અમદાવાદ : એન્જલ બ્રોકીંગ લિમીટેડ (અગાઉ એન્જલ બ્રોકીંગ પ્રાયવેટ લિમીટેડ તરીકે જાણીતી) એન્જલ આઇટ્રેડ પ્લાન નામનો નવો ઓનલાઇન પ્લાન રજૂ કર્યો છે. જેમાં સરળ પ્રાઇસીંગ પર સમાન ઓર્ડર આધારિત બ્રોકરેજ ફી મોડેલ પર પ્રિમીયમ સર્વિસ પૂરી પાડવાનો નિર્ધાર સેવવામાં આવ્યો છે. આ પ્લાન સંશોધન, સલાહ, ગ્રાહક સપોર્ટ અને મૂલ્ય વર્ધિત સેવાઓ ઓફર કરશે. સરળ બ્રોકરેજ પ્લાનમાં કોઇ પણ છૂપા ચાર્જીસ વિના ઇક્વિટી, એફએન્ડઓ, કોમોડિટી અને કરન્સીમાં રૂ. ૫૦,૦૦૦ અને રૂ. ૫૦,૦૦૦થી વધુની ઓર્ડર સાઇઝ પર ઓર્ડર દીઠ અનુક્રમે રૂ. ૧૫ અને ૩૦ પ્રાઇસ પોઇન્ટસનો સમાવેશ થાય છે.
નવી સેલ્ફ સર્વિસ ઓફરિંગ ઓનલાઇન ગ્રાહકો માટે ૧લી એપ્રિલ ૨૦૧૯થી ઉપલબ્ધ બનાવાયો છે એમ કંપનીના સીઇઓ શ્રી વિનય અગ્રવાલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવા સમયના ગ્રાહકો સરળ ઓનલાઇન નાણાંકીય યાત્રાની ઇચ્છા રાખે છે જે તેમને કેન્દ્રિત રોકાણ નિર્ણયો, વધુ પ્રયત્નો સિવાય કરવામાં મદદ કરે. આમ એન્જલ બ્રોકીંગની સરળ કિંમતે ઓનલાઇન સેલ્ફ સર્વિસીઝની રજાત ગ્રાહકોને ટેકનોલોજી લક્ષી ઓફરિંગ, વ્યક્તિદીઠ સલાહ અને પારદર્શક પ્રાઇસિંગ પૂરા પાડશે. વધુમાં કંપની માને છે કે આ પ્રકારની આગવી સેવાઓ અને માર્જિન ફંડીંગ સેવાઓ નવા અને હાલના એમ બન્ને ગ્રાહકોને ઉપયોગી સાબિત થશે. વધુમાં, કંપની ગૂંચવણો દૂર કરવા માગે છે અને ટેકનોલોજી પર વધુ ભાર મુકવા ધારે છે, જે સરળતા, ફોકસ અને સેલ્ફ-સર્વિસ આધારિત દેશમાં રોકાણ કલ્ચર ઊભુ કરવામાં મદદ કરશે. ગ્રાહકોની અલગ અલગ જરૂરિયાતોન પહોંચી વળવા માટે નવીનીકરણ અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તે એન્જલ બ્રોકીંગના ગ્રાહક કેન્દ્રિત દ્રષ્ટિકોણના મૂળમાં રહેલું છે.
કંપનીએ અગાઉ ટેકનોલોજી આધારિત અનેક પ્રયત્નો હાથ ધર્યા હતા. એઆરક્યૂ (રુલ બેઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ એન્જિન) અને એન્જલ બીઇઇ (યુવાન પેઢીને રોકાણ સલાહ સેવા પૂરી પાડવા માટેનું સંયુક્ત એડવાઇઝરી પ્લેટફોર્મ) ઉપરાંત આ સેલ્ફ સર્વિસ પ્લાનની રજૂઆત કંપનીની ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવાની વ્યૂહરચનાના અનુસારની છે. કંપનીના સીઇઓ શ્રી વિનય અગ્રવાલે ઉમેર્યું કે, અમારી ટેકનોલોજી આધારિત નાણાંકીય સેવા કંપની છે જેનો હેતુ રેટિલ બ્રોકીંગ ક્ષેત્રે નવીનતા લાવવાનો છે, દરેક વિસ્તારના ગ્રાહકોને મદદ કરી શકાય તે માટે એન્જલ બ્રોકીંગે એક કરતા વધુ ડિજીટલ પ્રયત્નો હાથ ધર્યા છે. અમે આશા રાખીએ છીએ કે ઓનલાઇન સેલ્ફ સર્વિસ ઓફરિંગ કે જે સરળ કિંમતે પૂરી પાડવામા આવે છે તે સૌપ્રથમ વખત રોકાણ કરતા રોકાણકારોને આકર્ષવામાં મદદ કરશે.
અમે માનીએ છે કે ઓનલાઇન એવી ઓફરિંગ ભવિષ્ય માટે સજ્જ સંસ્થા ધરાવવાની અમારી પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં વધુ એક કદમ છે. નવી સેલ્ફ સર્વિસ ઓફરિંગ એન્જલ બ્રોકીંગની મોબાઇલ અને ડિજીટલ એપ્લેકેશન્સ પર ઉપલબ્ધ છે.