર્લ્ડ કપની હજુ સુધીની સૌથી રોચક મેચ પૈકીની એક મેચ તરીકે આ રહી શકે છે. પાંચમી જુનના દિવસે પોતાની પ્રથમ મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની સામે જીત મેળવીને શાનદાર શરૂઆત કર્યા બાદ ભારતે નવમી જુનના દિવસે ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી.રોમાંચકતાની સાથે સાથેનો ઘટનાક્રમ નીચે મુજબ છે.
- ભારત અને ન્યુઝીલેન્ડની મેચ જાવા મોટી સંખ્યામાં ચાહકો પહોંચે તેવી વકી. નોટિગ્હામના મેદાન પર હાઉસફુલનો શો રહી શકે છે
- ભારતને ન્યુઝીલેન્ડની સામે મેચ જીતવા માટેની ઉંડી તક છે
- વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડનુ પ્રભુત્વ રહ્યુ છે. તેમની વચ્ચે સાત મેચો રમાઇ છે જે પૈકી ન્યુઝીલેન્ડે ચાર મેચો જીતી અને ભારતે ત્રણ મેચો જીતી છે
- ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપમાં છેલ્લી મેચ ૨૦૦૩ના વર્લ્ડ કપમાં રમાઇ હતી. જેમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે સાત વિકેટે જીત મેળવી હતી
- ભારતને મોટો ફટકો પડી ચુક્યો છે, કારણ કે ઓપનિંગ બેટસમેન શિખર ધવન બહાર થયો છે
- રોહિત શર્મા, રાહુલ, ધોની પર તમામની નજર રહેશે
- ભારત તરફથી વિરાટ કોહલી પર બેટિંગને લઇને મુખ્ય આધાર રહેશે
- બન્ને ટીમોમાં અનેક સ્ટાર ખેલાડી હોવાથી મેચ રોમાંચ જગાવશે
- વર્લ્ડ કપમાં કુલ ઇનામી રકમ ૧૦ કરોડ રૂપિયાથી વધારે છે
- ઇનામી રકમ આ વખતે ગયા વર્લ્ડ કપ જેટલી રાખવામાં આવી છે