ઓડિસી ઇલેક્ટ્રિક વ્હિકલ્સે 7” એન્ડ્રોઇડ ડિસ્પ્લે દ્વારા પાવર્ડ ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાયકલ VADER પ્રસ્તુત કર્યું

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

ભારતની સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી પ્રીમિયમ ઇલેક્ટ્રિક વાહન  ઉત્પાદક ઓડિસી ઇલેક્ટ્રિક વ્હિકલ્સે આજે એની નવી ઇલેક્ટ્રિક મોટરબાઇક VADER પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. ઓડિસી VADER 7-ઇંચ એન્ડ્રોઇડ ડિસ્પ્લે દ્વારા પાવર ભારતની પ્રથમ મોટરબાઇક છે તથા એક એપ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી દ્વારા નિયંત્રિત કરી શકાશે. VADER મોટરસાયકલ ઇકો મોડ પર 125 કિલોમીટરની રેન્જ સાથે આવે છે અને ઓડિસી ઇવી એપ દ્વારા પાવર્ડ છે, જે એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ છે. ભારતમાં બનેલ ઓડિસી VADERની પ્રારંભિક કિંમત રૂ. 1,09,000* (એક્સ-શોરૂમ અમદાવાદ) છે.

ઓડિસી VADER મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં પ્રસ્તુત થયું હતું.

ઓડિસી VADER નવી પ્રસ્તુત થયેલી ઓડિસી ઇવી એપ દ્વારા સંચાલિત છે. આ એપ બાઇક લોકેટર, જિયો ફેન્સ, ઇમ્મોબિલાઇઝેશન, એન્ટિ-થેફ્ટ, ટ્રેક એન્ડ ટ્રેસ, લૉ બેટરી એલર્ટ વગેરે જેવી કનેક્ટિવિટી ખાસિયતો ધરાવે છે, જે ટૂ-વ્હીલર યુઝર્સ માટે નેવિગેશનમાં સરળતા માટે આવશ્યક છે. ઇલેક્ટ્રિક મોટરબાઇક કેટલીક રોમાંચક નવી ખાસિયતો, નવી એન્જિન ટેકનોલોજીઓ ધરાવે છે તથા પાંચ નવા કલર – મિડનાઇટ બ્લૂ, ફિયરી રેડ, ગ્લોસી બ્લેક, વેનોમ ગ્રીન અને મિસ્ટી ગ્રેમાં ઉપલબ્ધ છે.

VADER 3000 વોટની ઇલેક્ટ્રિક મોટર પર ચાલે છે, જેની મહત્તમ સ્પીડ 85 કિલોમીટર પ્રતિ કલાક (કેએમપીએચ) છે. 128 કિલોગ્રામના કુલ વજન સાથે ઇલેક્ટ્રિક બાઇક કોમ્બિ બ્રેકિંગ સિસ્ટમ (સીબીએસ), ફ્રન્ટમાં 240એમએમ ડિસ્ક બ્રેક અને પાછળ 220એમએમની ડિસ્ક બ્રેક ધરાવે છે. ચાર્જિંગની સરળતા માટે કંપનીએ IP67 AIS 156 માન્યતાપ્રાપ્ત લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કર્યો છે, જે 4 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે. AIS -156 માન્યતાપ્રાપ્ત બેટરી પેક વિશિષ્ટ ફાસ્ટ ચાર્જિંગ સુનિશ્ચિત કરે છે અને દરરોજ અવરજવર માટે એને અતિ વિશ્વસનિય બનાવે છે.

ઓડિસી VADER ઇલેક્ટ્રિક મોટરબાઇક 7-ઇંચ એન્ડ્રોઇડ ડિસ્પ્લે, ગૂગલ મેપ્સ નેવિગેશન, 18 લિટરની મોટી સ્ટોરેજ સ્પેસ, ઓટીએ અપડેટ, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને વિવિધ કલરના વિકલ્પો ધરાવે છે – જે એને અત્યારે ઉપલબ્ધ સૌથી સંપૂર્ણ ઇ-બાઇક પેકેજ પૈકીનું એક બનાવે છે. એલઇડી લાઇટિંગ, રિજનરેટિવ બ્રેકિંગ અને ઉપયોગ કરવામાં સરળ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ જેવી અદ્યતન ટેકનોલોજી સાથે VADER વાજબી કિંમત પર અદ્યતન ખાસિયતો સાથે સલામતીના અસાધારણ પગલાં ઓફર કરે છે. આ વિશિષ્ટ ખાસિયતો VADERને બજારમાં અન્ય ઇલેક્ટ્રિક વાહનોથી અલગ બનાવે છે અને આ ભવિષ્યમાં પર્યાવરણને અનુકૂળ પરિવહન વિશે વિભાવના બદલવામાં શા માટે અસરકારક બનશે એ દર્શાવે છે.

