“શિવરાત્રી મહોત્સવ” રૂપે નિકોલમાં યોજાનાર ભગવાન શિવજીની ૭ (સાત) દિવસીય ‘અમરકથા ” દરમિયાન દરરોજ સવારે ગૌરી શંકર ધ્યાન – સાધના (સક્રિય મેડિટેશન) & “રાષ્ટ્રીય કવિ સંમેલન” & રેડક્રોસનાં સહયોગથી યોજેલ રક્તદાન શિબિરની માહિતી.
“જય ભારત” સહ જણાવવાનું કે આગામી ૮ – માર્ચ – ૨૦૨૪, શુક્રવાર (શિવરાત્રી)નાં શુભદિવસથી ૧૪ – માર્ચ – ૨૦૨૪, ગુરૂવારનાં ૭ દિવસો દરમિયાન નિકોલમાં આવેલ વિરાંજલી મેદાનમાં ઓશો સન્યાસી – સ્વામી જ્ઞાનસાગરજીનાં મુખેથી ભગવાન શિવજીની અમરકથાનું આયોજન કરવામાં આવી છે. શિવરાત્રીનાં શુભ દિવસે બપોરે ૧-૦૦ કલાકે નિકોલના સૌથી મોટા ખોડિયાર મંદિરેથી બપોરે ૧-૦૦ વાગે ભવ્ય શોભાયાત્રા નીકળીને કથા મંડપે પહોંચીને બપોરે ૩-૦૦ કલાકે “અમરકથા”નો શુભારંભ થશે. દરરોજ બપોરે ૩-૦૦ થી ૬-૦૦ અને રાત્રે ૮-૦૦ થી ૧૦-૩૦ દરમિયાન બે વખત અમરકથાનું શ્રવણ કરવા માટે નિકોલ સહિત ઠેર ઠેરથી તમામ જાતિ – જ્ઞાતિનાં આમંત્રિત લોકો કોઈ પણ પ્રકારનાં સામાજિક ભેદભાવ વગર પધારશે, જે દરમિયાન ગુજરાતનાં ઠેર ઠેર થી અનેક આમંત્રિત નામાંકિત સંતો, મહેમાનો અને રાજકિય – બિનરાજકીય પ્રબુદ્ધ નાગરિકો પણ આ કથામાં આશિર્વચન-શુભેચ્છા આપવા માટે પધારશે. આ ૭ દિવસીય “અમરકથા” દરમ્યાન દરરોજ સવારે ૬-૦૦ વાગ્યાથી ૭-૩૦ વાગ્યા સુધી “ગૌરી શંકર ધ્યાન સાધના” (સક્રિય મેડિટેશન)નું આયોજન કરવામાં આવેલ છે. “શિવરાત્રીનાં” શુભ દિવસે સવારે ૬-૦૦ વાગે ગુજરાત રાજ્યનાં પોલિસ મહાનિર્દેશશ્રી (DGP) શ્રી અનિલ પ્રથમ સાહેબ અનેક આમંત્રિત મહેમાનો અને સાધકોની ઉપસ્થિતમાં “સક્રિય મેડિટેશન શિબિર’નું ઉદ્ઘાટન કરશે.
“અમરકથા” દરમ્યાન તા. ૧૦ માર્ચ, રવિવારની રાત્રે ૮-૦૦ કલાકેથી કથા મંડપમાં રાષ્ટ્રીય સ્તરનાં નામાંકિત કવિઓની ઉપસ્થિતિમાં ધર્મ સાથે વિજ્ઞાન અને દેશની વર્તમાન પરિસ્થિતિઓથી ઉપસ્થિત લોકોને ચોંટદાર ભાષામાં જાગૃત કરવા માટે “રાષ્ટ્રીય કવિ સંમેલન”નું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સાથે તા. ૧૦ માર્ચ, રવિવારની રાત્રે ૮-૦૦ કલાકેથી કથા મંડપમાં “રેડક્રોસ” અને “યુથ હોસ્ટેલ્સ – બાપુનગર”નાં સહયોગથી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાનાં સેવાકીય અભિગમ સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ છે. આમ, ઓશો રજનીશના સન્યાસશ્રી સ્વામી જ્ઞાનસાગરજી દ્વારા સંસ્થાપીત અગ્નિસેના અને અમરનાથ સનાતન યુગ કેન્દ્ર અને તેમનાં સાથે સંકળાયેલી “રાષ્ટ્રીય બૌધ મહાસભા’ અને બીજી અનેક સામાજિક, ધાર્મિક- આધ્યાત્મિક સંસ્થાઓનાં સામૂહિક પ્રયાસથી ૭ દિવસીય “શિવરાત્રી” મહોત્સવરૂપે “અમરકથા’ સહિતનાં ઉપરોક્ત કાયક્રમોનાં આયોજન થવા જઈ રહ્યા છે.
દેશને આઝાદી મળ્યાથી આજ દિવસ સુધી સમગ્ર ભારતમાં અનેક ભાષાઓમાં અને અનેક નામાંકિત સંતો-મહંતો દ્વારા સનાતન ધર્મનાં શાસ્ત્રો આધારિત અનેક કથાઓનાં આયોજન થતાં આવ્યા છે. પરંતુ વધતી જતી જનસંખ્યાની સાથે રાષ્ટ્રની અનેક સમસ્યાઓ પણ અનેક ગણી વધતી જઈ રહી છે. ત્યારે આ “અમરકથા” દ્વારા એક નવીન પ્રયોગરૂપે લોકોની શ્રવણ કરવાની, ગ્રહણ કરવાની, ચિંતન- મંથન કરીને મૂલ્યાંકન કરવાની શક્તિ – ચેતના જાગૃત થાય એવા આશયથી અને લોકો પોતાના રોજીંદા જીવનમાં પણ સનાતન ધર્મનાં મૂલ્યો અપનાવતા થાય એવા દુરદર્શી શુભ આશયથી “અમરકથા’નાં બન્ને સમયગાળામાં અને દરરોજ સવારે શ્રોતાઓને “ગૌરી શંકર ધ્યાન સાધના” (સક્રિય મેડિટેશન) શીખાવવામાં આવશે.