અમદાવાદ : તા.૧ એપ્રિલથી કેન્દ્ર સરકારના જાહેરનામા મુજબ, બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકનું વિલિનીકરણ અમલમાં આવતાં જ જેનાં પરિણામે સંયુક્ત બેંક ભારતની બીજી સૌથી મોટી સરકારી બેંક બની ગઇ છે. મે-૨૦૧૮થી પીસીએમએ, રિસ્ટ્રીકશન સહિતના કારણોને લઇ દેના બેંક દ્વારા લગભગ છેલ્લા ૧૧ મહિનાથી કોઇપણ પ્રકારની લોન આપતી ન હતી પરંતુ હવે વિલીનીકરણ બાદ દેનાબેંકના એક ગ્રાહકને બેંક ઓફ બરોડાએ વિલીનીકરણ બાદના પહેલાં જ દિવસે માત્ર દસ કલાકમાં રૂ.પાંચ કરોડની લોન આપી હતી. ખુદ બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર કે.વી.તુલસીબાગ, ડેપ્યુટી જનરલ મેનેજર આનંદ શંકર, આસીસ્ટન્ટ જનરલ મેનેજર એમ.એન.ચૌધરી સહિતના મહાનુભાવોની હાજરીમાં દેનાબેંકના ગ્રાહક એવા સિધ્ધિ વીવ્સ પ્રા.લિના ડાયરેકટર અમિત બિન્દાલ અને દિપેશ જૈનને લોન મંજૂરીનો લેટર એનાયત કર્યો હતો.
દેનાબેંકના આ ગ્રાહકના ખાતામાં મંજૂર લોનની પાંચ કરોડ રૂપિયાની રકમ પણ આવી જશે તેવી આશા બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર કે.વી.તુલસીબાગે વ્યકત કરી હતી. જા કે, બેંક ઓફ બરાડોની આ બહુ મોટી અને અનોખી સિધ્ધિ કહી શકાય. કારણ કે, દેનાબેંકના આ ગ્રાહકે તેના બિઝનેસને લઇ જયારે લોન માંગી ત્યારે બેંક રિસ્ટ્રીકશન હેઠળ હતી અને લોન મંજૂર કરવા સક્ષમ ન હતી, તેથી બેંક ઓથોરીટીએ તેમને બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ સુધી રાહ જાવા કહ્યું હતું. જા કે, બેંક ઓફ બરોડામાં ગઇકાલે દેનાબેંક અને વિજયાબેંકના વિલીનીકરણ થયાના પહેલા જ દિવસે બેંક ઓફ બરોડાએ બહુ જારદાર હકારાત્મક અભિગમ અપનાવી ત્રણેય બેંકના ગ્રાહકોને વિશ્વાસ બેસે અને તેઓનો બેકીંગ વ્યવહાર માટેનો ઉત્સાહ વધે તે પ્રકારે માત્ર દસ જ કલાકમાં સિÂધ્ધ વીવ્સ લિ.ના આ ગ્રાહકગની પાંચ કરોડ રૂપિયાની લોન મંજૂર કરી દીધી હતી. બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર કે.વી.તુલસીબાગે જણાવ્યું હતું કે, બેંક ઓફ બરોડા તેના ગ્રાહકોને ઝડપી, સરળ અને સંતોષકારક સેવા આપવા કટિબધ્ધ છે.
બેંક અને ગ્રાહકોનો સંબંધ વધુ ગાઢ અને મજબૂત બનશે. હજુ બેંક પાસે હાલના તબક્કે આવી રૂ.૫૦ ગઇકાલથી બેંક ઓફ બરોડા હવે પાવર ઓફ થ્રીની ક્ષમતા સાથે દેશની સૌથી બીજી મોટી સરકારી બેંક બની ગઇ છે. આ ઐતિહાસિક વિલીનીકરણ બાદ સંયુક્તપણે બેંક રૂ. ૧૫ લાખ કરોડથી વધારે બિઝનેસ સાથે ૯,૫૦૦થી વધારે શાખાઓ, ૧૩,૪૦૦થી વધારે એટીએમ, ૮૫,૦૦૦થી વધારે કર્મચારીઓ સાથે ૧૨૦ મિલિયનથી વધારે ગ્રાહકોને સેવા આપશે જે એક સિધ્ધિ હશે. ત્રણેય બેંકોના ગ્રાહકો કે ખાતેદારો-થાપણદારોના એકાઉન્ટ, પાસબુક, ચેકબુક, એટીએમ, ક્રેડિટકાર્ડ, મોબાઇલ બેન્કીંગ બધુ એમનું એમ જ રહેશે. વિજયા બેંક અને દેના બેંકનાં ડિપોઝિટર્સ સહિત ગ્રાહકો કથિત તારીખથી બેક ઓફ બરોડાનાં ગ્રાહકો ગણાશે.