વડોદરા : ભારતમાં અગ્રણી પ્રજનન સંભાળ પ્રદાતા, એટલે કે ઓએસિસ ફર્ટિલિટીએ બરોડા ઑબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી સોસાયટી (BOGS) સાથે મળીને વડોદરાના હયાત પ્લેસ, નિલામ્બર ટ્રાયમ્ફ ખાતે ‘ઇન ધ ગુડ હેન્ડ્સ ઓફ સાયન્સ’ નામના અનન્ય અભિયાન સાથે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નિક્સ (ART) કોન્ક્લેવ 2025 શરૂ કર્યો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજનન સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ બિમારીઓનો સામનો કરીને ફર્ટીલીટી રેટ (પ્રજનન-દર) ઘટાડવામાં અથવા તેનો સામનો કરવા માટે વિજ્ઞાન નવીનતમ અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગ વિશે સમજાવવાનો હતો.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અમદાવાદમાં ડૉ. નાગોરીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ફર્ટિલિટી એન્ડ IVFના ડિરેક્ટર ડૉ. સી. બી. નાગોરી સહીત BOGSના પ્રમુખ ડૉ. અર્ચના દ્વિવેદી; BOGSના માનદ સચિવ ડૉ. રેશ્મી બેનર્જી; નાગોરી ઇન્સ્ટિટ્યૂટના સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ ડૉ. સોનલ પંચાલ; ઓએસિસ ફર્ટિલિટીના સાયન્ટિફિક હેડ અને ક્લિનિકલ એમ્બ્રિયોલોજિસ્ટ ડૉ. કૃષ્ણ ચૈતન્ય એમ, પુણેના રિજનલ મેડિકલ હેડ અને ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડૉ. નિલેશ બાલકાવડે, વડોદરાના ક્લિનિકલ હેડ અને ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડૉ. સુષ્મા બક્ષી પણ ઉપસ્થિત રહ્યા હતા. એક વિશિષ્ટ શૈક્ષણિક અને ટેકનોલોજી-સંચાલિત પ્લેટફોર્મ તરીકે, એઆરટી કોન્ક્લેવમાં ફર્ટીલીટી એક્સપર્ટ, સ્પેશ્યલીસ્ટસ, અગ્રણી એમ્બ્ર્યોલોજિસ્ટ અને પ્રતિષ્ઠિત ગાઈનોકોલજિસ્ટ સહિત વિવિધ પ્રખ્યાત અનુભવીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને ક્ષેત્રોમાંથી સોથી વધુ સહભાગીઓએ કોન્ક્લેવમાં હાજરી આપી હતી.
એઆરટી કોન્ક્લેવ 2025 માં વિવિધ વિષયો પર જનનક્ષમતા સંબંધતિ સારવાર અને પડકારો વિશે સમજણ કેળવવા માટે વિવિધ અર્થપૂર્ણ અને વિચાર-પ્રેરક સત્રો આયોજિત કરવામાં આવ્યા હતા. નોંધપાત્ર સત્રોમાં ડૉ. પૂર્ણિમા માથુર દ્વારા “બિયોન્ડ ધ ઓડ્સ”, ડૉ. અભિષેક શાહ દ્વારા “ફ્રોમ લેબ ટુ લાઇફ” અને ડૉ. સુષ્મા બક્ષી દ્વારા “ધ ટિકિંગ ક્લોક”નો સમાવેશ થાય છે. ડૉ. કૃષ્ણ ચૈતન્યએ “ધ ટ્રિપલ થ્રેટ ટુ મેલ ફર્ટિલિટી” વિષય પર એક સત્રનું પણ નેતૃત્વ કર્યું હતું. ડૉ. સી. બી. નાગોરી દ્વારા “પ્રોજેસ્ટેરોન સપ્લિમેન્ટેશન ઇન ઇન્ફર્ટિલિટી” વિષય પર ગેસ્ટ લેક્ચર દ્વારા આ કોન્ક્લેવ વધુ માહિતીપૂર્ણ બન્યો.
