ઓમ્નીચેનલ જ્વેલરી સ્ટાર્ટ-અપ ઈજોહરીએ પ્રી- સિરીઝ રાઉન્ડમાં 1 મિલિયન ડોલરનું ફન્ડિંગ ઊભું કર્યું

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઈ સ્થિત ઓમ્નીચેનલ જ્વેલરી સ્ટાર્ટ-અપ ઈજોહરીએ પ્રી-સિરીઝ રાઉન્ડમાં 1 મિલિયન ડોલરનું ફન્ડિંગ ઊભું કર્યું છે. આ રોકાણની આગેવાની હોંગકોંગથી રોકાણકારોના જૂથ સાથે મળીને શ્રી રાજેશ રાણાવત કરી રહ્યા છે. ઈજોહરી જેમ્સ અને જ્વેલરી માટે ઓમ્નીચેનલ માર્કેટપ્લેસ છે. રોકાણો ભારતભરનાં 100 શહેરના જ્વેલરી રિટેઈલરોને ઈજોહરીના ડિજિટલ મંચનો ઉપયોગ કરીને દેશભરમાં અને દરિયાપારમાં ગ્રાહકોને પહોંચ આપવામાં મદદરૂપ થશે.

આ રોકાણથી અમારી ગ્રાહક પહોંચ બહેતર બનશે અને ભારતમાં 100 શહેરોમાં અમારા મંચ પર મોજૂદ લગભગ 100 મોજૂદ જ્વેલર્સ માટે સર્વિસ સપોર્ટ પણ રહેશે અને ટૂંક સમયમાં જ તે લગભગ 1000 જ્વેલર્સ સુધી વિસ્તારવામાં આવશે. આ મંચને લીધે ગ્રાહકો દેશભરના અલગ અલગ રિટેઈલરો પાસેથી 18,000થી વધુ ડિઝાઈનોમાંથી પસંદગી કરી શકશે. આ વેપારની સંભાવના 2025 સુધી આશરે 100 અબજ યુએસ ડોલર સુધી ખર્ચ કરનારા ગ્રાહકોની વિવિધ જરૂરતોને પહોંચી વળવા માટે લગભગ 300,000 જ્વેલરી રિટેઈલરોની મોટૂ સંખ્યા સુધી ડિજિટલ રીતે જોડવાની છે. ઉપરાંત હાલમાં બહુ જ વિઘટિત છે તે આખી પુરવઠા શૃંખલામાં મૂલ્ય મેળવવામાં નોંધનીય તકો પણ આપશેએમ ઈજોહરીના સહ- સ્થાપક શૈલેન મહેતાએ જણાવ્યું હતું.

ઈજોહરીના સહ- સ્થાપક શ્રી જિજ્ઞેશ મહેતા કહે છેઅમને અમારી વૃદ્ધિમાં સમવિચારી રોકાણકારો મળ્યા છે અને વેપારની વ્યૂહરચના સાથે નિકટતાથી સંકળાયેલા છે તે બદલ પોતાને બહુ જ ભાગ્યશાળી માનીએ છીએ. આ રોકાણ આ અસંગઠિત મનાતા વેપારની બજારસ્થળના સંભાવનાઓને ફરી એક વાર સમર્થન આપે છે.

શ્રી રાજેશ રાણાવતે જણાવ્યું હતું અમે જોયું કે ઈજોહરી પોર્ટલ પર દરેક જ્વેલર સૌથી અજોડ ડિઝાઈનો બનાવવા માટે ભારતની વિશિષ્ટ કળાકારીગરી આલેખિત કરવા માટે ચૂંટવામાં આવ્યા છે. આ ડિજિટલ માર્કેટપ્લેસ મોડેલની રાષ્ટ્રીય અને વૈશ્વિક ગ્રાહકોની ચોક્કસ જરૂરતોને પહોંચી વળવા માટે નાનામધ્યમ અને મોટા જ્વેલર્સને મદદરૂપ થવા માટે આ બજારમાં બહુ જરૂર હતી. તેનાથી સ્થાનિક જ્વેલર્સ તેમની ડિઝાઈનો ગમે તેવા કોઈ પણ સુધી અચાનક પહોંચ વધારી શકશે. અમને ઈજોહરીમાં રોકાણ કરવાની તેથી જ ખુશી થાય છે અને તેમની વૃદ્ધિ તેજ ગતિથી થશે એવો વિશ્વાસ છે.

અમુક લોકપ્રિય જ્વેલરી રિટેઈલરોએ ઈજોહરી મંચ પર આવી ગયા છે તેમાં પીએનજી જ્વેલર્સરાંકા જ્વેલર્સવામન હરી પેઠેડીપી જ્વેલર્સ, પી.સી. ચંદ્રાપીએમજે જ્વેલ્સ અને ઈબ્જા ગોલ્ડનો સમાવેશ થાય છે. ઈજોહરી ભારતભરમાં આક્રમક રીતે જ્વેલર્સને મંચ પર લઈ રહી છે અને આગામી 2-3 વર્ષમાં ઓફરની તેની શ્રેણી પૂરતી વધારવાની યોજના છે.

ઈજોહરીનો અજોડ ઓમ્નીચેનલ અભિગમ ગ્રાહકોને અજમાવો અને ખરીદી કરો સુવિધા આપે છેજેથી તેઓ ઓનલાઈન ખોજ કરી શકે અને ઓનલાઈન ખરીદી કરવા ઉપરાંત તેમની સુવિધાએ સ્ટોરમાં મુલાકાત લેવા માટે જ્વેલર્સની એપોઈન્ટમેન્ટ લઈ શકે છે.

Share This Article