આ પ્રસંગે ઓડિસી ઇલેક્ટ્રિક વ્હિકલ્સ પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ શ્રી નેમિન વોરાએ કહ્યું હતું કે, “મને VADER પ્રસ્તુત કરવાનો રોમાંચ છે, જે ટેકનોલોજીની દ્રષ્ટિએ અદ્યતન છે અને નવીન મોટરસાયકલ છે. અમારો લક્ષ્યાંક પર્યાવરણને અનુકૂળ અને વાજબી ખર્ચે મોબિલિટી પ્રદાન કરવાનો છે, જે દરેક માટે સુલભ થઈ શકશે. આ લક્ષ્યાંક હાંસલ કરવાની દિશામાં પ્રથમ પગલું છે – દરેક ઓપરેટ કરી શકે એવું વાજબી ઉત્પાદન બનાવવું. અમારું માનવું છે કે, VADER બજારમાં અતિ વાજબી કિંમતે અદ્યતન ટેકનોલોજી પ્રસ્તુત કરીને તમામ સવારો માટે પરિવહનને વધારે કાર્યદક્ષ બનાવવામાં મદદ કરશે. ઓડિસીનું નવું VADER સાતત્યપૂર્ણ જોડાણ અને પાવરફૂલ રનિંગ ક્ષમતાઓ ધરાવે છે, જે સવારોને તેમની સફરને સુવિધાજનક છતાં પરિવહનના વાજબી માધ્યમ બનાવવાની સાથે સંપૂર્ણ નિયંત્રણ આપવાની ક્ષમતા ધરાવે છે.”

Mr Nemin Vora CEO Odysse Electric Vehicles posing with VADER 31st March 2023 1.1 1 rotated

તેમણે ઉમેર્યું હતું કે, “અમે ફેમ-2 માન્યતાપ્રાપ્ત હાઈ-સ્પીડ મોટરબાઇક VADER સહિત વર્ષ 2023 માટે રોમાંચક નવી પ્રોડક્ટ રેન્જ ધરાવીએ છીએ. અમે વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રસ્તુત કરવાની યોજના ધરાવીએ છીએ. અમે વર્ષના અંત સુધીમાં અમારી ડિલરશિપનું નેટવર્ક વધારીને 150થી વધારે કરવાનો ઇરાદો પણ ધરાવીએ છીએ, અને અમને ધારણા છે કે, એનાથી અમારા વેચાણમાં ઓછામાં ઓછા 300 ટકાનો વધારો થશે.”

ઇલેક્ટ્રિક બાઇક બેટરી પર 3-વર્ષની વોરન્ટી અને પાવરટ્રેન પર 3 વર્ષની વોરન્ટી ઓફર કરે છે. ઓડિસી VADER બુકિંગ માટે ઓનલાઇન અને કંપનીના 68 આઉટલેટના ડિલરશિપ નેટવર્કમાં રૂ. 999ની બુકિંગ રકમ પર ઉપલબ્ધ થશે. ઓડિસી VADERની ડિલિવરી ચાલુ વર્ષે જુલાઈથી શરૂ થશે.

મોડલ – ખાસિયતની વિગત નીચે મુજબ છે.

પાવરટ્રેનબેટરીબેટરીની સલામતીની ખાસિયતો  
મોટરનો સાધારણ પાવર3.00 KWસેલ  NMC પ્રિસ્મેટિકસ્માર્ટ BMS વિથ CAN કમ્યુનિકેશનઓવરહીટિંગમાં ઓટો કટ-ઓફ અને યુઝર-એલર્ટ 4 ટેમ્પરેચર સેન્સર સેલ ટેમ્પરેચર ચેકથર્મલ પેડ્સપ્રેશર રીલિઝ વાલ્વટર્મિનલ બ્રેક ફ્યુઝ
પીક પાવર4.50 KWબેટરીની ક્ષમતા3.7 KWH
મહત્તમ ટોર્ક170 N/mબેટરીની રેટિંગIP 67
ટોપ સ્પીડ85KMPHમાન્યતાપ્રાપ્તAIS 156 માન્યતાપ્રાપ્ત
ડ્રાઇવ મોડ3 ફોરવર્ડ,
રિવર્સ અને પાર્કિંગ મોડ
આઇઓટી કનેક્ટેડ
કન્ટ્રોલરસ્માર્ટ કન્ટ્રોલર વિથ CAN કમ્યુનિકેશનલાઇવ ટ્રેકિંગઇમ્મોબિલાઇઝેશનજીયો-ફેન્સિંગનાણાં અને Co2ની બચતલૉ બેટરી એલર્ટ  
Share This Article