અમદાવાદ 24 એપ્રિલ 2025: અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલ ઇસ્ટ ના વિદ્યાર્થીઓએ વર્લ્ડ અર્થ ડેની ઉજવણી કરી, પોસ્ટર-મેકિંગ અને સ્લોગન-લેખન પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણીય જાગૃતિ લાવવા સાથે તેમની સર્જનાત્મકતા અને જિજ્ઞાસા રજૂ કરી. વર્ગખંડમાં ઉજવણી સાથે વિદ્યાર્થીઓએ સ્થાનિક શાકભાજીના ખેતરની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ ખેડૂત સાથે વાતચીત કરી હતી અને ખેતીની તકનીકો અને પાકની વાવણી વિશે રસપ્રદ માહિતી પ્રાપ્ત કરી હતી, આ રીતની પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને પ્રાકૃતિક મૂલ્યો સાથે જોડે છે.