દક્ષિણ એશિયાની પ્રીમિયર એક્સપ્રેસ એર અને સંકલિત પરિવહન અને વિતરણ કંપની તથા ડોઇશ પોસ્ટ ડીએચએલ (ડીપીડીએચએલ) જૂથનો એક ભાગ, બ્લુ ડાર્ટે યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC) દ્વારા ‘ક્લાઈમેટ ન્યુટ્રલ નાઉ’ (CNN) પ્રતિજ્ઞા પર હસ્તાક્ષર કર્યા છે. પ્રતિજ્ઞા CO2 રીડક્શનના મહત્વાકાંક્ષી લક્ષ્યો માટે સંસ્થાની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે.
ડોઇશ પોસ્ટ ડીએચએલ ગ્રૂપે મુખ્યત્વે તેના કાફલાઓ અને ઇમારતોમાં સસ્ટેનેબલ ટેક્નોલોજિસ અને ઇંધણના ઉપયોગને વિસ્તૃત કરવા માટે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટને અનુરૂપ 2030 સુધીમાં તેના ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને ઘટાડવા માટે 7 અબજ પાઉન્ડ સુધીના પગલાંનું પેકેજ અપનાવ્યું છે. તેનું લાંબા ગાળાનું લક્ષ્ય 2050 સુધીમાં જીએચજી ઉત્સર્જનને ચોખ્ખા શૂન્ય સુધી ઘટાડવાનું છે.
ક્લાઈમેટ ન્યુટ્રલ નાઉ પહેલ પેરિસ કરારમાં પ્રતિષ્ઠાપિત મુજબ 2050 સુધીમાં આબોહવા તટસ્થ વિશ્વ હાંસલ કરવા માટે રસ ધરાવતા હિતધારકોને કાર્ય કરવા પ્રોત્સાહિત કરે છે અને સમર્થન આપે છે. આ પહેલ એ ક્લાયમેટ ચેન્જ પર સ્વૈચ્છિક કાર્યવાહીને પ્રોત્સાહન આપવાનું એક સાધન છે. કાર્બન-ઘટાડાના સંખ્યાત્મક લક્ષ્યાંકો નક્કી કરનાર ઉદ્યોગમાં સૌપ્રથમ હોવાથી બ્લુ ડાર્ટે પહેલેથી જ સસ્ટેનેબલ પ્રોઇવાડર ઑફ ચોઇસ બની રહેવા માટે વ્યાપકપણે રોકાણ કર્યું છે. સંસ્થા, ડોઇશ પોસ્ટ ડીએચએલ જૂથના ભાગ રૂપે, વર્ષ 2012 સુધીમાં તેમની CO2 એફિશિયન્સી 10% અને વર્ષ 2020 સુધીમાં 30% વધારવાનું લક્ષ્ય રાખ્યું હતું. 30%ના લક્ષ્યાંકની સામે, બ્લુ ડાર્ટે 2021માં 34% CO2 એફિશિયન્સી હાંસલ કરી હતી.
ડીપીડીએચએલ ગ્રુપના ઇવીપી, કોર્પોરેટ ડેવલપમેન્ટ, પાબ્લો સિયાનો કહે છે કે, “એક જૂથ તરીકે, અમે એક સસ્ટેઇનેબિલિટી રોડમેપ વિકસાવ્યો છે જે યુએનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને સમર્થન આપે છે. અમે અમારી કાર્બન ફૂટપ્રિન્ટમાં સુધારો કરે એવા નવીન ગ્રીન લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ રજૂ કરવા માટે સતત કામ કરી રહ્યા છીએ. મને એ જણાવતા આનંદ થાય છે કે ભારતમાં ડીએચએલ ઈકોમર્સ સોલ્યુશન્સ ડિવિઝનનું પ્રતિનિધિત્વ કરતી બ્લુ ડાર્ટ તેની સસ્ટેઇનેબિલિટીની પહેલો પર ચડિયાતું કાર્ય કરતી રહી છે. તાજેતરમાં, બ્લુ ડાર્ટને તેની ઇસીજી કામગીરીના પ્રદર્શન માટે ‘A’-બેન્ડ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે અને આ આપણે જેમાં કામ કરીએ છીએ તે પર્યાવરણને સુધારવાની દિશામાં અને સમગ્ર રીતે સામાજિક કલ્યાણ માટે લીધેલા દરેક પગલાને પ્રતિબિંબિત કરે છે. અમે UNFCCC દ્વારા ક્લાઈમેટ ન્યુટ્રલ નાઉ પ્રતિજ્ઞા પર હસ્તાક્ષર કરીને આબોહવા તટસ્થ બનાવવા માટે કામ કરવાનું વચન આપીને એક પગલું આગળ લઈએ છીએ.”
