વર્ષ બદલાયું પણ મધ્યમ વર્ગની સ્થિતિ ઠેરની ઠેર છે. ઉપરથી મધ્યમ વર્ગીય પરિવારો પર મોંઘવારીનો માર વધતો જાય છે. વર્ષના પહેલા જ દિવસે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ફેરફાર થયો છે અને લોકોને મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. ચાલો હવે જાણીએ કે તમારે ગેસ સિલિન્ડર માટે કેટલી રકમ ચૂકવવી પડશે?.. આજથી નવું વર્ષ ૨૦૨૩ શરૂ થયું અને આ નવા વર્ષની શરૂ થતાની સાથે જ સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. સરકારી તેલ કંપનીઓએ ૧ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ ગેસ સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરી છે. ખાસ વાત એ છે કે ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૫ રૂપિયા સુધીનો વધારો થયો છે. નોંધનીય છે કે આ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે અને ઘરેલું ગેસ સિલિન્ડર તેમના જૂના દરે ઉપલબ્ધ છે.
રાજધાની દિલ્હીમાં આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. આવો જાણીએ અલગ-અલગ શહેરોમાં કેટલા ગેસ સિલિન્ડર ઉપલબ્ધ છે નવા વર્ષની શરૂઆત એટલે કે ૧ જાન્યુઆરી, ૨૦૨૩થી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. તે જ સમયે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં ગૃહિણીઓનું બજેટ બગડવાનું નથી, પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા થતાં રેસ્ટોરાં, હોટલ વગેરેમાં ખાવાનું મોંઘું થઈ શકે છે. નવા દરો પણ આજથી લાગુ થઈ ગયા છે. મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ કઈક આ પ્રકારે છે જેમાં સૌપ્રથમ તો દિલ્હીમાં ચાલતા ભાવ પર નજર કરીએ તો દિલ્હીમાં – ૧૭૬૯ રૂપિયા પ્રતિ સિલિન્ડર, અને મુંબઈમાં – ૧૭૨૧ રૂપિયા પ્રતિ સિલિન્ડર, કોલકાતામાં – ૧૮૭૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર અને ચેન્નાઈમાં – ૧૯૧૭ રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ભાવ સામે આવ્યો છે અને જો મહાનગરોમાં ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ ની વાત કરીએ તો કઈક આ પ્રકારે છે જેમાં દિલ્હીમાં – ૧૦૫૩ રૂપિયા પ્રતિ સિલિન્ડર, મુંબઈમાં – રૂ. ૧૦૫૨.૫ પ્રતિ સિલિન્ડર, કોલકાતામાં – ૧૦૭૯ રૂપિયા પ્રતિ સિલિન્ડર અને ચેન્નાઈમાં – રૂ. ૧૦૬૮.૫ પ્રતિ સિલિન્ડરનો ભાવ સામે આવ્યો છે.
એવું કહેવાય છે ગયા વર્ષે ગેસ સિલિન્ડર ૧૫૩.૫ રૂપિયા મોંઘો થયો હતો. જો તેમાં તમને જણાવી દઈએ કે લાંબા સમયથી દેશમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લો ફેરફાર ૬ જુલાઈ, ૨૦૨૨ ના રોજ થયો હતો, જ્યારે તેલ કંપનીઓએ ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં ૫૦ રૂપિયાનો વધારો કર્યો હતો. બીજી તરફ જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કુલ ૧૫૩.૫ રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છેવર્ષ ૨૦૨૨ માં, ઘરેલુ એલપીજીની કિંમતમાં ચાર વખત ફેરફાર થયો છે.