સામાન્ય રીતે કેટલાક લોકો નિયમિત રીતે સફર કરતા રહે છે. જે લોકો નિયમિત રીતે સફરની મજા માણતા રહે છે તે લોકો પોતાની યાત્રાને વધારે વ્યવસ્થિત કરી દેવા માટે એક ખાસ એપ્સને કામમાં લઇ શકે છે. ઓલ ટ્રેલ્સ નામની આ મોબાઇલ એપ અને વેબસાઇટ રહેલી છે. તે આપને આઉટડોરમાં ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે. આમાં આપને પિક્ચર, મેપ્સ, ડાયરેક્શનની સાથે સંપૂર્ણ પ્રકારની માહિતી ઉપલબ્ધ થઇ શકે છે. સમગ્ર દુનિયાની ખાસ જગ્યાની માહિતી આમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. તમે આ મેપ્સને ઓફલાઇન ડાઉનલોડ કરી શકો છો. જો તમે કોઇ સ્થાનને ઓળખતા નથી તો તેને ઓળખી કાઢવા અને શોધી કાઢવા માટે આ એપ્સ સૌથી ઉપયોગી રહેલી છે. આના કારણે તમે તંમારી યાત્રાને વધારે સાનુકુળ બનાવી શકો છો. આવી જ રીતે કલ્ચર ટ્રિપ નામના ટ્રાવેલ મેગેજિન અને એસઇઓ વેબસાઇટ માની શકાય છે. આમાં પણ અનેક પ્રકારની માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમાં હેન્ડલાઇન્સની સાથે આર્ટિકલ હોય છે. તેની બાબતો સ્થાનિક લોકો દ્વારા લખવામાં આવી છે. જેથી આ એપ આપને મનપસંદ આર્ટિકલ્સની વિશ્વ સ્તરની યાદી ઉપલબ્ધ કરાવે છે. તમે જે ડેસ્ટીનેશન પર ફરવા માટે ઇચ્છુક છો તેના માટે એક વિશાળ યાદી તૈયાર કરી શકો છો. આ આર્ટિકલ્સ આપના રેફરન્સ માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.
આવી જ રીતે અન્ય એક ફ્રી એપ ટ્રિપ કેસ છે. જે આપના પ્રવાસને વધારે વ્યવસ્થિત બનાવી નાંખે છે. તેના યાત્રા સંબંધિત કાર્યક્રમમાં ફ્લાઇટ, આવાસ, રેન્ટલ કાર, રેસ્ટોરન્ટ તથા રિઝર્વેશન જેવી બાબતોની માહિતી આપવામાં આવે છે. તમે ટ્રાવેલ્સ કન્ફર્મેશમન ઇમેલને ટ્રિપકેસને મોકલી શકો છો. જેના કારણે બાકી તમામ કામ આ એપ દ્વારા કરી લેવામાં આવનાર છે. ગુગલ ફ્લાઇટસ પણ આપના માટે શાનદાર વિકલ્પ તરીકે છે. જા રાઉન્ડ ટ્રિપ, વનવે અથવા તો મલ્ટીસિટી ફ્લાઇટ્સ અંગે વિમાની ભાડા ચકાસવાની જરૂર છે તો આ સાઇટ ઉપયોગી સાબિત થઇ શકે છે. તે આપને કિંમત અને તારીખની દ્રષ્ટિએ પુરતી માહિતી આપે છે. સાથે સાથે સ્થળ અંગે માહિતી પણ ઉપલબ્ધ કરાવે છે. જે લોકો નિયમિત યાત્રા કરે છે તેમની પાસે મેમ્બરશીપ સ્ટેટ્સ હોવાના કારણે એરપોર્ટ લોન્જ એક્સેસ હોય છે. લોન્જબડી એપથી એરપોર્ટમાં લોન્જ શોધી શકાય છે.
જેના માટે સામાન્ય રીતે ફી લાગે છે. આનાથી જાણી શકાય છે કે અંદર કેવી કેવી સુવિધા રહેલી છે. આવી જ રીતે ઓરાહી કોર્પોરેટ ઓનલી કારપુલિગ પ્લેટફોર્મ છે. આ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના સરળ, સુરક્ષિત અને પોસાય તેવા વિકલ્પ તરીકે છે. આ કાર પુલિંગ એપ રાઇડરને ફ્લેક્સિબિલિટી ઓફર કરે છે. જેના કારણે આપને લાગે છે કે પોતાના વાહનને જ ચલાવી રહ્યા છો. તેમાં સિક્યુરિટી અને પેમેન્ટના ખાસ વિકલ્પ રહેલા છે. હવે આપને પ્રવાસ દરમનિયાન વન ટચ ટ્રાવેલ્સ આસિસ્ટેન્ટ મળી શકે છે. તમામ ઉપરોક્ત એપ્સ અને વેબસાઇટ પર ધ્યાન રાખીને તમામ પ્રકારની સુવિધા સરળ રીતે મેળવી શકાય છે. હાલમાં જુદા જુદા વિસ્તારમાં ફરવા માટેના ઇચ્છુક લોકો માટે પણ જુદી જુદી એપ્સ શરૂ કરવામાં આવી છે. જે એપ્સ તમામ માટે અસરકારક છે. મોબાઇલ એપ્સ અસરકારક સાબિત થાય છે. ઓલ ટ્રેલ્સ, કલ્ચર ટ્રિપ, ટ્રિપ કેસ ગુગલ ફ્લાઇટ્સ ફાયરચેટ અસરકારક છે. લોન્જ બુડી પણ લાભ અપાવે છે. મોંઘા ઇન્ટરનેશનલ ડેટા પેકજ અને ખરાબ ઇન્ટરનેટ કવરેજને હવે ભુલી જવાની જરૂર છે.
ફાયરચેટ એપ યુઝર્સને ડેટા વગર અથવા તો ઇન્ટરનેટના ટેકેસ્ટ મેસેજ સેન્ડ અને રિસિવ કરવાની તક આપે છે. આ મેશ નેટવર્કિગના કારણે શક્ય છે. મેશ નેટવર્કિગ વાયરસેલલી કોમ્યુનિકેટ કરવાની મંજુરી આપે છે. વધારે પ્રમાણમાં પ્રવાસ કરતા લોકોને હમેંશા તમામ એપ્સ અને મેગેઝિન સાથે રાખી શકાય છે જેના કારણે ઇચ્છિત જગ્યા પર ઓછી હેરાનગતિ સાથે પહોંચી શકાય છે. આના કારણે આપને વન ટચ ટ્રાવેલ્સ આસિસ્ટેન્ટ મળી જાય તેનો અનુભવ થાય છે.