અમદાવાદ : ગુજરાતી સિનેમાને નવો રંગ આપતી થ્રિલર ફિલ્મ “શસ્ત્ર” નું ઑફિશિયલ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.. આ ફિલ્મ 1 લી મે 2025 ના રોજ રિલીઝ થવાની છે અને તેનું ટેગલાઈન છે – “You will be hacked!” જે પ્રેક્ષકોમાં ઊંડું કૌતૂહલ અને રોમાંચ જગાડી રહ્યું છે.
આ ફિલ્મનું ટીઝર જોતા લાગે છે કે ફિલ્મ ડિજિટલ યુગમાં વધી રહેલા સાઇબર ક્રાઇમ અને હેકિંગ જેવા ગંભીર વિષયને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. આજના સમયમાં ટેક્નોલોજી આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે, પણ સાથે સાથે તેનું જોખમ પણ વધતું જઈ રહ્યું છે.. શસ્ત્ર” માત્ર એક ફિલ્મ નથી, તે એક સતર્કતા છે, જે પ્રેક્ષકોને એન્ટરટેઇન કરવાનો જ નહીં, પણ આજના ડિજિટલ યુગના સંભવિત જોખમો વિશે પણ ચેતવણી આપવાનો પ્રયાસ કરે છે.
“શસ્ત્ર” માત્ર એક ફિલ્મ નહીં, પણ આજના સમયની કડવી હકીકતને ચીતરતું એક પ્રભાવશાળી વર્ણન છે. આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાના શ્રેષ્ઠ કલાકારોએ પોતાના અભિનય દ્વારા ફિલ્મને ઉંચાઈઓએ પહોંચાડવાની તૈયારી કરી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ચેતન ધનાણી, પુજા જોષી, દીપ વૈદ્ય, હેમિન ત્રિવેદી, શ્રેય મારાડીયા, પ્રિયલ ભટ્ટ જોવા મળશે. તેમજ નિર્માતામાં દિગ્દર્શક: કર્તવ્ય શાહ, લેખક: ભાર્ગવ ત્રિવેદી, નિર્માતા: અજય પટેલ, દિત જે પટેલ, અશોક પટેલ, પિયુષ પટેલ, કોન્સેપ્ટ અને ક્રિએટિવ ડિરેક્ટર: દિત જે પટેલ છે. આ ફિલ્મમાં મ્યુઝિક લેબલ સારેગામાં ગુજરાતી બેનર હેઠળ આપવામાં આવ્યું છે.
આ પોસ્ટર અને ફિલ્મના વિષયને ધ્યાનમાં રાખીએ તો, “શસ્ત્ર” ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં નવી દિશા આપતી લાગે છે. થ્રિલર, રહસ્ય અને ટેક્નોલોજીનું મિશ્રણ કરતું આ સિનેમેટિક અનુભૂતિ, પ્રેક્ષકોને સ્ક્રિન સાથે જોડી રાખશે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં થ્રિલર અને ટેક્નોલોજી આધારિત ફિલ્મો ઘણી ઓછી જોવા મળે છે. “શસ્ત્ર” માત્ર મનોરંજન પૂરું પાડતી થ્રિલર નહીં, પણ સાઇટેક્નોલોજી, સાઇબર સિક્યુરિટી અને હેકિંગ જેવા વિષયોને ગુજરાતીમાં પ્રસ્તુત કરતી અનોખી ફિલ્મ છે. ખાસ કરીને યુવા પેઢી અને ટેક્નોલોજી સાથે સતત સંકળાયેલા લોકો માટે આ એક મહત્વપૂર્ણ ફિલ્મ સાબિત થશે.
“આ ફિલ્મ આગામી 1લી મે, 2025ના રોજ એટલે કે ગુજરાત સ્થાપના દિનના પાવન પ્રસંગે રિલીઝ થશે – તો તમે તૈયાર થઈ જાઓ હેક થવા!”