નુસરત ફિલ્મમાં મજબુતી સાથે આગળ વધી રહી છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડમાં નવી અભિનેત્રી નુસરત ભરૂચા હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં વધારે વિશ્વાસ સાથે વધી રહી છે. હાલમાં જ રજૂ કરવામાં આવેલી તેની ફિલ્મ સોનુ કે ટિટુ કી સ્વીટી બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા હાંસલ કરી ચુકી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રહેલા લોકો હવે તેને જુદી રીતે જાવા લાગી ગયા છે. તેનામાં હવે આત્મવિશ્વાસ દેખાઇ રહ્યો છે. નવા નિર્માતા નિર્દેશકો તરફથી પણ તેને હવે સારી ઓફર મળે તેવી શક્યતા છે. નુસરતે કહ્યુ છે કે આ ફિલ્મ રજૂ થયા બાદ તેની ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી છે. પ્યાર કા પંચનામા ફેઇમ નુસરતે કહ્યુ છે કે તેની બોલબાલા હવે વધી રહી છે.

કેટલાક લોકો તેને ઓફર કરી રહ્યા છે. સોનુ કે ટિટુ કી સ્વીટી ફિલ્મ ન્યુ એજ લવ ટ્રાઇગલ સ્ટોરી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળત સાબિત થઇ હતી. આ ફિલ્મ ૧૦૦ કરોડની કમાણી કરીને તમામનુ ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. ફિલ્મ સાથે જાડાયેલા નિષ્ણાંત તરણ આદર્શે કહ્યુ છે કે આ ફિલ્મ ખરેખર સારી ફિલ્મ છે. જે ૧૦૦ કરોડના આંકડાને પાર કરી ચુકી છે.

નવી પેઢીને ફિલ્મમાં રહેલા કલાકારો પસંદ પડી રહ્યા છે. વર્ષ ૨૦૧૮માં પદ્માવત અને હવે સોનુ કે ટિટુ કી સ્વીટી ફિલ્મનો સમાવેશ થાય છે. યુવા અભિનેત્રી આવનાર સમયમાં વધારે સારી ફિલ્મો કરવા માટે આશાવાદી છે. નુસરત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં વધુ મજબુતી સાથે આગળ વધવા માટે ઇચ્છુક છે. તેની અગાઉ પ્યાર કા પંચનામા ફિલ્મ પણ ચાહકોને પસંદ પડી હતી. નવી નવી જાડીને ચમકાવવાની પરંપરા છે.

Share This Article