નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ સવારમાં રાષ્ટ્રના નામ સંબોધનની વાત કરી ત્યારબાદથી લોકોની ઉત્સુકતા વધી ગઇ હતી. મોદી કઇ વાત કરશે તેને લઇને ચર્ચા રહી હતી. મોદી શુ કહેશે તેની ચર્ચા લોકોમાં જોવા મળી હતી. લોકો મોદીને સાંભળવા માટે ઉત્સુક બની ગયા હતા. ભારતે સ્પેસ વોરની શક્તિ હાંસલ કરી હોવાનો મોદીએ દાવો કર્યો હતો. કેટલાક લોકોમાં એવી ચર્ચા હતી કે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ, આતંકવાદી મસુદ અઝહર અથવા તો પાકિસ્તાન સાથે સંબંધના મુદ્દે વડાપ્રધાન કોઇ મોટી વાત કરશે.
કેટલાક લોકોમાં એવી ચર્ચા હતી કે, દેશમાં આચારસંહિતા લાગૂ છે ત્યારે મોદી કોઇ પોલિસી નિર્ણયના બદલે દેશના હિતમાં અન્ય કોઇ મોટી વાત કરશે. ભ્રષ્ટાચારના મુદ્દે કોઇ મોટી વાત કરશે પરંતુ આ તમામ અટકળ અંતે અટકળો સાબિત થઇ હતી. મોદીના સંબોધન પહેલા ટ્વિટર ઉપર અને અન્ય સોશિયલ સાઇટ ઉપર જોરદાર અટકળોનો દોર ચાલ્યો હતો. ટ્વિટર ઉપર લોકોએ જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી હતી જેમાં એક વ્યક્તિએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, મોદીજી કુછ તો હિંટ દો બંકર કી તરફ ભાગે યા એટીએમ કી તરફ.