પાંચ પૈકી એકને ડાયાબિટીસ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મોટા શહેરોમાં રહેતા પુખ્તવયના ભારતીયોમાં ડાયાબિટીસના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મોટા શહેરોમાં રહેતા પુખ્તવયના દર પાંચ વ્યક્તિ પૈકી એક માત્ર હાઈપરટેન્શનથી જ ગ્રસ્ત નથી બલ્કે ડાયાબિટીસથી પણ પરેશાન છે. મહારાષ્ટ્રમાં આનાથી પણ ચિત્ર ચિંતાજનક છે. મહારાષ્ટ્રમાં દર ત્રણ વ્યક્તિ પૈકી એક વ્યક્તિ હાઈપરટેન્શન અને ડાયાબિટીસથી પરેશાન છે.તાજેતરમાં જ કરાયેલા અભ્યાસમાં આ મુજબની ચોંકાવનારી માહિતી આપવામાં આવ્યા બાદ આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સ્કીની ઇન્ડિયાસ ટ્‌વીન ઇપીડેમીક (એસઆઈટીઈ) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો ધડાકો કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યું છે કે આ બે રોગથી મોટાભાગના લોકો પરેશાન થયેલા છે. ભારતના સૌથી મોટા ક્લીનીક આધારિત સર્વેમાં ઘણી બાબતો ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. મુંબઈમાં આ સર્વેના તારણો જાહેર કરવામાં આવી ચૂક્યા છે.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે એકંદરે આરોગ્ય ચિત્ર ચિંતાજનક છે. ૬૦ ટકા અથવા તો દરેક પાંચ ભારતીયો પૈકી ત્રણ ડાયાબિટીસ અથવા તો હાઈપરટેન્શન અથવા તો બંને રોગથી ગ્રસ્ત છે. મહારાષ્ટ્રમાં આ ટકાવારી ૬૭ ટકાની આસપાસ છે. ચકાસવામાં આવેલા લોકો પૈકી ૪૦ ટકાથી વધુ લોકો ડાયાબિટીસથી ગ્રસ્ત નજરે પડ્યાં છે. દરેક બીજી વ્યક્તિ હાઈપરટેન્શનથી ગ્રસ્ત છે. એક માત્ર મહારાષ્ટ્ર ઉપર જ ધ્યાન આપવામાં આવે તો અહીં પણ હાલત કફોડી બનેલી છે. ૮ રાજ્યોને આવરી લઈને આ અભ્યાસની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મલ્ટી નેશનલ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા સ્પોન્સર કરીને કરવામાં આવેલા અભ્યાસમાં આઠ રાજ્યોના મોટા શહેરોમાં રહેતા ૧૬,૦૦૦ લોકોને આવરી લઈને સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી.

Share This Article