~ બાલાજી ડિજિટલ દ્વારા નિર્માણ, એકતા આર કપૂર અને શોભા કપૂરનું ક્રિયેશન અને સાહિર રઝા દ્વારા દિગ્દર્શિત કુલ 2જી મેથી ખાસ જિયોહોટસ્ટાર પરથી ખાસ સ્ટ્રિમ થશે ~
મુંબઈ : આ સમરમાં એવી દુનિયામાં પધારો, જ્યાં શાહીપણું તકલાદી છે, ગોપનીયતા સપાટીની ભીતર દટાયેલી છે અને સત્તાની લાલસા સામે લોહી કશું જ નથી. કુલ ખાસ જિયોહોટસ્ટાર પરથી 2 મે, 2025થી પ્રસારિત થશે, જે તમારે માટે ખાસ જોવા જેવો શો છે. શાહી બિલ્કાનેરની વિલક્ષણ પાર્શ્વભૂમાં સ્થાપિત કુલ ભાંગી પડેલા શાહી વંશની અંધકારમય નાજુકતાઓમાં ડોકિયું કરાવે છે. પરિવારના પ્રમુખ ચંદ્રપ્રતાપની 60મા જન્મદિવસે હત્યા થતાં આ રજવાડું વિશ્વાસઘાત અને લાંબા સમયથી દટાયેલી ગોપનીયતાનું વિચિત્ર સ્થળ બની જાય છે.
સાહિર રઝા દ્વારા દિગ્દર્શિત આ શોમાં નિમ્રત કૌર, રિદ્ધિ ડોગરા અને અમોલ પરાશર મુખ્ય ભૂમિકામાં છે. ઈન્દ્રાણી રાયસિંહની ભૂમિકા ભજવતી નિમ્રત કૌર કહે છે, “ઈન્દ્રાણી સ્થિર જળ પાછળનું વાવાઝોડું છે, તે ગર્ભિત, શાહી અને શાંત શક્તિશાળી છે. કુલે મને શાંતિમાં બોલતી અને જેની વફાદારી આગઝરતી રીતે બળી જાય તેવી શક્તિ ધરાવતી મહિલાની ભૂમિકા ભજવવાની દુર્લભ તક આપી છે. આ વાર્તા મચક આપતી નથી અને મને આવી નક્કર વાર્તાનો હિસ્સો બનવાનું ગૌરવજનક લાગે છે. કુલ તેની ઉત્કૃષ્ટતાએ નક્કર, ફિલ્મી વાર્તાકથન છે અને જિયોહોટસ્ટાર પર સ્ટ્રીમ થતાં તેને હકનું મંચ મળ્યું છે.’’
કાવ્યા રાયસિંઘનું પાત્ર ભજવતી રિદ્ધિ ડોગરા કહે છે, “કાવ્યા તેના ખભા પર મૃતઃપ્રાય વારસાનો બોજ લઈને ચાલે છે. તે મહત્ત્વાકાંક્ષી છે, પ્રેરિત છે, પરંતુ ભીતરથી ભયભીત છે. શૂટિંગ વખતે અમુક તેના બાળપણના આઘાત વાસ્તવિક હોય તેવું લાગ્યું હતું અને તેથી ભાવનાત્મક રીતે પણ મને થોડી અસર થઈ હતી. કાવ્યાનો અમુક ભાગ મારી સાથે સુમેળ સાધતો નથી, કારણ કે તે પોતે સતત નજરે ચઢે, મહત્ત્વ મળે એવું ચાહે છે, જેથી આ વાર્તા અને પાર્શ્વભૂ અત્યંત અલગ છે. વળી, નિમ્રત અને અમોલ સાથે કામ કરવા મળ્યું તે વાવાઝોડાની નજરમાં રહેવા જેવું છે, જ્યાં તે કાચી, અણધારી છે, પરંતુ અતુલનીય રીતે પરિપૂર્ણ છે. આ ભૂમિકાએ મને યોગ્ય માર્ગે ધકેલી અને દુનિયા તે જોઈને કેવી પ્રતિક્રિયા આપશે તે જોવા માટે ઉત્સુક છું.’’
અભિમન્યુ રાયસિંઘની ભૂમિકા ભજવતો અમોલ પરાશર કહે છે, “મારું પાત્ર ખૂબીઓમાં વીંટળાયેલું છે. તે તકલાદી, ક્રોધિત છે છતાં ક્યાંક તમને તેના માટે લાગણી ઊભરી આવશે. આ ભૂમિકા ભજવવાનું કાંદા છોલવા જેવું હતું, જ્યાં દરેક લેયર ઘેરો અને વધુ પીડાદાયક બને છે. અમુક સીને મને નિચોવી નાખ્યો અને અંગત હોય તેવું મહેસૂસ કરાવ્યું. કુલ એટલી સારી લખાઈ છે. તે તૂટેલા સંબંધો, લાલચ અને કસૂર ભાવનામાં ડોકિયું કરાવે છે. કુલનું નિર્માણ એકતા કપૂર કરવાની છે અને તે જિયોહોટસ્ટાર પરથી પ્રસારિત થવાની છે એવું સાંભળ્યું ત્યારે મને ઉત્તમ રીતે આંચકો લાગ્યો. આ બોલ્ડ, તાજી અને અગાઉ આપણે જોયું તેનાથી સાવ અલગ છે. મને હંમેશાં નિમ્રતનો અભિનય ગમ્યો છે. ઈન્દ્રાણીને જીવંત કરતી તેને જોઈને મને પણ તાકાત મળી.”