સાંસદો અને ધારાસભ્યો સામે કેસોની સંખ્યા સતત વધી રહી છે. ડિસેમ્બર-૨૦૧૮માં સાંસદો અને ધારાસભ્યો વિરૂધ્ધ પડતર કેસોની સંખ્યા ૪૯૨૨ હતી જે ડિસેમ્બર ૨૦૨૧માં વધીને ૪૯૭૯ અને નવેમ્બર ૨૦૨૨માં ૫૦૯૭ થઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટમાં વરિ એડવોકેટ વિજય હંસારિયા અને એડવોકેય સ્નેહા કલીતા દ્રારા આ જાણકારી આપવામાં આવી છે. પડતર કેસોમાંથી ૪૧ ટકા કેસ પાંચ વર્ષ જૂના છે. આમ છતાં અદાલત તેના સંબંધિત કેસો પર અશ્ર્વિનીકુમાર ઉપાધ્યાયની યાચિકા પર ધ્યાન આપી રહી છે. હાઈકોર્ટે કાયદા ઘડનારાઓ સામે ટ્રાયલ ઝડપી કરવા માટે સમયાંતરે વિવિધ વચગાળાના આદેશો આપ્યા છે.નવેમ્બર-૨૦૨૨ સુધીમાં ઉત્તરપ્રદેશમાં સાંસદો અને ધારાસભ્યો વિરૂધ્ધ સૌથી વધુ ૧૩૭૭ કેસ નોંધાયા છે. ત્યારબાદ બિહારમાં ૫૪૬ તો મહારાષ્ર્ટ્રમાં ૪૮૨ કેસ નોંધાયા છે. આ રિપોર્ટમાં જમ્મુ કાશ્મીર અને લદાખના પડતર કેસના આંકડા ઉપલબ્દ ન હોવાથી તેને સામેલ કરવામાં આવ્યા નથી.
સુપ્રીમ કોર્ટ હાલના અને પૂર્વ સાંસદો-ધારાસભ્યો વિરૂધ્ધ કેસની ઝડપી સુનાવણી માટે ઉપાધ્યાય દ્રારા દાખલ કરેલીજનહિત યાચિકા પર વિચાર કરશે.પાંચ વર્ષ કરતાં વધુ સમયથી પેન્ડિંગ કેસોની સૌથી વધુ સંખ્યા ઓડિસા રાયમાં ૭૧ ટકા જેટલી છે ત્યારબાદ બિહારમાં ૬૯ ટકા અને ઉત્તરપ્રદેશમાં ૫૨ ટકા છે. આ પહેલાં હંસારિયાએ તેના ૧૭માં સ્ટેટસ રિપોર્ટમાં કહ્યું હતું કે ૫૧ સાંસદો પર ઈડીએ મની લોન્ડરિંગ કેસ નોંધ્યા છે. યાર આટલા જ કેસ સીબીઆઈ દ્રારા પણ નોંધાયા છે. ૪ ડિસેમ્બર, ૨૦૧૮ બાદ ૨૭૭૫ કેસોના નિકાલ પછી પણ એમપીએમએલએ સામેના કેસ ૪૧૨૨થી વધીને ૪૯૮૪ થયા છે. જે દર્શાવે છે કે ગુનાઈત પૃભૂમિ ધરાવતા વધુને વધુ લોકો સંસદ અને રાયની વિધાનસભામાં બેઠકો મેળવી રહ્યાં છે આથી આવા ફોજદારી કેસોનો નિકાલ કરવાની તાતી જર હોવાનું અહેવાલમાં જણાવાયું છે. હંસારીયાએ જણાવ્યું હતું કે વિવિધ હાઈકોટર્સ દ્રારા રજૂ કરાયેલા સ્ટેટસ રિપોટર્સમાં પણ એ બાબત જણાવાઈ છે કે કેટલાંક રાયોમાં વિશેષ અદાલતોની સ્થાપના કરાઈ છે, યારે અન્ય રાયોમાં સંબંધિત ન્યાયક્ષેત્રની અદાલતો સમયાંતરે જારી કરાતા નિર્દેશો અનુસાર આવા કેસોની સુનાવણી હાથ ધરે છે. આ યુરિસડિકશનલ અદાલતો એમપીએમએલએ સામેના કેસોની ટ્રાયલ હાથ ધરવા ઉપરાંત તેમને ફાળવવામાં આવેલા રોસ્ટરનો પણ નિકાલ કરે છે. ઘણાં રાયોમાં એક જ જજ એસસીએસટી એકટ કે પોસ્કો એકટ જેવા વિવિધ કાયદા હેઠળ સ્પેશિયલ કોર્ટ તરીકે કાર્યરત હોય છે.
હંસારીયાએ જણાવ્યું હતું કે કેસની તપાસ ટ્રાયલ ઝડપી બનાવવા, અદાલતોને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા તથા તપાસમાં થતાં વિલંબના કારણોની સમીક્ષા કરવા માટે મોનિટરિંગ કમિટીની રચના કરવા અંગે કરાયેલા ૨૫ ઓગસ્ટ, ૨૦૨૧ના આદેશના સંદર્ભમાં હજી સુધી કેન્દ્ર સરકાર દ્રારા કોઈ પ્રતિભાવ અપાયો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એમપીએમએલએ સામેના કેસોની સુનાવણી હાથ ધરતી અદાલતોને જરી ઈન્ટરનેટ સહિતની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બનાવવી જરી છે. એટલું જ નહીં પરંતુ અરજદાર અને ફરિયાદી એમ બંને પક્ષના વકીલો કેસની ટ્રાયલમાં સહકાર આપે તે માટે તથા આવા કેસમાં એડજર્નમેન્ટને મંજૂરી નહીં આપવા મામલે તેમણે સર્વોચ્ચ અદાલતને નિર્દેશ આપવા અનુરોધ કરાયો હતો.