NMACCના લોન્ચીંગ સેરેમનીના બીજા દિવસે વરુણ ધવને એવો કાંડ કર્યો કે લોકોએ ઉધડો લીધો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એટલે કે, NMACCના લોન્ચીંગ સેરેમનીના બીજા દિવસે પણ બોલીવૂડ અને હોલીવૂડ કલાકારોનો મેળો લાગેલો રહ્યો હતો. આ દરમ્યાન સ્ટાર કલાકારોએ ધમાકેદાર પરફોર્મેન્સ આપીને હાજર દર્શકોના દિલ જીતી હતા. વરુણ ધવે પણ સ્ટેજ સંભાળ્યું, પણ આ દરમ્યાન કંઈક એવી હરકત કરી નાખી, જેના કારણે તેને ફજેતી થઈ રહી છે. લોકો તેના પર ખૂબ નારાજ થઈ રહ્યા છે અને તેને સલાહ સૂચન આપી રહ્યા છે.

હકીકતમાં જોઈએ તો, સેરેમની અંતર્ગત લોન્ચ થઈ, દ ગ્રેટ ઈંડિયન મ્યૂઝિકલ ફેસ્ટિવલથી વરુણ ધવનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે સ્ટેજ પર દેખાઈ રહ્યો છે. આ દરમિયાન તે નીચે બેઠેલી હોલીવૂડની સુપર મોડલ ગીગી હદીદનો હાથ પડીને તેને સ્ટેજ પર લઈ આવે છે. જોશ જોશમાં વરુણ અચાનક ગીગીને પોતાની બાહોમાં ઉંચકી લે છે, જેનાથી તે એકદમ ડઘાઈ જાય છે. જો કે, વરુણ અહીંથી અટક્યો નહોતો. તે તેને કિંસ પણ કરી નાખે છે. ત્યાર બાદ વરુણ જેવું ગીગીને નીચે ઉતારે છે, તે ફટાફટ સ્ટેજ પરથી નીચે ઉતરી જાય છે.

ગીગીની હાલત જોઈને સમજી શકાય છે કે, તે વરુણ ધવનના આ પ્રકારના કાંડથી અસહજતા અનુભવી રહી છે. વાયરલ વીડિયો જોઈને લોકો વરુણ ધવનને ખૂબ સંભળાવી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, આ કરવાની જરુર નહોતી. તો વળી બીજાએ લખ્યું કે, તે હકીકતમાં અસહજતા અનુભવી રહી હતી. એક યુઝર્સે તો ગુસ્સામાં લખ્યું કે, શું આ હેરેસમેન્ટ છે? જો કોઈ આપની પત્ની સાથે આવું કરે તો કેવું લાગશે? જેવી રીતે તે પાછી ગઈ છે, તેનાથી તો લાગે છેકે, તે ક્યારે ફરી ભારત નહીં આવે.

Share This Article