બ્લૂ ડાર્ટના મેનેજિંગ ડિરેક્ટર બેલફર મેન્યુઅલ કહે છે કે, “અમને UNFCCC તરફના અમારા સમર્થનનું વચન આપવામાં અત્યંત ગર્વ છે. અમારા તમામ નિર્ણયો એક હેતુ માટે લેવામાં આવે છે: ‘લોકોને જોડવા, જીવનને સુધારવું’. પર્યાવરણીય સંરક્ષણ, સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપતી પહેલોમાં અગ્રદૂત બનવાનો અમને આનંદ છે અને સૌથી અગત્યનું અમે આબોહવા પરિવર્તન સામે રક્ષણ મેળવવા માટે સ્વચ્છ કામગીરી હાંસલ કરવા માટે સતત કામ કરી રહ્યા છીએ. પ્રતિજ્ઞા અમને સસ્ટેનેબિલિટી રોડમેપ દ્વારા દિગ્દર્શિત અમારી પહેલોની અસરને માપવા માટે સક્ષમ બનાવે છે, જેની સાથે અમે ડ્યુશ પોસ્ટ ડીએચએલ ગ્રૂપના ભાગ રૂપે સમર્થિત છીએ.”
તેઓ વધુમાં જણાવે છે કે, “ઇએસજી અનુવર્તી સંસ્થા, એટલે કે ઇન્ડિયાઝ ટ્રેડ ફેસિલિટેટર ઍન્ડ એમ્પ્લોયર ઑફ ચોઇસ તરીકે અમે અમારી જવાબદારી સમજીએ છીએ. જ્યારે કંપનીઓ સભાનપણે એવા ઉત્પાદનો અને સેવાઓની પસંદગી કરવાનું શરૂ કરે છે કે જે માનવ અધિકારોના રક્ષણને સુનિશ્ચિત કરીને પ્રકૃતિ સાથે વધુ સુસંગત હોય, ત્યારે તેઓ પૃથ્વી અને તેના લોકોને સભાનપણે પસંદ કરવાનો મોટો અને સ્પષ્ટ સંદેશ મોકલે છે. આ તે છે જ્યાં સસ્ટેઇનેબિલિટીનું મહત્વ પ્રકાશિત થાય છે. અમને માર્ગદર્શન આપવાની અને અમને ચલાવવાના હેતુ ધરાવતી સ્પષ્ટ વ્યૂહરચના સાથે, અમે આવતીકાલ પર કાયમી હકારાત્મક અસર કરવા માટે આજે કાર્ય કરી રહ્યા છીએ.”
બ્લુ ડાર્ટ અન્ય કરતાં હંમેશા એક ડગલું આગળ રહી છે, અને સસ્ટેઇનેબિલિટીના પ્રયત્નોને ઉત્કૃષ્ટપણે મદદ કરી છે. સંસ્થા લાંબા ગાળાની સસ્ટેઇનેબિલિટી પ્રદાન કરવા માટે કામ કરે છે અને પર્યાવરણ તેમજ તે જે સમુદાયોમાં કાર્યરત છે તેને મદદ કરતી અનેક પહેલો દ્વારા કોર્પોરેટ જવાબદારી બતાવે છે. સસ્ટેનેબિલિટી રોડમેપને અનુસરીને એક્સપ્રેસ લોજિસ્ટિક્સ કંપની, ડીપીડીએચએલ ગ્રૂપના એક ભાગ તરીકે પોતાને સાંકળીને કરે છે. બ્લુ ડાર્ટ આબોહવાના સંરક્ષણ (પર્યાવરણ) માટે સ્વચ્છ કામગીરી તરફી કામ કરે છે, બધા (સામાજિક) માટે કામ કરવા માટે એક મહાન કંપની હોવાની સાથે સાથે અત્યંત વિશ્વસનીય કંપની (ગવર્નન્સ) છે. ઇએસજી જરૂરિયાતોનું પાલન કરીને તે સસ્ટેનેબેલ લોજિસ્ટિક્સ પ્રોવાઇડર ઑફ ચોઇસ બનવાના તેના લક્ષ્ય સુધી પહોંચવા માટે આ ક્ષેત્રમાં નવીનતા કરવાનું ચાલુ રાખે છે.
બ્લુ ડાર્ટ તેના કોર્પોરેટ જવાબદારીના ત્રણ સ્તંભો – ગ્રોગ્રીન, ગોટીચ અને ગોહેલ્પ હેઠળ આવતી ઘણી પહેલો દ્વારા યુએન દ્વારા સ્થાપિત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી)ને પૂર્ણ કરવા માટે સક્રિયપણે કામ કરે છે. દરેક શ્રેણી હેઠળ, કંપની એ સુનિશ્ચિત કરે છે કે તે સમાજને સતત પાછું આપી રહી છે અને પર્યાવરણનું રક્ષણ કરી રહી છે. ડીપીડીએચએલ ગ્રૂપ દ્વારા નક્કી કરવામાં આવેલા ‘મિશન 2050’લક્ષ્ય હેઠળ 2050 સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાનું સંસ્થાનું લક્ષ્ય છે. 2017થી, બ્લુ ડાર્ટ દર વર્ષે 111,000 વૃક્ષો વાવે છે જે આજની તારીખ સુધીમાં 555,000 વૃક્ષો છે જે પરિપક્વતા પર 1,11,00,000 CO2ને સરભર કરશે. કંપની સસ્ટેનેબિલિટીને આગળ ધપાવવામાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે પ્રતિબદ્ધ છે અને લોજિસ્ટિક્સ ઉદ્યોગના ભાવિ માટે માનક સ્થાપિત કરી રહી છે.