ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા દિવાળી નિમિતે જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ વિતરણ કરવામાં આવી

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદમાં ઘણાં સેવા ટ્રસ્ટો દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પણ રોશનીનું પર્વ ઉજવી શકે તે માટે સેવા ભાવી લોકો દ્વારા મીઠાઈ, કપડા અને બાળકોને ફટાકડાનું વિતરણ કરતા હોય છે. ત્યારે ઉમંદ સેવા ટ્રેસ્ટ દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે.

ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા દિવાળીના પાવન પર્વે નિમિત્તે આ વર્ષે દાતાઓના સહયોગથી અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ વહેચવામાં આવી. આ કાર્ય થકી ગરીબોને દિવાળી નિમિત્તે મોઢું મીઠું કરાવવા માટે ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષેથી આ રીતે ગરીબો માટે મીઠાઈની વ્યવસ્થા કરવામાં આવે છે.

Share This Article