ઇંગ્લેન્ડની ટીમ વિશ્વ વિજેતા ટીમ બની ચુકી છે. જો કે બાઉન્ડ્રીના આધાર પર જે રીતે વિજેતા ટીમને લઇને નિર્ણય કરવામાં આવ્યો તેને લઇને તમામ લોકો ખુશ નથી. વાત ચાર પૈકી ત્રણ ટાઇ મેચોની કરવામાં આવે તે કેટલીક બાબતો સ્પષ્ટ થઇ જાય છે. વર્લ્ડ કપ ૧૯૯૯માં સેમીફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઇ હતી. આ મેચ ટાઇમાં રહ્યા બાદ નિર્ણય હે ટુ હેડના આધાર પર કરવામાં આવ્યો હતો.આ મેચ બર્મિગ્હામમાં રમાઇ હતી.
બંને ટીમોએ ૨૧૩-૨૧૩ રન કર્યા હતા. મેચ ટાઇ રહી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ સુપર સિક્સમાં સારા રન રેટના કારણે પહોંચી ગઇ હતી. વર્ષ ૨૦૦૭માં ટી૨૦ બોલ આઉટ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. ભારતે વર્ષ ૨૦૦૭માં ટી-૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે મેચ ટાઇ કરી હતી. ત્યારબાદ બોલઆઉટ મુકાબલામાં ભારતે જીત મેળવીને બે પોઇન્ટ મેળવ્યા હત. એ વખતે બન્ને ટીમોએ ૧૪૧-૧૪૧ રન કર્યા હતા.
ટાઇ થયા બાદ બોલ આઉટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભારત તરફથી બોલઆઉટમાં સહેવાગ, હરભજન અને રોબિન ઉથપ્પાએ ગિલ્લી વિખેરી હતી. પાકિસ્તાન તરફથી ત્રણ બોલર ઉમર ગુલ, યાસિર અરાફાત અને શાહિદ આફ્રિદી આવૂ કરવામાં સફળ રહ્યા ન હતા. ત્યારબાદ આ નિયમ પર સુપર ઓવરને વર્ષ ૨૦૦૮માં મહત્વ આપવામા આવ્યુ હતુ. આવી જ રીતે અન્ય એક નિયમના લીધે વર્ષ ૧૯૯૯માં હોબાળો થયોહતો. એ વખતે આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે સિડનીમાં મેચ રમાઇ હતી. આ મેચમાં વરસાદ પડી ગયોહતો. એ વખતે આફ્રિકાને મેચ જીત માટે ૧૩ બોલમાં ૨૨ રનની જરૂર હતી. પરંતુ જ્યારે મેચ ફરી શરૂ થઇ ત્યારે ડકવર્થ લુઇસ નિયમ મુજબ આફ્રિકાને મેચ જીત માટે એક બોલમાં ૨૨ રનના લક્ષ્યાકની વાત થઇ હતી.
જે શક્ય નથી. આ રીતે અનેક વખત નિયમોને લઇને હોબાળો રહ્યો છે. આઇસીસીની તમામ હાઇ પ્રોફાઇલ સમિતી હજુ સુધી ૫૦ ઓવરની મેચ માટે ટાઇની સ્થિતીમાં એક સરળ નિયમ બનાવી શકી નથી. સામાન્ય રીતે લાગતુ તો નથી કે વર્લ્ડ કપની ફાઇનલમાં બાઉન્ડ્રી આધારે હવે ફરી ફેંસલો થશે પરંતુ કેટલાક અન્ય વિકલ્પ પર વિચારણા થઇ શકે છે જે નીચે મુજબ છે.
- ડબલ સુપર ઓવરથી નિર્ણય કરવામાં આવી શકે છે. એક સુપર ઓવરમાં નિર્ણય ન થાય તો બીજા સુપર ઓવરની મદદ લેવામાં આવી શકે છે. જેમ ફુટબોલમાં પેનલ્ટી શુટઆઉટ બાદ સડન ડેથની મદદ લેવામાં આવે છે
- ઓછી વિકેટ ગુમાવનારને તક મળવી જાઇએ. જા ૫૦ ઓવર પૂર્ણ થયા બાદ બંને ટીમોના સ્કોર સરખા રહે તો આવી સ્થિતીમાં લાભ એ ટીમને આપી શકાય છે જે ટીમે પોતાની ઇનિગ્સમાં ઓછી વિકેટ ગુમાવી છે
- સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવાનો વિકલ્પ રહેલો છે. જા નિર્ધાિરત ૫૦ ઓવર અને ડબલ સુપર પાવર ઓવર પણ બરોબર રહે તો બંને ટીમોને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવે તે જરૂરી છે