કોટ્ટાયમ: કેરળમાં નન રેપ મામલામાં આરોપી બિશપ ફ્રેન્કો મુલક્કલ દ્વારા એક સરક્યુલર જારી કરીને વહીવટી જવાબદારી બીજા પાદરીને સોંપી દેવાનો નિર્ણય કર્યો છે. તેઓએ જાલંદર ડાયોસીસના વહીવટી જવાબદારીની શÂક્ત ફાદર મેથ્યુ કોક્કંદમને સોંપી દીધી છે. ૧૩મી સપ્ટેમ્બરના દિવસે લખવામાં આવેલા આ સરક્યુલરમાં ફ્રેન્કો તરફથી કહેવામાં આવ્યું છે કે તેમની ગેરહાજરીમાં મેથ્યુ ડાયોસીસની જવાબદારી સંભાળશે. સરક્યુલરમાં બિશપ ફ્રેન્કોએ તમામ પ્રકારના મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ લોકોનો આભાર માન્યો છે.
પત્રમાં કહ્યું છે કે તેઓ આપને વિનંતી કરે છે કે પીડિત અને તેના સમર્થકો માટે પ્રાર્થના જારી રાખવામાં આવે જેથી દિવ્ય શÂક્તઓની દરમિયાનગીરીથી દિલોમાં પરિવર્તન થશે અને મામલાની વાસ્તવિકતા સપાટી પર આવશે. બિશપ ફ્રેન્કોએ એમ પણ લખ્યું છે કે તેઓએ તમામ બાબત ભગવાનના હાથમાં છોડી દીધી છે. આરોપોની તપાસ કરનાર ટીમના રિપોર્ટની રાહ જાઈ રહ્યા છીએ. બિશપ ફ્રેન્કો ૨૦૧૪ થી ૨૦૧૬ એક નન સાથે બળાત્કારના મામલામાં અપરાધી તરીકે છે. આરોપી તરીકે જાહેર થયા બાદ ભારે હોબાળો થયેલો છે. તેમની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. આરોપી બિશપનો મામલો હવે વેટીકન પહોંચી ચુક્યો છે. એમ માનવામાં આવે છે કે ચર્ચા બાદ મામલામાં આવનાર દિવસોમાં વેટીકન તરફથી પણ દરમિયાનગીરી કરવામાં આવશે.
બિશપ ફ્રેન્કોએ પત્રમાં કહ્યું છે કે તેમને કેરળમાં એક પાંચ અધિકારીઓની ટુકડી દ્વારા સ્પષ્ટીકરણ માટે બોલાવવામાં આવી શકે છે. કેરળમાં તપાસ અધિકારી તેમને બોલાવી શકે છે. બીજી બાજુ કેરળની નન સાથે રેપના મામલામાં મિશનરી ઓફ જીસસ સંસ્થા દ્વારા બિશપ ફ્રેન્કોનો બચાવ કરવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દરેક રેપ પીડિત માટે દોષિતને મળવાની બાબત મોત સમાન હોય છે. જે રેપની વાત થઈ રહી છે. તે પણ બિશપની સાથે ૨૦ વખત યાત્રા પર કેમ ગઈ હતી તેને લઈને પ્રશ્નો થઈ રહ્યા છે.
બીજી બાજુ રોમન કેથોલિક પાદરી પર બળાત્કારના મામલામાં અને આરોપી મુકનાર નને ભારતમાં વેટીકનના રાજદૂતની પાસેથી ન્યાયની માંગ કરી છે. પીડિત નને વેટીકન રાજદૂતની પાસે અરજી દાખલ કરીને પત્રમાં લખ્યું છે કે તેઓ આરોપી પાદરી કેસનો નિકાલ લાવીને રાજનીતિ અને મની પાવરનો ઉપયોગ કરી રહ્યા છે. નને પોતાની અરજીમાં પાદરીના હોદ્દા પરથી તેમને દુર કરવાની પણ માંગ કરી છે.