ગુજરાત : ભારતની સૌથી મોટી પ્યોર-પ્લે ઈવી કંપની ઓલા ઈલેક્ટ્રીકે આજે દેશભરમાં તેના નેટવર્કનું વિસ્તરણ કરી તેને 4,000 સ્ટોર્સ સુધી કરવાની જાહેરાત કરી છે, જે વર્તમાન નેટવર્કથી ચાર ગણો વધારો છે. ઈવી ક્ષેત્રે વિશ્વના સૌથી નોંધપાત્ર વિસ્તરણમાંની એક, દેશમાં પહોંચ, વૃદ્ધિ અને સ્વિકૃતિને પ્રોત્સાહન આપતા, ઓલા ઇલેક્ટ્રિક આ ક્ષેત્રમાં તેના નેતૃત્વને મજબૂત બનાવ્યું છે. સર્વિસ સુવિધાઓ સાથેના 3,200થી વધુ નવા સ્ટોર્સની શરૂઆત સાથે, કંપની સમગ્ર ભારતમાં લગભગ દરેક નગર અને તાલુકામાં ટિયર-1 અને ટિયર-2 શહેરોની બહાર ગાઢ પ્રવેશ કરીને મોટા પાયે ઈવી અપનાવવા માટે પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. આ વિસ્તરણ સાથે, ઓલા ઇલેક્ટ્રિકે તેના #SavingsWalaScooter ઝુંબેશ હેઠળ તેનું વચન પૂર્ણ કર્યું છે.
ઓલા ઇલેક્ટ્રિકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભાવિશ અગ્રવાલે જણાવ્યું, “અમે વચન આપ્યું હતું, અને હવે અમે તેને પૂર્ણ કર્યું છે! અમે દરેક શહેર, નગર અને તાલુકામાં અમારૂં નેટવર્ક વિસ્તરણ કર્યું હોવાથી ભારતની ઈવી સફરમાં આજનો દિવસ મહત્વપૂર્ણ રીતે એક સીમાચિહ્નરૂપ બની ગયો છે. અમારા નવા શરૂ કરવામાં આવેલા સ્ટોર્સ સર્વિસ સેન્ટર્સ સાથેના છે, અમે અમારી #SavingsWalaScooter ઝુંબેશ સાથે નવા ધોરણો સ્થાપિત કરીને ઈવી ખરીદી અને માલિકી અનુભવને સંપૂર્ણપણે નવું રૂપ આપ્યું છે. જેમ જેમ અમે આગળ વધી રહ્યાં છીએ, અમે નવીનતાની સીમાઓને આગળ વધારવા અને #EndICEAge તરફ દેશની યાત્રાને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”