સાઉથના સુપરસ્ટાર અભિનેતા રજનિકાંતના જન્મદિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી. તમામ તેમના કરોડો ચાહકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કેક કાપવામાં આવી હતી. સવારથી જ તેમના પર અભિનંદનનો વરસાદ શરૂ થઇ ગયો હતો. રજનિકાંત સાઉથના મહાનાયક તરીકે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે રજનિકાંતે ફિલ્મોમાં એન્ટ્રી કરતા પહેલા બસમાં કન્ડક્ટર તરીકે નોકરી કરીને સમય ગાળ્યો હતો. શિવાજી રાવ ગાયકવાડ મોડેથી સાઉથના સુપરસ્ટાર અને મહાનાયક બન્યા હતા. રજનિકાંતનો જન્મ ૧૨મી ડિસેમ્બર ૧૯૫૦ના દિવસે બેંગલોરમાં થયો હતો. તેમનુ અસલી નામ શિવાજી રાવ ગાયકવાડ છે. બાળપણથી રજનિકાંત અભિનેતા બનવા માટેની ઇચ્છા ધરાવતા હતા.
રજનિકાંત ફિલ્મમાં આવ્યા હતા પરંતુ શરૂઆતના દિવસોમાં બસમાં કન્ડકટર તરીકે નોકરી પણ કરી હતી. દક્ષિણ ભારતીય ફિલ્મોના મહાનાયક બનનાર રજનિકાંત્ને આ સિદ્ધી હાંસલ કરવા માટે ખુબ સંઘર્ષ કરવાની ફરજ પડી હતી. એક્ટિંગની ઇનિગ્સની શરૂઆત રજનિકાંતે થિયેટર સાથે કરી હતી. રજનિકાંતે કેટલાક નાટકોમાં ભૂમિકા અદા કરી હતી. આ ગાળા દરમિયાન તમિળ ફિલ્મના જાણીતા નિર્દેશક કે બાલચન્દ્રકના એક નાટકમાં રજનિએ કામ કર્યુ હતુ. તેઓ રજનિથી ભારે પ્રભાવિત થયા હતા. ત્યારબાદ રજનિને પોતાની ફિલ્મમાં લેવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ ૧૯૭૫માં કે બાલચન્દ્રના નિર્દેશનમાં બનેલી તમિળ ફિલ્મ અપૂર્વા રાગાંગલથી રજનિકાંતે ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં કમલ હાસને મુખ્ય ભૂમિકા અદા કરી હતી. વર્ષ ૧૯૭૮માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ ભેરવીના કારણે રજનિકાંતે લીડ રોલ તરીકેની ભૂમિકા અદા કરીને લોકપ્રિયતા મેળવી હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. વર્ષ ૧૯૮૦માં ફિલ્મ બિલ્લા રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ અમિતાભ બચ્ચનની ડોન ફિલ્મની રિમેક હતી. આ બંને ફિલ્મો બાદ રજનિકાંત સુપરસ્ટાર બની ગયો હતો. વર્ષ ૧૯૮૩માં રજૂ કરવામાં આવેલી હિન્દી ફિલ્મ અંધા કાનુન સાથે રજનિકાંતે હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. ચાહકો રજનિકાંતથી ખુબ પ્રભાવિત થયા હતા.
ત્યારબાદ હિન્દી ફિલ્મોમા પણ તે કેટલીક સુપરહિટ ફિલ્મોમાં સામેલ રહ્યો હતો. ૯૦ના દશકમાં તો રજનિકાંત સાઉથના મહાનાયક બની જવામાં સફળતા મેળવી હતી. વર્ષ ૨૦૦૭માં આવેલી શિવાજી ધ બોસે સફળતાના નવા રેકોર્ડ સર્જી દીધા હતા. રજનિકાંતના ચાહકો તેમના જન્મદિવસની દર વર્ષે જોરદાર રીતે ઉજવણી કરે છે. અલબત્ત રજનિકાંત ઇચ્છતા નથી કે ચાહકો તેમના જન્મદિવસને ઉજવે. પરંતુ ચાહકો દર વર્ષે તેમના જન્મદિવસને જોરદાર રીતે ઉજવે છે.
કોઇ સામાજિક કાર્ય કરીને તેમના જન્મદિવસની ઉજવણી કરવા રજનિ તેમના ચાહકોને કહે છે. હાલના દિવસોમાં પણ રજનિકાંતે એક ફિલ્મ પર કામ શરૂ કર્યુ છે. રજનિ હાલમાં ૨૫ વર્ષના લાંબા ગાળા બાદ પોલીસની ભૂમિકામાં નજરે પડી રહ્યા છે. રજનિકાંત અન્ય એક ફિલ્મ થલાઇવર ૧૬૮માં પણ નજરે પડનાર છે.