સૂર્ય કુમાર અને ઉત્તરપ્રદેશ સીએમ સાથેની તસ્વીર પર લોકોએ કહ્યું ભાજપમાં જોડાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રવિવારે યોજાયેલ બીજી ટી-૨૦ મેચ લખનૌના મેદાનમાં રમાઈ હતી. આ સાથે ટીમ ઈન્ડિયાના ધાકડ બેટ્‌સમેન સૂર્ય કુમાર યાદવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી છે. આ મીટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે સૂર્ય કુમાર યાદવ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીથી ભાજપમાં જોડાઈ શકે છે. મીટિંગની તસવીર શેર કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમને SKY તરીકે સંબોધ્યા હતા.

સીએમ યોગીએ સૂર્ય કુમાર યાદવ સાથેની આ મુલાકાતનો ફોટો શેર કરતા લખ્યું કે, “લખનૌના સત્તાવાર નિવાસસ્થાન પર યુવાન અને મહેનતુ (સૂર્યકુમાર યાદવ, મિસ્ટર ૩૬૦°) સાથે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, સૂર્ય કુમાર યાદવ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા બીજેપીમાં જોડાવા જઈ રહ્યા છે, સૂત્રો એમ પણ કહી રહ્યા છે કે, મારા પર વિશ્વાસ કરો. યુઝરે લખ્યું કે આ યાદવોનો આગામી નેતા બનશે. હારેલો વ્યક્તિ ગમે ત્યારે ગમે તેનું નેતૃત્વ કરી શકે છે. યુઝરે લખ્યું કે, શું અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ મળવા નથી ગયા? યુઝરે લખ્યું કે, એક જ તસવીરમાં મારા બંને ફેવરિટ વ્યક્તિઓ. યુઝરે લખ્યું કે, પાર્ટી કાર્યકર્તાને શપથ લેવડાવશો નહીં? યુઝરે લખ્યું કે, હાર્દિક પંડ્યાને ફૂલ મળ્યા, જ્યારે સીએમ યોગીએ તેમને પરત કર્યા, શું વાત છે સૂર્ય ભાઈ. .. એક યુઝરે લખ્યું કે મહારાજ જી, આજકાલ આ ટ્રેન્ડિંગ છે કે, પાર્ટીમાં જોડાય જાઓ. એક યુઝરે લખ્યું કે, તે બીજેપીનો સ્ટાર પ્રચારક પણ બની શકે છે.

અહીં ઉલ્લેખનિય છે કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T૨૦ મેચ લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ જોવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે બેલ વગાડીને મેચની શરૂઆત કરી હતી. ભારત મેચ જીતી ગયું પરંતુ સમગ્ર ઇનિંગ દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓ એક પણ સિક્સર ફટકારી શક્યા ન હતા.

Share This Article