બોલિવુડમાં વધુ એક કપલે ગુડન્યૂઝ આપ્યા, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના ત્યાં બંધાશે પારણું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મનોરંજન જગતમાં એક પછી એક સેલેબ્સ ગુડન્યૂઝ સંભળાવી રહ્યા છે. આલિયા-રણબીર અને સોનમ-આનંદ બાદ હવે વધુ એક સેલિબ્રિટી કપલના ત્યાં પારણું બંધાવાનું છે.

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર પેરેન્ટ્‌સ બનવાના છે. બિપાશા અને કરણ સિંહ ગ્રોવરે ૨૦૧૬માં અંગત પરિવારજનો અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. હવે છ વર્ષ બાદ તેમના પરિવારમાં નાનકડા મહેમાનનું આગમન થશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર ટૂંક સમયમાં જ પ્રેગ્નેન્સીની ઓફિશિયલ જાહેરાત કરી શકે છે.

વર્કફ્રંટની વાત કરીએ તો, કરણ સિંહ ગ્રોવર છેલ્લે વેબ સીરીઝ ‘કૂબૂલ હૈ ૨.૦’માં જોવા મળ્યો હતો. જેમાં તેની સાથે સુરભિ જ્યોતિ હતી. જ્યારે બિપાશા બાસુ ક્રાઈમ-થ્રિલર સીરીઝ ‘ડેન્જરસ’માં દેખાઈ હતી.

Share This Article