થિરુવનંતપુરમ: સમગ્ર કેરળને અને દેશને હચમચાવી મુકનાર કેરળ નન રેપ મામલામાં આરોપી જલંધરના બિશપ ફ્રેન્કો સાથે સંબંધિત મામલો વેટીકન પહોંચી ચુક્યો છે. ભારત તરફથી ચર્ચ પ્રતિનિધિ વેટીકનમાં આ મામલા પર ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે. એમ માનવામાં આવે છે કે ટુંક સમયમાં જ વેટીકન આને લઈને દરમિયાનગીરી કરી શકે છે.
સૂત્રોના કહેવા મુજબ આરોપી બિશપનો મામલો વેટીકન પહોંચી ચુક્યો છે. એમ માનવામાં આવે છે કે ચર્ચા બાદ આવનાર દિવસોમાં વેટીકન દરમિયાનગીરી કરશે. બિશપ ફ્રેન્કોની મુશ્કેલી દિન પ્રતિદિન વધી રહી છે. તેમની પૂછપરછનો તખ્તો પણ તૈયાર થઈ રહ્યો છે. તેમના ઉપર દબાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. કેરળમાં ટોપ અધિકારીઓની ટુકડી દ્વારા તેમની હવે કોઈપણ સમયે પૂછપરછ થઈ શકે છે. બીજી બાજુ બિશપ ફ્રેન્કોની મુશ્કેલી વધવા માટે અન્ય કારણો પણ જવાબદાર છે.
સમાજના લોકો દ્વારા પણ બિશપ ફ્રેન્કો સામે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. આરોપી બિશપ ફ્રેન્કો તરફથી કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં તેઓ વિવાદોના ઘેરામાં રહ્યા છે. નન દ્વારા રેપનો આક્ષેપ મુકવામાં આવ્યા બાદ બિશપની સામે અન્ય અનેક નન પણ મેદાનમાં આવી ગઈ છે. પીડિતાના ભાઈએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણીના પરિણામ સ્વરૂપે રાજ્ય સરકાર આરોપી પાદરીની સામે કોઈ કાર્યવાહી કરી શકી નથી પરંતુ તેમની સામે કઠોર કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.
પીડિતાના આક્ષેપ બાદથી અન્ય નન દ્વારા પણ જોરદાર રજુઆત કરવામાં આવી રહી છે. બીજી બાજુ આ મામલામાં બે જુથો આમને સામને આવી ગયા છે. ફ્રેન્કોના બચાવમાં પણ એક સંસ્થા મેદાનમાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ નન બિશપની સાથે ૨૦ વખત યાત્રા ઉપર ફરવા માટે ગઈ હતી.