ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે વિયતનામના પાટનગર હનોઇમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના લીડર કિમ જાંહ ઉન વચ્ચે બીજી શિખર મંત્રણા કોઇ પણ સમજુતી અને સંયુક્ત નિવેદન વગર પૂર્ણ થઇ જતા ફરી એકવાર શાંતિ ઇચ્છતા વિશ્વના લોકોને નિરાશા હાથ લાગી છે. બીજી બાજુ કોરિયન દ્ધિપ પર પરમાણુ હથિયારોનો ખતરો તોળાઇ રહ્યો છે. આવી સ્થિતીમાં વિશ્વના દેશો કોરિયન દ્ધિપને પરમાણુ હથિયારોથી મુક્ત કરવાની દિશામાં ગંભીરતાથી આગળ વધે તે જરૂરી છે. ગયા વર્ષે જુનમાં સિંગાપોર ખાતે ટ્રમ્પ અને કિમ જાંગ વચ્ચે વાતચીત થઇ હતી.
જેના કારણે કોરિયન દ્ધિપમાં નિશ†ીકરણની દિશામાં નવી આશા જાગી હતી. જા કે આ આશા હવે ફરી તુટી ગઇ છે. સ્વાભાવિક છે કે તમામ શાંતિ માટે ઇચ્છુક લોકોને આના કારણે નિરાશા હાથ લાગી છે. એવા લોકોને પણ ફટકો પડ્યો છે જે ઇચ્છતા હતા કે કોરિયન જનતાને પણ વર્તમાન અલગતાવાદી માહોલમાંથી બહાર કાઢવામાં આવે. આ લોકો પણ વિશ્વની મુખ્ય ધારામાં સામેલ થાય. એમ લાગે છે કે હજુ પણ બંને પક્ષોમાં વિશ્વાસનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે. હનોઇ ખાતે ઉત્તર કોરિયા તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે અમેરિકા દ્વારા તેના પર મુકવામાં આવેલા તમામ પ્રતિબંધોને તરત જ દુર કરે. બીજી બાજુ અમેરિકાનુ સાફ શબ્દોમાં કહેવુ છે કે આ પહેલા કિમ જાંગ પોતાના તમામ પરમાણુ હથિયારોને સંપૂર્ણપણે નષ્ટ કરે.
સાથે સાથે આના માટેના પુરાવા પણ સુપ્રત કરે. આ વખતે કિમને આશા હતી કે યોંગબ્યોન સ્થિત જુના પરમાણુ કેન્દ્રને નષ્ટ કરવાના પગલાથી ટ્રમ્પ પ્રશંસા કરશે. પરંતુ ટ્રમ્પે કોઇ પ્રશંસા કરી ન હતી. કિંમે યોંગબ્યોનના ત્રણ વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા પરમાણુ કેન્દ્રને નષ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સાથે સાથે આના માટેના પુરાવા પણ રજૂ કર્યા હતા. જા કે અમેરિકા માટે આ કોઇ નવા સુચન ન હતા. ટ્રમ્પ આની વાસ્તવિકતાને લઇને સંપૂર્ણપણે વાકેફ હતા. છેલ્લી શિખર બેઠક સિંગાપોરમાં થઇ હતી.ત્યારબાદથી વૈશ્વિક સ્તર પર અનેક મોટા ઘટનાક્રમ જાવા મળ્યા હતા. દુનિયામાં અનેક રાજકીય પરિવર્તન પણ થયા હતા. ચીન અને અમેરિકા વચ્ચે જાહેરમાં વેપાર યુદ્ધ છેડાઇ ગયુ હતુ. કિમ-ટ્રમ્પ વચ્ચે મંત્રણા નિષ્ફળ રહેવા પાછળ ચીન પણ કેટલાક અંશે જવાબદાર છે. આ બાબતની શંકા તો એ વખતે જ થઇ ગઇ હતી જ્યારે હનોઇ જતા પહેલા કિમ ફરી ચીન પહોંચ્યા હતા. સ્પષ્ટ છે કે અમેરિકાની સાથે ગંભીર વિષય પર મંત્રણાને લઇને ઉત્તર કોરિયા પોતાના વિવેકથી ચાલી રહ્યુ ન હતુ. ચીન દ્વારા પણ ઉત્તર કોરિયાને સહાય કરવામાં આવી હતી. ઉત્તર કોરિયા કેટલાક અંશે ચીનના હિતોને ધ્યાનમાં લઇને પરમાણુ હથિયારોને નષ્ટ કરવાની દિશામાં આગળ વધી રહ્યુ છે. અમેરિકાના નેતૃત્વમાં ઉત્તર કોરિયા પર લાગેલા વિશ્વ સ્તરના આર્થિક પ્રતિબંધની સ્થિતીમાં તેની તમામ બાબતો ચીન પર આધારિત થઇ ગઇ હતી. તમામ આંકડા દર્શાવે છે કે ઉત્તર કોરિયાના મોટા ભાગનો કારોબાર ચીન મારફતે થાય છે.
આવી સ્થિતીમાં કિમ પણ મજબુર દેખાઇ રહ્યા છે. કોરિયન દ્ધિપમાં હાલમાં જે રીતે પરમાણુ હથિયારો રહેલા છે અને વિશ્વમાં હથિયારોની જે પ્રકારની સ્પર્ધા ચાલી રહી છે તે જાતા કોરિયન દ્ધિપ પર પરમાણુ ખતરો તોળાઇ રહ્યો છે. ચીન દ્વારા ક્યારેય પણ શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ માટે અને વિશ્વ કલ્યાણ માટે કોઇ પગલા લીધા નથી.ટ્રમ્પ અને કિમ વચ્ચે હનોઇમાં નિષ્ફળ રહેલી વાતચીત માટે ચીનને પણ સીધી રીતે જવાબદાર ઠેરવી શકાય છે. જા આ વાતચીત નિષ્ફળ રહી છે તે તેના માટે માત્ર અમેરિકા અને ઉત્તર કોરિયા જ જવાબદાર નથી. ઉત્તર કોરિયા પાસે આજની તારીખમાં તમામ પ્રકારના ઘાતક હથિયારો રહેલા છે. સાથે સાથે કિમને એક એવા નેતા તરીકે પણ ગણવામાં આવે છે જે આવા ઘાતક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. કારણ કે વિતેલા વર્ષોમાં જ્યારે ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે ખેંચતાણ વધી ગઇ હતી ત્યારે કિમે વારંવાર પરમાણુ હુમલા કરવાની ખુલ્લી ધમકી આપી હતી. એ વખતે ટ્રમ્પ અને કિમે એકબીજા માટે ખુબ ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. બંને નેતાઓની આના કારણે ટિકા પણ થઇ હતી. જા કે હનોઇ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ ફરી એકવાર સંકટના વાદળો ઘેરાઇ શકે છે. વાતચીત જારી રહે તે જરૂરી છે.