આ કોન્ક્લેવમાં ડૉ. સોનલ પંચાલ દ્વારા પેરી-ઓવ્યુલેટરી સોનોએન્ડોક્રિનોલોજિકલ કોરિલેશન પર મુખ્ય સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના પછી રિજનલ મેડિકલ હેડ અને ફર્ટીલીટી સ્પેશ્યલિસ્ટ ડૉ. નિલેશ બાલકાવડે દ્વારા ડિકોડિંગ ઇન્ફર્ટિલિટી પર જ્ઞાનાત્મક પેનલ ચર્ચા યોજવામાં આવી. વધુમાં, આ કાર્યક્રમમાં ફર્ટીલીટીમાં એન્ડોસ્કોપી, મેલ ફર્ટીલીટી, ફિમેલ ફર્ટીલીટી અને ફર્ટીલીટીમાં USG જેવા વિષયોને આવરી લેતા ઇન્ટરેક્ટિવ રાઉન્ડ ટેબલ સત્રો આયોજિત કરવામાં આવ્યા હતા. આ ચર્ચાઓથી સહભાગીઓને પ્રજનનક્ષમતામાં આવતા પડકારોને વધુ સારી રીતે સંચાલિત કરવા માટે મૂલ્યવાન જ્ઞાન અને વ્યવહારુ માહિતી મેળવવામાં મદદ મળી.
જો કોઈ દંપતીને એક વર્ષથી વધુ સમયથી કુદરતી રીતે ગર્ભધારણ કરવાનો પ્રયાસ કર્યા બાદ સફળતા ન મળે, તો ફર્ટીલીટી એક્સપર્ટ (પ્રજનન નિષ્ણાત) ની સલાહ લેવી જરૂરી છે. પ્રારંભિક હસ્તક્ષેપ કોઈપણ મુખ્ય સમસ્યાઓ ઓળખવામાં અને ગર્ભધારણની સંભાવનાને સુધારવામાં મદદ કરી શકે છે. ઓએસિસ ફર્ટિલિટી પ્રજનનક્ષમતા વધારવા અને સફળ ગર્ભધારણની શક્યતાઓ વધારવા માટે અદ્યતન સારવાર અને વ્યક્તિગત સહાય પ્રદાન કરે છે.
એઆરટી કોન્ક્લેવ 2025 એ પ્રજનનની અદ્યતન સારવારોને સુલભ અને અસરકારક બનાવવા માટે ઓએસિસ ફર્ટિલિટીની અતૂટ પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો. અમારો લક્ષ્ય સમુદાયની વધુ સારી સેવા પ્રદાન કરવાનું અને વધુને વધુ દંપતીઓને તેમના માતાપિતા બનવાના સપનાને સાકાર કરવામાં મદદ કરવાનો છે.
કાર્યક્રમના પ્રથમ દિવસે, સાયન્ટિફિક હેડ અને ક્લિનિકલ એમ્બ્ર્યોલોજિસ્ટ ડૉ. કૃષ્ણા ચૈતન્ય એમ એ પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું, “ઇન ધ ગુડ હેન્ડ્સ ઓફ સાયન્સ” થીમ ઈનફર્ટીલીટી (વંધ્યત્વ) ના પડકારોને સંબોધવામાં નવીનતાનો ઉપયોગ કરવા માટેના અમારા અતૂટ સમર્પણને પ્રતિબિંબિત કરે છે. એઆરટી કોન્ક્લેવ 2025 માં, પુરુષોની પ્રજનનક્ષમતા માટે ટ્રિપલ થ્રેટ પરના સત્રની શરૂઆત સાથે અમે પુરુષોની પ્રજનનક્ષમતાના મહત્વપૂર્ણ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. વીર્યની ગુણવત્તા જેવા પરિબળો પ્રજનનને કેવી રીતે અસર કરે છે તેની ઊંડી સમજ મેળવવી એ સારવારની અનુરૂપ પદ્ધતિ વિકસાવવા માટે જરૂરી છે. આ કોન્ક્લેવ જાહેર જાગૃતિ વધારવા માટે એક મહત્વપૂર્ણ મંચ છે, જે પુરાવા-આધારિત આંતરદૃષ્ટિ કરીને વ્યક્તિઓ અને દંપતીઓને તેમની પ્રજનન યાત્રાઓ પર જાણકાર, આત્મવિશ્વાસપૂર્ણ નિર્ણયો લેવા માટે સશક્ત બનાવે છે.”
ઓએસિસ ફર્ટિલિટીના પ્રાદેશિક તબીબી વડા અને પ્રજનન નિષ્ણાત ડૉ. નિલેશ બાલકાવડેએ જણાવ્યું હતું કે, ‘એઆરટી કોન્ક્લેવ 2025 એ વૈજ્ઞાનિક પ્રગતિ પડકારોને કેવી રીતે નવી તકોમાં ફેરવી શકે છે, તેના પર પ્રકાશ પાડે છે. અમે વંધ્યત્વને સમજવા અને ગર્ભધારણની શક્યતાઓ વધારવા અને પ્રજનનક્ષમતામાં એન્ડોસ્કોપી- એટલે કે એન્ડોસ્કોપી કેવી રીતે પ્રજનન સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે અને ગર્ભધારણની શક્યતાઓમાં મદદ કરે છે વગેરે. માટે મૂલ્યવાન વ્યૂહરચનાઓ પ્રદાન કરતા ડીકોડિંગ ફર્ટિલિટીના અર્થપૂર્ણ સત્રો આયોજિત કરવા માટે ઉત્સાહિત છીએ.
