એમ્નીલ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ક (NYSE: AMRX) (Amneal), ભારતમાં તેની કમર્શિયલ ઓપરેશન્સ શરૂ કરે છે. તેની ઈન્ડિયા કમર્શિયલ ઓપરેશન્સનું સંચાલન કરવા માટે, એમ્નીલે શ્રી શ્યમાકાંત ગીરીને ઈન્ડિયા બિઝનેસ એન્ડ ઈમર્જિંગ માર્કેટ્સના મેનેજિંગ ડિરેક્ટર અને પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. શ્રી ગિરી પાસે અગ્રણી ભારતીય અને બહુરાષ્ટ્રીય સંસ્થાઓના બિઝનેસ વિભાગો અને વ્યૂહાત્મક કામગીરીનો બે દાયકાથી વધુનો અનુભવ છે. આ નવી ભૂમિકામાં, તે ભારત, આફ્રિકા, ગલ્ફ, સીઆઈએસ અને દક્ષિણ એશિયાના બજારોમાં એમ્નીલ વ્યાપારી વિસ્તરણ અને વૃદ્ધિ માટે જવાબદાર રહેશે.
એમ્નીલ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ક 2008 થી ભારતમાં મજબૂત ઉત્પાદન અને R&D ફૂટપ્રિન્ટ ધરાવે છે અને મુખ્ય ઉત્પાદનોની નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને અમદાવાદ, દહેજ, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમમાં તેની અત્યાધુનિક વર્લ્ડ ક્લાસ ઉત્પાદન સુવિધાઓ છે. ભારતમાં એમ્નીલના કમર્શિયલ ઓપરેશન્સની શરૂઆત સાથે, કંપનીનો ઉદ્દેશ્ય અપૂર્ણ મેડિકલ જરૂરિયાતો પૂરી પાડવાનો છે, અને પોસાય તેવા ભાવે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો માટે તેની ઉદ્યોગ-અગ્રણી પ્રતિષ્ઠાનો વિસ્તાર કરવાનો છે.
શ્રી ચિરાગ અને ચિન્ટુ પટેલ, કો-ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ, એમ્નીલએ જણાવ્યું હતું કે, “અમે ભારતમાં એમ્નીલની કામગીરીને વિસ્તારવા માટે ખુશ છીએ. અમે ભારતીય હિતધારકો સાથે મળીને આવશ્યક દવાઓમાં નવીનતમ નવીનતાઓની પહોંચ દ્વારા તંદુરસ્તી શક્ય બનાવવા માટે આતુર છીએ. કોમ્યુનિટી-ઓરિએન્ટેડ ફર્મ હોવાને કારણે, અમે બજારની અપૂર્ણ જરૂરિયાતોને સંબોધતા ઉત્પાદનોની નવીનતા પર વિશેષ ભાર મૂક્યો છે. ગિરી જેવા ઉદ્યોગના દિગ્ગજ, જેઓ અમારા વિઝનને શેર કરે છે, તે ભારતમાં એમ્નીલના વિકાસ પાછળ એક મુખ્ય પ્રોત્સાહન હશે.”
શ્રી શ્યમાકાંત ગીરી, મેનેજિંગ ડિરેક્ટર અને પ્રેસિડેન્ટ, ઇન્ડિયા બિઝનેસ એન્ડ ઇમર્જિંગ માર્કેટ્સ, એમ્નીલ હેલ્થકેર પ્રા. લિ., જણાવ્યું હતું કે, “હું એમ્નીલ પરિવારનો ભાગ બનવા માટે સન્માનિત છું. બે દાયકા કરતાં વધુ સમયના વારસા સાથે ઉદ્દેશ્યથી ચાલતી કંપની, એમ્નીલ યુ.એસ. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ઉભરતી અગ્રણી રહી છે, અને હવે તે આજે ભારતમાં વૈશ્વિક ગુણવત્તાયુક્ત મેડિકલ ઉકેલોની ઍક્સેસ લાવી રહી છે. એમ્નીલના મજબૂત R&Dના 20+ વર્ષના વારસા, વિસ્તૃત પોર્ટફોલિયો અને જાણકારી સાથે, હું માનું છું કે અમે દેશની મેડિકલ જરૂરિયાતોને સંબોધવામાં નોંધપાત્ર મૂલ્ય પ્રદાન કરી શકીએ છીએ અને અસંખ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉકેલો પ્રદાન કરી શકીએ છીએ.”
એમ્નીલ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ક એ ન્યુ જર્સી સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની છે જે આવશ્યક દવાઓની ઍક્સેસ પ્રદાન કરે છે. દર્દીઓ અને આરોગ્યસંભાળ પ્રણાલીઓ માટે સુલભ દવાઓમાં નવીનતાઓ પહોંચાડવી અને છેલ્લા 20+ વર્ષોથી પ્રમાણિકતા અને અખંડિતતા પર મજબૂત પાયો ઉભો કરીને, કંપનીએ તેના પોર્ટફોલિયોને જેનરિકથી વિશેષતા ઉત્પાદનો, બાયોસિમિલર્સ અને સંસ્થાકીય ઇન્જેક્ટેબલ સુધી વિસ્તાર્યો છે.