માનચેસ્ટર : માન્ચેસ્ટરના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે આઇસીસી વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઇનલમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડની સામે ટકરાશે. આ મેચ ફાઇટ ટુ ફિનિશ તરીકે રહે તેવી શક્યતા છે. મેચને લઇને કરોડો ચાહકો ભારે ઉત્સુક છે.
- ભારત અને ન્યુઝીલેન્ડની મેચ જાવા મોટી સંખ્યામાં ચાહકો પહોંચે તેવી વકી છે. માનચેસ્ટરના મેદાન પર હાઉસફુલનો શો રહી શકે છે
- ભારતને ન્યુઝીલેન્ડની સામે મેચ જીતવા માટેની ઉંડી તક છે
- વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડનુ પ્રભુત્વ રહ્યુ છે. તેમની વચ્ચે આઠ મેચો રમાઇ છે જે પૈકી ન્યુઝીલેન્ડે ચાર મેચો જીતી અને ભારતે ત્રણ મેચો જીતી છે અને એક મેચમાં પરિણામ આવી શક્યુ નથી
- ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપમાં આ વર્લ્ડ કપમાં મેચ પડતી મુકાઇ તે પહેલા છેલ્લી મેચ ૨૦૦૩ના વર્લ્ડ કપમાં રમાઇ હતી. જેમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે સાત વિકેટે જીત મેળવી હતી
- ભારતને મોટો ફટકો પડી ચુક્યો છે, કારણ કે ઓપનિંગ બેટસમેન શિખર ધવન બહાર થયો છે શિખર ધવનની ગેરહાજરીમાં રાહુલ જારદાર બેટિંગ કરી રહ્યો છે
- રોહિત શર્મા, રાહુલ, ધોની પર તમામની નજર રહેશે
- ભારત તરફથી વિરાટ કોહલી પર બેટિંગને લઇને મુખ્ય આધાર રહેશે
- બન્ને ટીમોમાં અનેક સ્ટાર ખેલાડી હોવાથી મેચ રોમાંચ જગાવશે
- વર્લ્ડ કપમાં કુલ ઇનામી રકમ ૧૦ કરોડ રૂપિયાથી વધારે છે
- ઇનામી રકમ આ વખતે ગયા વર્લ્ડ કપ જેટલી રાખવામાં આવી છે
- વર્તમાન વર્લ્ડ કપમાં ભારત તરફથી રોહિત શર્માએ પાંચ સદી ફટકારીને નવો જ રેકોર્ડ સર્જયો છે. રોહિત શર્માએ કોઇ એક વર્લ્ડ કપમાં સૌથી વધુ સદીના કુમાર સંગાકારાના રેકોર્ડને તોડી ચુક્યો છે
- ઇનામી રકમ આ વખતે ગયા વર્લ્ડ કપ જેટલી રાખવામાં આવી છે
- વર્તમાન વર્લ્ડ કપમાં ડેવિડ વોર્નર અને રોહિત શર્મા વચ્ચે મેન ઓફ ધ સિરિઝ બનવા માટે મુખ્ય સ્પર્ધા ચાલી રહી છે
કરોડો ચાહકો મેચ જોવા માટે ભારે ઉત્સુક છે