નવીદિલ્હી : દેશમાં હિજાબ વિવાદના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે, દેશમાં હિજાબ વિવાદ વચ્ચે અમુક લોકો એમના નિવેદનો આપતા હોય છે, આ હિજાબ વિવાદ કર્ણાટકના ઉડ્ડુપીની એક યુનિવર્સિટીથી શરૂ થયો હતો. કોલેજમાં છ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને ક્લાસમાં આવી હતી. આ પછી કુંદાપુર અને બિંદુરની કેટલીક અન્ય કોલેજાેમાં પણ આવા જ કિસ્સા સામે આવ્યા હતા. રાજ્યમાં એવી ઘણી ઘટનાઓ બની છે જેમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને કૉલેજ કે ક્લાસમાં જવાની મંજૂરી આપવામાં આવતી નથી. આ હિજાબ વિવાદે રાજકીય તાપમાનમાં પણ વધારે પડતું વધાર્યું છે, જ્યારે અન્ય જૂથના વિદ્યાર્થીઓ કેસરી ગમછા, દુપટ્ટા અને સાફા પહેરીને કોલેજમાં આવવા લાગ્યા અને જય શ્રી રામના નારા લગાવ્યા. આ પછી દેશભરમાં દેખાવો થયા હતા. સ્થિતિ એવી આવી પહોંચી કે કર્ણાટકની શાળા-કોલેજાે ત્રણ દિવસ માટે બંધ રાખવા ના ર્નિણય પર આવવું પડ્યું. આ હિજાબના વિવાદને લઈને શરૂ થયેલા વિવાદ પર રાજનીતિ અટકવાનું નામ નથી લઈ રહી. એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ હિજાબ વિવાદ પર ટિ્વટ કર્યું છે. એક વીડિયો ટ્વીટ કરતા ઓવૈસીએ કેપ્શનમાં લખ્યું, ‘ઈંશા અલ્લાહ એક દિવસ હિજાબી વડાપ્રધાન બનશે.’ ટિ્વટ કરાયેલા વીડિયોમાં ઓવૈસી કહી રહ્યા છે કે, ‘અમે અમારી દીકરીઓને ઈંશા અલ્લાહ, જાે તે નક્કી કરે કે હું હિજાબ પહેરીશ. તો અમ્મા-અબ્બા કહેશે- દીકરા પહેર, અમે જાેઈશું કે તને કોણ રોકે છે. હિજાબ, નકાબ પહેરીને જ કોલેજ જશે, કલેક્ટર પણ બનશે, બિઝનેસમેન પણ બનશે, એસડીએમ પણ બનશે અને આ દેશમાં એક દિવસ એક છોકરી હિજાબ પહેરીને વડાપ્રધાન બનશે. આ પહેલા અસદુદ્દીન ઓવૈસીએ હિજાબ વિવાદમાં પુટ્ટાસ્વામીના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો ને કહ્યું કે, ‘ભારતનું બંધારણ તમને ચાદર, નકાબ અથવા હિજાબ પહેરવાનો અધિકાર આપે છે કેમ કે “આ આપણી ઓળખ છે”. વધુમાં જણાવ્યું કે , છોકરાઓને જવાબ આપનાર છોકરીને હું સલામ કરું છું, ડરવાની અને ગભરાવાની જરૂર નથી. કોઈપણ મુસ્લિમ મહિલા કોઈપણ ડર વગર હિજાબ પહેરી શકે છે.