વડોદરાના ક્લિનિકલ હેડ અને ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડૉ. સુષ્મા બક્ષીએ જણાવ્યું હતું કે, ‘એઆરટી કોન્ક્લેવ 2025માં, અમે પ્રજનનક્ષમતા અને પ્રજનનક્ષમતાની સારવાર સંબંધિત વિવિધ વિષયો પર મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરીશું, ખાસ કરીને ધ ટિકિંગ ક્લોક ઇન પુઅર ઓવેરિયન રિઝર્વ પર, જ્યાં સહભાગીઓ ઓછી અંડાશયીય ક્ષમતાના કારણો અને ઉચ્ચ-ગુણવત્તાવાળા અંડાશયની પુનઃપ્રાપ્તિ દ્વારા તેને સુધારવાની રીતો વિશે શીખશે. રેફરલ માટે શ્રેષ્ઠ સમય પર ધ્યાન કેન્દ્રિત કરીને, અમે આરોગ્યસંભાળ વ્યાવસાયિકોને જાણકાર નિર્ણયો લેવા માટે જરૂરી જ્ઞાનથી સજ્જ કરવાનો અને આખરે, ઇન્ફર્ટિલિટી (વંધ્યત્વ) જેવા પડકારોનો સામનો કરી રહેલા લોકો માટે સુધારેલી સંભાળ અને વધુ અસરકારક સારવાર સુનિશ્ચિત કરવાનો લક્ષ્યાંક રાખીએ છીએ.’
ઓએસિસ ફર્ટિલિટી પ્રજનનક્ષમતાની સંભાળમાં મોખરે છે, જે પ્રીઇમ્પ્લાન્ટેશન જિનેટિક ટેસ્ટિંગ ફોર એન્યુપ્લોઇડીઝ (PGT-A) જેવી પ્રક્રિયાઓ સહીત ક્લિનિકલ શ્રેષ્ઠતા અને અદ્યતન ટેકનોલોજી વડે સારવાર પૂરી પાડે છે. આ પ્રગતિઓએ ગર્ભધારણ સાથે પડકારોનો સામનો કરી રહેલા યુવાન દંપતીઓ તેમજ ક્રોમોઝોમલ અસામાન્યતાઓના ઇતિહાસ ધરાવતા પરિવારોને કુદરતી રીતે સ્વસ્થ બાળકોને જન્મ આપવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઓએસિસ ફર્ટિલિટી એ દવા-મુક્ત IVF વિકલ્પ, “CAPA ઇન વિટ્રો મેચ્યોરેશન (IVM)” રજૂ કરનાર સૌપ્રથમ છે, જે ખાસ PCOS ધરાવતા દર્દીઓ અથવા અગાઉના IVF ના નબળા પરિણામો ધરાવતા દર્દીઓ માટે ફાયદાકારક છે.
ઓએસિસ ફર્ટિલિટી વિશે:
સદ્ગુરુ હેલ્થકેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડની સંસ્થા, ઓએસિસ ફર્ટિલિટીએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત શ્રેષ્ઠ પ્રથાઓ અને પ્રજનનક્ષમતા સારવારમાં પ્રોટોકોલનો અમલ કરીને ભારતમાં પ્રજનન સંભાળમાં ક્રાંતિ લાવી છે. અમારા “વન-સ્ટોપ” ડે-કેર ક્લિનિકે એક જ છત નીચે પરામર્શ, તપાસ અને સારવાર જેવી સેવાઓ ઓફર કરી હતી, જ્યાં ભાવિ માતાપિતાને અનુકૂળ અને સહાયક વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું હતું. 2009 માં તેની સ્થાપના થઈ ત્યારથી, ઓએસિસ ફર્ટિલિટીએ આંતરરાષ્ટ્રીય સ્તરે સંપર્ક ધરાવતા અનુભવી ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટની અમારી ટીમના કારણે ઉચ્ચ સફળતા દરના આધારે ખુબ પ્રસિદ્ધિ મેળવી છે. અમે આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક, ઝારખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઓડિશા જેવા શહેરોમાં 30 કેન્દ્રો સ્થાપિત કરીને અમારી હાજરીનો વિસ્તાર કર્યો છે