વિશ્વ પર્યાવરણ દિવસે પૂજ્ય મોરારી બાપૂએ પંચ તત્વોની સુરક્ષા માટે વૃક્ષારોપણ નું આહ્વાન કર્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

05 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂએ પર્યાવરણની સુરક્ષા અને તેને પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક અને સામૂહિક પ્રયાસો કરવાની જનતાને અપીલ કરી હતી. પંચ તત્વ એટલે કે પૃથ્વી, જળ, આકાશ, અગ્નિ અને વાયુ સંરક્ષણની મહત્વતા ઉપર ભાર મૂકતાં પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે બ્રહ્માંડની માફક મનુષ્ય પણ પંચ તત્વોથી બનેલું છે. મોરારી બાપૂએ કહ્યું હતું કે, આપણે પોતાના સ્વાર્થ, અજ્ઞાનતા અથવા બીજા કારણોથી પંચ તત્વોનું દોહન કર્યું છે. સંસાધનોનું એક મર્યાદાથી વધુ દોહન કરવાના પરિણામો આપણી અને વિશ્વની સમક્ષ જોવા મળી રહ્યાં છે.

MB


માનવ સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે આ તત્વોના પારસ્પરિક સંબંધ ઉપર ધ્યાન આકર્ષિત કરતાં તેમણે કહ્યું હતું કે, બ્રહ્માંડમાં પંચ તત્વોને નુકશાન થવાની મનુષ્ય પ્રભાવિત થશે. તેમણે ઉમેર્યું હતું કે આ નુકશાનના કારણે ઘણી બિમારી, અસાધ્ય બિમારી તથા તણાવ વગેરે શરીર અને દિનચર્યાનો હિસ્સો બની ગઇ છે. મોરારી બાપૂએ પરિસ્થિતિની ગંભીરતા અને પર્યાવરણને નુકશાન થતું રોકવા તથા પ્રકૃતિનું સંતુલન જાળવવા માટે સામૂહિક પ્રયાસોની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, પંચ તત્વોમાં પ્રત્યેકને ભગવાન તરીકે પૂજવામાં આવે છે. એક સાધુ તરીકે મારી દરેકને પ્રાર્થના છે કે આપણા વૃક્ષો વાવવા જોઇએ અને પર્યાવરણની સુરક્ષા કરતાં તત્વોની ખરા અર્થમાં પૂજા કરવી જોઇએ, જે ખૂબજ મહત્વપૂર્ણ છે.


તેમણે મોટાપાયે વૃક્ષારોપણનું આહ્વાન કરતાં કહ્યું હતું કે, 140 કરોડ ભારતીયોમાંથી 100 કરોડ પણ લોકો પણ એક વૃક્ષ લગાવે તો વૃક્ષોની સંખ્યા 100 કરોડને પાર કરી જશે. તેમણે ઉમેર્યું હતું કે, જેમ આપણે આપણા બાળકોનું પાલન-પોષણ કરીએ છીએ, તેમ આપણે વૃક્ષોનો પણ ઉછેર કરવાની જવાબદારી લેવી જોઇએ. આમ કરવાથી હરિયાણા વિશ્વની કલ્પના સાકાર કરી શકાશે. મોરારી બાપૂની અપીલ પર્યાવરણ સુરક્ષા માટે એકજૂટ થવા તથા હરિયાળી અને સ્વસ્થ પૃથ્વીની દિશામાં નક્કર પગલું ભરવા માટેનું આહ્વાન છે.

Share This Article