કોલક્તાભુવનેશ્વર : બંગાળના અખાતમાં ઉદ્ભવીને વિકરાળ શક્તિ સાથે ઓરિસ્સામાં ત્રાટકીને અભૂતપૂર્વ નુકસાન કર્યા બાદ હવે ખતરનાક ફેની તોફાનની પશ્ચિમ બંગાળમાં એન્ટ્રી થઇ છે. બંગાળમાં પણ ભારે વરસાદ જુદા જુદા વિસ્તારોમાં થઇ રહ્યો છે. ઓરિસ્સાની જેમ પણ બંગાળમાં પણ તોફાની પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બંગાળના જુદા જુદા ભાગોમાં પવન ફુંકાતા અહીં પણ નુકસાન થયુ છે. તીવ્ર તોફાન ફેની હવે સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઇ ગયા બાદ કેટલાક અંશે ઘાત ટળી ગઇ છે. બંગાળમાં પણ સાવચેની પગલા પહેલાથી જ લેવામાં આવી ચુક્યા છે. ભારે વરસાદ અને પ્રચંડ પવન સાથે ગઇકાલે શુક્રવારના દિવસે ફેનીએ એન્ટ્રી કર્યા બાદ ભારે તબાહી મચાવી હતી. હજુ સુધી ઓરિસ્સામાં આઠ લોકોના મોત થઇ ગયા છે. બીજી બાજુ અસ્ત વ્યસ્ત થયેલા માળખાને ફરી વ્યવસ્થિત કરવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે.
વીજળી અને દુરસંચારની વ્યવસ્થા વિકરાળ ફેનીના કારણે ભાંગી પડી હતી. હાલમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ઓરિસ્સામાં ભારે નુકસાન થયુ હતુ. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. કેટલાક વિસ્તારો પાણીમાં જળબંબાકાર થઇ ગયા હતા. દરિયાકાઠાના રાજ્યોમાં હજુ પણ રેડ એલર્ટ છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ગઇકાલે તોફાન ફેનીએ આશરે સવારે આઠ વાગ્યા ઓરિસ્સાના ધાર્મિક નગર પુરીમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તબાહીની શરૂઆત થઇ હતી. અતિ ભારે વરસાદ અને પ્રચંડ પવનના કારણે કાચા પાકા મકાનો તુટી પડ્યા હતા. સંભવિત નુકસાનને ટાળવા માટે પહેલાથી જ ૧૨ લાખ લોકોને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા. જેના કારણે નુકસાન ટળી ગયુ છે.
અતિ પ્રચંડ ચક્રાવાતી તોફાન ફેની ગઇકાલે સવારે આઠ વાગે ઓરિસ્સામાં ત્રાટક્યું હતું. આની અસર હેઠળ શરૂઆતમાં ૧૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયા બાદ તેની ગતિ વધી હતી અને ૨૪૫ પ્રતિ કલાક કિલોમીટર થઈ હતી. પાટનગર ભુવનેશ્વરમાં પણ ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. ભુવનેશ્વરમાં અનેક જગ્યાઓએ વૃક્ષો તૂટી પડ્યા હતા.અગાઉ ફેની તોફાન ઓરિસ્સાના દરિયાકાઠાના વિસ્તારમાં પૂર્ણ તાકાત સાથે ત્રાટક્યુ હતુ. તેની જારદાર અસર હેઠળ ઓરિસ્સાના ધાર્મિક શહેર પુરી સહિત તમામ વિસ્તારોમાં ૨૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જેના પરિણામસ્વરૂપે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ હતું. ઓરિસ્સામાં ભારે વરસાદ પડ્યો હતો. નુકસાનને ટાળવા માટે તંત્ર દ્વારા પહેલાથી જ પગલા લેવામાં આવ્યા બાદ રાહત થઇ હતી.
ખુબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કરી ચુકેલા ફેનીએ પુરીના ગોપાલપુર અને ચાંદબલીની નજીક એન્ટ્રી કરી હતી. આ ગાળા દરમિયાન ૨૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયા હતા. રેલવે દ્વારા હાલમાં સાવચેતીના પગલારૂપે ૨૦૦ ટ્રેનોને રદ કરવામાં આવી હતી. ફેનીના કારણે ઓરિસ્સાના આશરે ૧૦,૦૦૦ ગામ અને બાવન શહેરો પ્રભાવિત થયા છે. આવી Âસ્થતીમાં ૫૦૦૦ શેલ્ટર હોમ બનાવી દેવામાં આવ્યા છે. ઓરિસ્સામાં વાસ્તવિક કેટલુ નુકસાન થયુ છે તેની ખાતરી કરવામાં આવી રહી છે. વિજળી, પાણી અને દુરસંચાર વ્યવસ્થાને યોગ્ય બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે તીવ્ર તોફાન ફેની હવે સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઇ ગયુ છે. તે હવે બંગાળમાં પહોંચી ગયા બાદ ડીપ ડિપ્રેશનમાં નબળુ પડ્યુ છે. હવે બાંગ્લાદેશ તરફ આગળ વધી ગયુ છે. ફેનીની એન્ટ્રી બંગાળમાં થયા બાદ અહીં પણ વરસાદ થઇ રહ્યો છે. ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સાથે વાયા ખડગપુરકથી બંગાળમાં તોફાનની એન્ટ્રી થઇ હતી. જાકે કે તંત્ર પહેલાથી જ સાબદુ રાખવામાં આવ્યુ હતુ. ફેની હવે નાદિયા અને મુર્શિદાબાદ મારફતે બંગાળમાંથી નિકળીને બાગ્લાદેશની તરફ આગળ વધશે. જા કે તેની તીવ્રતા હવે ઘટી ગઇ છે. જેથી નુકસાનનો ખતરો ટળી ગયો છે.