અમદાવાદમાં AMC દ્વારા ખખડધજ રોડ માટે ૧૫૫૩૦૩ નંબર જાહેર કરાયો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદમાં ચોમાસાની શરુઆતના વરસાદમાં જ અનેક રોડ ધોવાયા છે. અમદાવાદના રસ્તાઓ પર જાણે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. ખખડધજ રોડના કારણે પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વરસાદને કારણે અનેક રસ્તાઓ પર ભૂવા પણ પડ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાને લઇને શરુ થયેલી હાલાકીને લઇને મ્યુનિસિપલ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચેરમેન દ્વારા જે પણ રોડ પર ખાડા પડ્યા છે તે તાત્કાલિક ધોરણે પૂરી દેવા સૂચના આપી છે.મ્યુનિસિપલ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠક બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ રોડ માટે જે કોન્ટ્રાકટરોએ નિયત સમય માટે બાંહેધરી આપેલી છે એટલે કે તેની ડિફેક્ટ લાયેબિલિટી તે સમયમાં આવે છે અને તે રોડ તૂટી જાય તો જનતા તે રોડ વિશેની ફરિયાદ કરી શકે છે. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૫૫૩૦૩ નંબર જાહેર કરાયો છે. જેના પર જનતા ફરિયાદ કરી શકશે.

Share This Article