ભારતની અગ્રણી જનરલ ઈન્શ્યુરન્સ કંપનીમાંથી એક એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સ દેશભરમાં સમુદાયોમાં ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખાકારીના વ્યવહારનો પ્રચાર કરવામાં હંમેશાં આગળ રહી છે. હવે દુનિયામાં યોગના સૌથી પ્રાચીન કેન્દ્ર ધ યોગ ઈન્સ્ટિટ્યૂટ સાથે ભાગીદારીમાં એસબીઆઈ જનરલ દ્વારા રાષ્ટ્રવાદી આરોગ્ય જાગૃતિ પહેલ 7 મિનિટ્સ ટુ ગૂડ હેલ્થ લોન્ચ કરવા આસાન અને અસરકારક ગાઈડેડ હેલ્થ પ્રોગ્રામ તૈયાર કર્યો છે.
એક મજબૂત ગાઈડેડ વિડિયોમાં અભિનેત્રી અને યોગ શોખીન બ્રાન્ડ એમ્બેસેડર વિદ્યા માલવદે અચૂક શ્વાસની તરકીબો બતાવે છે, જે તમે તમારું મન અને શરીરમાં ફક્ત 7 મિનિટમાં પરિવર્તન લાવવામાં મદદ કરે છે. આ કંપનીના હિસ્સાધારક સમૂહોને તેમના રોજના નિત્યક્રમમાં સમાવેશ કરવા રોજના વ્યવહાર તરીકે યોગ અપનાવવા પ્રોત્સાહન આપવા અને ઊર્જા ભરવા માટે વ્યાપક રીતે આ વિડિયો શેર કરવામાં આવ્યો છે.
દેશભરની તેની બધી ઓપિસોમાં કર્મચારીઓને 7 મિનિટનો બ્રેક લઈને અચૂક રીતે શ્વાસ લેવા યાદ અપાવવા માટે ઈન્ટરવલ રાખવામાં આવ્યા છે. કંપનીએ તેના કર્મચારીઓ રોજના જીવનમાં યોગાને અપનાવે તે માટે વિવિધ સ્થળે 137 શાખામાં શિબિરો પણ યોજી હતી. ઉપરાંત એસબીઆઈ જનરલે 7 શહેરમાં વિવિધ હિસ્સાધારકો અને તેમના પરિવારો માટે 10 શિબિરો પણ યોજી હતી. કંપનીની મધ્યસ્થીઓને હાઈડેડ સત્રો માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને વિડિયો ફોલો કરવા ગ્રાહકો માટે ઓનલાઈન સત્ર પણ યોજાયા હતા.
ઉપરાંત કંપની સર્વ વયજૂથ અને જનસંખ્યા માટે અનુકૂળ કસરતોનાં અમુક સ્વરૂપમાંથી એક તરીકે શાળાના બાળકોમાં યોગાની આદતોકેળવવા માટે શાળાઓ સુધી પહોંચી છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે એસબીઆઈ જનરલે મુંબઈમાં પ્રતિકાત્મક સ્થળો ખાતે યોગ સત્રો હાથ ધરવા માટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (કેવીએસ) સાથે ભાગીદારી કરી છે.
આ પહેલો પર બોલતાં એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સના બ્રાન્ડ અને કોર્પોરેટ કમ્યુનિકેશન્સના હેડ શેફાલી ખાલસાએ જણાવ્યું હતું કે એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સ રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપતી બ્રાન્ડ તરીકે ગૌરવ મહેસૂસ કરે છે અને વ્યસ્ત સમયપત્રક ધરાવતા હોય કે સ્વસ્થ જીવનશૈલી માટે પ્રથમ પગલું બતાવવા રાહ જોતા હોય, બધા માટે મજબૂત શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો પ્રચાર કરવા અમારા ઘણા બધા પ્રયાસમાંથી આ એક છે. # 7 મિનિટ્સ ટુ ગૂડ હેલ્થ કેમ્પેઈન વિશાળ સમુદાયો પર કાયમી હકારાત્મક પ્રભાવ પાડવાનો હેતુ ધરાવે છે. અમારો વિડિયો દરેકને જોવા માટે સોશિયલ મિડિયા પર છે અને અમારાં ઓન- ગ્રાઉન્ડ જોડાણો થકી અમે દેશભરમાં ઉત્તમ આરોગ્યનો સંદેશ ફેલાવવાનું ચાલુ રાખવા માગીએ છીએ.
કૃપા કરી વધુ વિગતો માટે સંપર્કઃ
અનન્યા મોહંતી એસબીઆઈ જનરલ 9920463153 [email protected] | દીપલ દાસ એમએસએલ ઈન્ડિયા 9769655149 [email protected] | ઝેબાહ પાટણવાલા એમએસએલ ઈડિયા 7045103709 [email protected] |